Skip to main content

સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરવા તૈયાર થતાં ભારત અંગે સમીક્ષા



ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે શસ્ત્રો નિકાસ કરતાં દેશોની હરોળમાં સ્થાન લેવાના ઇરાદા સાથે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસનીતિનો મુસદ્દો તૈયાર કર્યો છે. વર્ષ 2025 સુધીમાં ભારતથી સંરક્ષણ ક્ષેત્રે થતી નિકાસમાં સ્વદેશી ઉત્પાદનનું પ્રમાણ વધારીને 25 અબજ અમેરિકી ડોલર કરવાની નેમ વ્યક્ત કરાઈ છે.

ભારત સંરક્ષણ ક્ષેત્રની આયાત કરનાર વિશ્વમાં ત્રીજા ક્રમાંકનો દેશ છે. નવી સંરક્ષણ નીતિમાં સ્વદેશી ઉત્પાદન વધારીને ભારતની આયાત ઘટાડીને તેને વિશ્વમાં પાંચમા ક્રમાંકનો આયાતકર્તા દેશ બનાવવાની નેમ રખાઈ છે.

સંરક્ષણ મંત્રાલયે નવી સંરક્ષણ નીતિનો મુસદ્દો જાહેર કર્યો છે અને લગતાવળગતાઓને આ અંગે સૂચનો મોકલવાની અપીલ કરી છે. સંબંધિતોએ આગામી ત્રણ સપ્તાહમાં સૂચનો મોકલવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રે સીધા વિદેશી રોકાણની મહત્તમ મર્યાદા 49 ટકા હતી તે તાજેતરમાં વધારીને 74 ટકા કરી છે. આ પાર્શ્વ ભૂમિમાં ભારત સરકારે જાહેર કરેલો સંરક્ષણ ક્ષેત્રની નવી નીતિનો મુસદ્દો આગવું મહત્વ ધારણ કરે છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સરકાર સંરક્ષણ ક્ષેત્રની ખરીદી વખતે આંતરરાષ્ટ્રીય સ્તરના અદ્યતન શસ્ત્રો ઉપર ધ્યાન આપવાની સાથે સાથે ઘરઆંગણે સ્વદેશી ટેકનોલોજી વડે શસ્ત્રો ઉત્પાદન ઉપર પણ ભાર મૂકશે. ભારતે સલામતી દળોને અદ્યતન શસ્ત્રો વડે વધુ ક્ષમતા આપવાનો નિર્ણય લીધો છે જેના ભાગરૂપે ફ્રાન્સ પાસેથી અદ્યતન ટેકનોલોજીવાળા રાફેલ યુધ્ધ વિમાનો મેળવવામાં આવ્યા છે.

ભારત નવી સંરક્ષણ નીતિની મદદથી આંતરરાષ્ટ્રીય સ્તરે એરોસ્પેસ અને નૌકાદળના શસ્ત્રો બાબતે સ્પર્ધાત્મકતા કેળવવા ઇચ્છે છે. સંરક્ષણ નીતિના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે આ ક્ષેત્રની નીતિનો મુસદ્દો સ્થાનિક સ્તરેથી કરાતી ખરીદીમાં સુધારો લાવવાની ખાતરી આપે છે. નવી નીતિના મુસદ્દામાં સ્ટાર્ટઅપ, નાના અને મધ્યમ ઉદ્યોગો ઉપર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે તે બાબત આવકારદાયક છે.

ખાનગી ક્ષેત્ર માટે અવકાશ ક્ષેત્ર મુક્ત કરવાનો નિર્ણય પણ ભારતમાં અદ્યતન શસ્ત્રો અને ઉપકરણો બનાવવાની કામગીરીને નવો વેગ આપશે. સરકારે તેની નીતિમાં ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડને કોર્પોરેટાઇઝ કરવાની નેમ વ્યક્ત કરી છે. આને લીધે વ્યવસ્થાપનની શ્રેષ્ઠ પદ્ધતિઓ અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે થોડાક સમય પહેલાં જાહેર કરેલ 20 લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર પેકેજ પણ મેક ઇન ઇન્ડિયા બાબત ઉપર ભાર મૂકે છે.

આ પેકેજમાં એમ.એસ.એમ.ઈ. ક્ષેત્ર માટે ઘણી નાણાંકીય રાહતોની જાહેરાત કરાઈ છે. આથી જ વર્ષ 2025 સુધીમાં 25 અબજ અમેરિકી ડોલરના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ખૂબ જ મહત્વના એવા એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને મહત્વ અપાયું છે.

આ ક્ષેત્ર દેશમાં રોજગારીની વધુ તકો અપાવતું ક્ષેત્ર છે. ટૂંકમાં નવી સંરક્ષણ નીતિ રોજગારની નવી તકો સર્જવાની સાથે સાથે ભારતીય અર્થતંત્રને નવો વેગ આપશે.

ઉલ્લેખનીય છે કે, મેક ઇન ઇન્ડિયા ઝૂંબેશે તાજેતરમાં ઘણાં ક્ષેત્રોમાં ખાસ કરીને વિજાણું ક્ષેત્રમાં સારા પરિણામો દર્શાવ્યા છે. સ્ટોકહોમ આંતરરાષ્ટ્રીય શાંતિ સંશોધન સંસ્થાના અહેવાલમાં જણાવ્યું છે કે, વર્ષ 2017-2018 માં ભારતની સંરક્ષણ ક્ષેત્રની નિકાસ ચાર હજાર, 682 કરોડ રૂપિયા હતી તે વધીને 2018-2019માં 10 હજાર, 745 કરોડ રૂપિયાની થઈ છે. આ બાબત ધ્યાનમાં લેતાં સંરક્ષણ ક્ષેત્રની નવી નીતિનો મુસદ્દો આગવું મહત્વ ધરાણ કરે છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...