પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન અંગેની વિડિયો કોન્ફરન્સને સંબોધી હતી, ભારતીય સંરક્ષણ ઉત્પાદકોની સોસાયટી અને ફિક્કી દ્વારા સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ વિડિયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, સંરક્ષણ ક્ષેત્રેના સાધનો બાબતે દેશને આત્મનિર્ભર બનાવવાનું મહત્વ સમજાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાનગી ક્ષેત્રના સહકારથી સંરક્ષણ સાધનોનું ઉત્પાદન વધારવું અને આ ક્ષેત્રે નવી ટેક્નોલોજીનો ઉપયગો કરવો જરૂરી છે,
સંરક્ષણમંત્રી રાજનાથ સિહં અને તેમની ટીમના બધા જ સભ્યોએ સતત કરેલા પ્રયાસોને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા હતા, શ્રી મોદીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, સ્વદેશી ટેકનોલોજીથી શસ્ત્રોના ઘરઆંગણે ઉત્પાદનને ટૂંક સમયમાં વેગ મળશે.
ભારત જ્યારે આઝાદ થયો હતો ત્યારે આપણી પાસે શસ્ત્રો ઉત્પાદન ક્ષેત્રે ઝડપથી આગળ વધવાની તક હતી, પણ આ દિશામાં ગંભીર પ્રયાસો થયા નથી, તેમ જણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું કે પરિસ્થિતિમાં ધીમે ધીમે પરીવર્તન આવી રહ્યું છે.
શ્રી મોદીએ તેમની સરકાર દ્વારા શસ્ત્ર નિકાસની પ્રક્રિયા સરળ બનાવવી, લાયસન્સની પ્રક્રિયા સરળ બનાવવી જેવા કરાયેલા સુધારોની વિગતો આપી હતી, તેમણે કહ્યું કે આત્મનિર્ભર અને નવા ભારતના નિર્માણ માટે સંરક્ષણક્ષેત્રે વિશ્વાસનું વાતાવરણ ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે દાયકાઓથી પડતર એવો ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની નીમણૂકનો નિર્ણય લેવાયો છે. આના પરિણામે સેનાની ત્રણેય પાંખની કામગીરીમાં સંકલન ઝડપથી સધાશે. એવી જ રીતે શસ્ત્રોની ખરીદીમાં પણ નવું બળ મળશે. સંરક્ષણ ક્ષેત્રે વિદેશી રોકાણનું પ્રમાણ 74 ટકા સુધી વધારવામાં આવ્યું છે. આ બાબત નવા ભારતનો પરિચય આપે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સંરક્ષણ વિભાગના બજેટના નોંધપાત્ર હિસ્સાને સ્વદેશી ટેક્નોલોજી વડે બનાવવામાં આવેલા શસ્ત્રો અને ઉપકરણો ખરીદવા માટે ફાળવવામાં આવ્યોં છે. સરકાર શસ્ત્ર ખરીદીની પ્રક્રિયા અને તેની ચકાસણીની પ્રક્રિયા ઝડપી બનાવવા કામગીરી ચાલી રહી છે, ઓર્ડિનન્સ ફેકટરીઓનું કોર્પોરેટાઈઝેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને તે પૂણ થતા સંરક્ષણક્ષેત્ર અને કર્મચારીઓ માટે ઉપયોગી નિવળશે.
આધુનિક ઉપકરણોમાં સ્વનિર્ભરતા માટે ટેક્નોલોજીના અપ-ગ્રેડશનની જરૂરીયાત પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું કે સરકાર DRDOની સાથે ખાનગી અને શૈક્ષણિક સંસ્થાનાઓમાં પણ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહિત કરી રહી છે. પ્રધાનમંત્રીએ વિદેશી ભાગીદારો સાથે સંયુક્ત સાહસો દ્વારા સહ-ઉત્પાદનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સુધારા, કામગીરી અને પરીવર્તન – મંત્ર પર સરકાર કાર્ય કરી રહી છે, તેમ જણાવતા શ્રી મોદીએ કહ્યું કે, બૌદ્ધિક સંપત્તિ, કરમાળખા, અવકાશ અને પરમાણુ ઉર્જા અને નાદારી ક્ષેત્રે સુધારા કરાઈ રહ્યા છે.
માળખાકીય પહેલો વિશે વાત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, ઉત્તરપ્રદેશ અને તામીલનાડુમાં બે સંરક્ષણ કોરીડોર બની રહ્યા છે. તેમણે કહ્યું કે, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશ સરકાર સાથે મળીને 20 હજાર કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં આ યોજના પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે.
શ્રી મોદીએ નોંધ્યું કે, MSME અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા શરૂ કરાયેલ IDEX પહેલના હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. આ મંચના માધ્યમથી 50 સ્ટાર્ટઅપે લશ્કર માટે ટેકનોલોજી તથા ઉત્પાદનો વિકસાવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્રને વધુ સ્થિતીસ્થાપક, સ્થિર બનાવવા તથા વિશ્વ શાંતિ માટે સક્ષમ ભારતના નિર્માણનો ધ્યેય છે અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા પાછળ આ જ વિચાર છે. ભારત કેટલાક મિત્ર દેશો માટે વિશ્વસનીય સંરક્ષણ ઉત્પાદક બનવાની ક્ષમતા ધરાવે છે.
આનાથી હિંદ મહાસાગર ક્ષેત્રે ભારતની વ્યુહાત્મક સહભાગીતા અને સુરક્ષા આપનાર તરીકેની ભૂમિકા મજબૂત બનશે.
તેમણે કહ્યું કે, સંરક્ષણ ઉત્પાદનો અને નિકાસ પ્રોત્સાહન નીતિના મુસદ્દા અંગે મળેલા પ્રતિભાવો અને સૂચનાઓથી નવી નીતીના ઝડપી અમલીકરણમાં મદદ મળશે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું કે, આપણા સૌના સહિયારા પ્રયાસો દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મદદ મળશે.
શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર
લેખક- આકાશવાણીના સમાચાર વિશ્લેષક પદ્મસિંહ
Comments
Post a Comment