Skip to main content

ભારત અને વિયેતનામના દ્વિપક્ષી સંબંધો મજબૂત બન્યા એ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2017માં વિયેતનામની મુલાકાત લીધી ત્યારપછી ભારત અને વિયેતનામના દ્વિપક્ષી સંબંધો સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીવાળા બન્યા છે. આ બાબત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે સાથે ભારત – પ્રશાંત વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં મદદરૂપ થઈ રહી છે. 

ચીન દ્વારા દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં અપનાવાયેલ આક્રમક વલણને ધ્યાનમાં લેતાં ભારત વિયેતનામ વચ્ચેના સંબંધો આગવું મહત્વ ધારણ કરે છે. હવેથી ભારત અને વિયેતનામના જુદા જુદા આગેવાનો વચ્ચે નિયમિત સમયે સંવાદ થતો રહેશે. તાજેતરમાં ભારત – વિયેતનામ સંયુક્ત પંચની બેઠક વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાઈ ગઈ જેમાં વેપાર, આર્થિક અને વૈજ્ઞાનિક સહકાર વધારવા ઉપર ભાર મુકાયો હતો. વિદેશમંત્રી એસ.જયશંકર અને વિયેતનામના નાયબ પ્રધાનમંત્રી ખામ બીન મિન્હે આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ભારત વિયેતનામ વ્યૂહાત્મક ભાગીદારીમાં તાજેતરમાં થયેલ ઘટના ક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. 

બંને પક્ષો આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે નવા સંબંધો મજબૂત બનાવવા સંમત થયા હતા. આ ઉપરાંત બંને પક્ષોએ નાગરિક ક્ષેત્રે પરમાણુ ઉર્જા, અવકાશ, નવી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવાનો નિર્ણય લીધો હતો. બંને પ્રતિનિધિ મંડળે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય બાબતો ખાસ કરીને કોવિડ રોગચાળાના પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી..

ભારત પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત યોજના હેઠળ ભારતને વધુ મજબૂત બનાવવા તથા માનવ કેન્દ્રી વૈશ્વિકકરણના સિદ્ધાંતથી પોતાનું અર્થતંત્ર ગતિશિલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તે ધ્યાનમાં લઈને શ્રી જયશંકરે વિયેતનામને ભારતને નવી શક્તિ અને માંગણીને ધ્યાનમાં લેવા અનુરોધ કર્યો હતો. 

ભારત અને વિયેતનામ ઘણા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે સમાન વિચારો ધરાવે છે. બંને દેશોએ રાષ્ટ્રસંઘ, આશિયાન જેવા વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો ઉપર સહકાર અને સંકલન વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 

વિદેશમંત્રી જયશંકરે આ વર્ષે આસિયાનના અધ્યક્ષ પદે વિયેતનામના દાવાને સમર્થન આપ્યું હતું. અને વિયેતનામે અપનાવેલા સકારાત્મક નેતૃત્વના અભિગમને બિરદાવ્યો હતો. 

આ બેઠક પહેલા વિયેતનામના ભારત ખાતેના રાજદૂતે ભારતના વિદેશ સચિવને મળીને ચીને સૈનિકોની સંખ્યા વધારતાં દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં વધેલા તણાવની માહિતી આપી હતી. વિયેતનામના ભારત ખાતેના રાજદૂતે દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તાર તથા વિયેતનામના દરિયાઇ ક્ષેત્રમાં ભારતના ઓએનજીસી – વિદેશ દ્વારા હાથ ધરાયેલ ખનીજ તેલના શાર કામગીરીમાં થયેલી પ્રગતિની માહિતી આપી હતી. 

ઉલ્લેખનીય છે કે, ભારત દક્ષિણ ચીન સમુદ્રી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ દરિયાઇ સંપત્તિ પ્રાપ્ત કરવી તથા જહાજ ચલાવવા મુદ્દે સ્વાતંત્ર્ય અને સરળતાની તરફેણ કરે છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામની મુલાકાત લીધી ત્યારે ભારતે વિયેતનામને ઝડપી ગતિ ધરાવતી પેટ્રોલિંગ નૌકાઓ આપી હતી. આ બનાવના પગલે ભારત અને વિયેતનામના નૌકાદળ વચ્ચેનો સહકાર મજબૂત બન્યો છે. ભારત વિયેતનામના પ્રાદેશિક સાર્વભૌમત્વ અને સંરક્ષણને જાળવવા પ્રતિબંધ છે.

વિયેતનામ અને તેના નાગરીકોએ કરેલા વિરતા પુર્વકના સંઘર્ષ અંગે ભારતીય લોકો સન્માનની લાગણી ધરાવે છે. વિયેતનામના નેતાઓ હો ચી મિન્હ અને જનરલ વો નગુએન જીએપ આ ભારતના લોકોમાં જાણીતા નામો છે. બંને દેશો વચ્ચેના ઐતિહાસીક અને સાંસ્કૃતિક સંબંધોએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવુ બળ આપ્યું છે.




શ્રીરંગ તેડુંલકર – રમેશ પરમાર

લેખિકા વ્યૂહાત્મક વિષ્લેષક ડો. રૂપા નાયરણ દાસ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...