Skip to main content

કાશ્મીરના ભવ્ય સાંસ્કૃતિક વારસા અંગે સમીક્ષા



ભારતના ઉત્તર દિશાએ આવેલ કાશ્મીરમાં વિવિધ સંસ્કૃતિ ધરાવતાં લોકો સદીઓથી એકબીજાની પરંપરા અને સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવતાં શ્રેષ્ઠ સહ અસ્થિત્વનો પરિચય આપી રહ્યા છે. કાશ્મીરીયત તરીકે જાણીતી વિચારધારામાં હિન્દુત્વ, બૌદ્ધ અને ઇસ્લામ તત્વ જ્ઞાનનો નોંધપાત્ર પ્રભાવ જોવા મળે છે. આ તત્વ જ્ઞાનનું મુખ્ય તત્વ છે સુમેળ સાથે અને ભાઈચારાની ભાવના સાથે જીવો.

14મી સદીમાં ઇસ્લામના કાશ્મીરના ઉદય પહેલાં કાશ્મીરના જનજીવન ઉપર હિન્દુત્વ અને બૌદ્ધ વિચારધારાનો પ્રભાવ જોવા મળતો હતો પણ ત્યારપછી ઇસ્લામનો પ્રભાવ વધ્યો. ત્રણ ધર્મની આ વિચારધારા એક રીતે જોઈએ તો એકબીજાને પુરક છે. આથી જ કાશ્મીરમાં હિન્દુ આધ્યાત્મ વાદની સાથે સાથે ઇસ્લામના સુફી ચળવળનો પ્રભાવ પણ જોવા મળે છે.

લાલદેડ તરીકે જાણીતા કવયત્રી લાલેશ્વરી તેમની કવિતાઓ દ્વારા આધ્યાત્મનો પ્રચાર કર્યો હતો. તેમની રચનાઓએ ઇસ્લામના ઉદય પહેલાના અને પછીના સમયગાળામાં સેતુ રૂપ કામ કર્યું છે. આ કામગીરી નુન્દરેસી તરીકે જાણીતા શેખ નુર ઉદ દીન નુરાનીએ સંભાળી હતી. કાશ્મીરના જનજીવનમાં વિવિધ વિચારધારાઓનો સુમેળ જોવા મળે છે. અહીં હિન્દુ અને મુસ્લિમો સંપૂર્ણ કોમી એખલાસ સાથે જીવી રહ્યા છે. સમગ્ર કાશ્મીર ખીણ વિસ્તારમાં વિવિધ ધર્મોના આવેલા ધર્મસ્થાનો આ બાબત પૂરવાર કરે છે. જોકે, તાજેતરમાં પોતાની અયોગ્ય વિચારધારાને વાસ્તવિકતામાં લાવવા માટે ઉગ્રવાદી જૂથોએ કાશ્મીરના આ બીનસાંપ્રદાયિક સામાજિક જીવન ઉપર પ્રહારો કર્યા છે.

ભૂતકાળમાં પણ જૂદા જુદા સાસકો દ્વારા સુમૂળ ભર્યા સમાજ જીવનને હાની પહોંચાડવાના પ્રયાસો થયા છે. સિકંદર નામના શાસકે ઘણા મંદિરોનો નાશ કર્યો હતો અને બળજબરીથી ધર્મપરિવર્તન પણ કરાવ્યું હતું. ત્યારપછીના શાસક બુદશાહે સિકંદરના આતંકથી ખીણ છોડી ગયેલા કાશ્મીરી પંડીતોને તેમનું પુનઃવસન કર્યું હતું. પણ આવા પ્રસંગો કાશ્મીરના ઇતિહાસમાં છુટા છવાયા જોવા મળે છે. કાશ્મીરના સુફી કવિ નુન્દરીસીએ પર્યાવરણનું રક્ષણ તથા સાદગીનો ઉપદેશ આપ્યો હતો.

કાશ્મીરનો ઇતિહાસ મહાભારત કાળ સુધી જોવા મળે છે. મહાભારતમાં ગોનંદનો ઉલ્લેખ છે જેણે કાશ્મીર ઉપર રાજ કર્યું હતું. ત્યારપછી અશોકે હાલના શ્રીનગર શહેર નજીક જ તેના સમયમાં શ્રીનગર શહેર વસાવ્યું હતું. આજના કાશ્મીરના સમાજજીવન ઉપર ભૂતકાળમાં રાજ કરી ચૂકેલા મોકલ, અફઘાન તથા અન્ય શાસકોના વિચારો અને સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે.

અગાઉ કાશ્મીર સંતોની ભૂમિ તરીકે જાણીતું હતું. ત્યારપછીના કાશ્મીરના સમાજ જીવન ઉપર પર્શીયાનો પ્રભાવ વધતો ગયો હતો. ખાસ કરીને હાથશાળ ઉપર બનાવવામાં આવેલા ગાલીચાઓ અને ઉચ્ચસ્તરના ભરતકામ માટે જાણીતી પશ્મીના શાલ ઉપર પર્શીયાની સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

કાશ્મીરમાં ગ્રીક સંસ્કૃતિનો પ્રભાવનો પણ પ્રાચીન મંદિરોની રચનામાં જોવા મળે છે. જોકે, જમ્મુ વિસ્તારમાં ઉત્તર ભારતની સંસ્કૃતિનો પ્રભાવ વધુ જોવા મળે છે. અસાધારણ કુદરતી સૌંદર્ય ધરાવતું કાશ્મીર તેના શ્રેષ્ઠ પર્યટન સ્થળો માટે જાણીતું છે. કાશ્મીરના ભૌગોલિક સ્થાનના લીધે તેના સંગીતના અને વાદ્ય ઉપર મધ્ય અને પૂર્વ એશિયાનો પ્રભાવ ખૂબ જ જોવા મળે છે.

આ ઉપરાંત અફઘાનિસ્તાનના સંગીતનો પ્રભાવ પણ જોવા મળે છે. બારમી સદીમાં કલ્હણ કવિએ લખેલ રાજ તરંગીણી સંસ્કૃત રચનામાં કાશ્મીરના ઇતિહાસનો સરસ આલેખન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં કાશ્મીરના મેહજુર અને આઝાદ કવિઓએ હિન્દુ, મુસ્લિમ એકતા અને ભાઇચારાની વાત અસરકારક રીતે તેમની રચનામાં રજૂ કરી છે. કાશ્મીર પાસે ગૌરવ અનુભવાય તેવી ઘણી બાબતો છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...