Skip to main content

અમેરીકાને રાષ્ટ્રપ્રમુખને 2020માં યોજાનારી ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો એ અંગે સમીક્ષા

કોરના રાગચાળાના કારાણે સમગ્ર વિશ્વમાં 200 દેશોમાં રહેલા લોકોના સામાજીક અને આર્થિક જીવન ઉપર સૌથી વધુ અસર થઈ છે. નોંધપાત્ર રીતે આ પરિસ્થિતિની લોકશાહી દેશોમાં રાજકીય ગતિવિધિ ઉપર પણ અસર થઈ છે, લોકશાહી વ્યવસ્થામાં સમયાંતરે ચૂંટણી યોજાતી હોય છે, અને આ ચૂંટણી વહિવટી વ્યવસ્થા માટે જરૂરી હોય છે, વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી અને સમુદ્ધ લોકશાહી ધરાવતા અમરેકામાં પણ કોરોનાના લીધે રાજકીય પ્રવૃતિમાં અવરોધ ઉભો થયો છે,

દર ચોથા વર્ષે અમેરીકામાં નવા રાષ્ટ્ર પ્રમુખ માટે મતદાન થાય છે, ક્યાંરેક વર્તમાન રાષ્ટ્રપ્રમુખ બીજી મુદ્દત માટે પણ ચૂંટાય છે, કોરોનાના લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં હાલમાં અમેરીકામાં મુખ્ય ચર્ચા થાય છે કે શું આ વર્ષે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી સરળતાથી યોજાશે ખરી તેમજ શું ડોનાલ્ડ ટ્રમ્પ બીજી મુદ્દત માટે રાષ્ટ્રપ્રમુખ ચૂંટાશે ખરા ?

આગામી 3જી નવેમ્બરે અમેરીકામાં યોજાનારી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીની પ્રક્રિયા હવે ધીમેધીમે સરળ બની રહી છે, કોરોનાના લીધે પહેલા લૉકડાઉન અને પછી તબક્કાવાર અનલોકની હાથધરાયેલી પ્રક્રિયાના કારણે લોકોમાં હજી પણ કોરોનાના ચેપનો ભય ઉભો છે, આથી અમેરીકામાં મોટી સંખ્યમાં લોકોને એક્ઠા કરીને ચૂંટણી બેઠક યોજવી અથવા ચૂંટણી રેલી યોજવીએ મુશ્કેલ બાબત છે, 

અમરેકાના રાષ્ટ્રપ્રમુખ પદ માટે ઉમેદવાર નોમીનેટ કરવા પહેલા પ્રાથમિક ચૂંટણી અને કૉક્સ યોજવા અનિવાર્ય બાબત છે, સમગ્ર રાષ્ટ્રમાં યોજાયેલા ડેમોક્રેટીક અને રીપબ્લિકન પક્ષના સંમેલનોના અંતે ડેમોક્રેટીક પક્ષના જો.બીડેન રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર નક્કી થયા છે, જ્યારે રીપબ્લિકન પક્ષના ઉમેદવાર તરીકે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ પ્રમુખ નિશ્ચિત છે, એવી રીતે ડેમોક્રેટીક પક્ષના ઉપરાષ્ટ્રપ્રમુખના પદના ઉમેદવાર તરીકે કમલા હેરીસને નોમીનેટ કરાયા છે, 

હાલમાં જોઈએ તો અમેરીકા કોરોનાથી સૌથી વધુ અસર ગ્રસત દેશ છે, કોરોના સામેની લડતની વર્તમાન સરકારની પધ્ધતિના કારણે ઘણા લોકોમાં રોશ ની લાગણી ઉભી થઈ છે, અમેરીકાનો આર્થિક વિકાસ દર ઘટયો છે, અમેરીકાની આરોગ્ય સંભાળ વ્યવસ્થા અપૂરતી હોવાનું જણાયુ છે, કોરોના સામેની લડતમાં વહીવટીતંત્ર નબળુ પુરવાર થયુ છે. અમરીકાના સમાજના દરેક ક્ષેત્રે રંગભેદનો મુદ્દો ઉભો થયો છે, આના કારાણે અમેરીકાના વર્તમાન શાશકો ચિંતામાં મૂકાયા છે, અમેરીકાના વિપક્ષે વર્તમાન સરકારની ઈમીગ્રેશન નીતી, પર્યાવરણીય નીતી, અને કોરોના સંકટનો સામનો કરવાના મુદ્દે કડક શબ્દોમાં ટીકા કરી છે, વિપક્ષના ઉમેદવાર જો.બીડેન ઓપીનીયન પોલમાં આગાળ ચાલી રહ્યા છે, અમેરીકાની રાષ્ટ્ર પ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીયો દર વખતે કોણ રાષ્ટ્રપ્રમુખ બનશે અને નવા રાષ્ટ્ર પ્રમુખની નીતી ભારત તરફી હશે કે કેમ એ મુદ્દે સઘન ચર્ચા કરે છે,

અત્યાર સુધીનો ઈતિહાસ જોતા અમેરીકાના બે રાજકીય પક્ષો ભારત તરફી કોઈ જક્કી વલણ અપનાવતા નથી, એટલુ જ નહી, આ વખતે સેનેટર કમલા હેરીસ ઉપરાષ્ટ્ર પ્રમુખ પદના ઉમેદવાર નક્કી થયા છે, તેઓ મુળ ભારતીય છે, આથી આ વખતની અમેરીકાની ચૂંટણીમાં ભારતીયોને ખાસ્સો રસ ઉભો થયો છે,

ભારત સાથે વ્યુહાત્મક ભાગીદારી જાળવી રાખવાની તરફેણમાં અમેરીકામાં મોટા જન મત ઉભો થયો છે, અમેરીકામાં જાન્યુઆરી 2021માં નવા રાષ્ટ્રપ્રમુખ આવશે તો પણ ભારત અમેરીકા સંબધો ઉપર ખાસ અસર થશે નહી, રાષ્ટ્ર પ્રમુખ પદની ચૂંટમીમાં હાલમાં અમેરીકામાં યોજાઈ રહેલા ચર્ચા સત્રોમાં શ્રી ટ્રમ્પ અને શ્રી બીડેન તેઓ અમેરીકા સાથે કેવું કડક વલણ અપનાવશે તે અંગે વાત કરીને અમેરીકાનો લોકમત પોતના પક્ષે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે,





લેખક – જે.એન.યુના રેકટર પ્રોફેસર.ચીંતામણી મહાપાત્ર

શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...