Skip to main content

ભારત – મોરેશ્યસ સંબંધો નવી ઉંચાઇએ પહોંચવા તૈયાર અંગે સમીક્ષા


ભારત અને મોરેશ્યસે તેમની ખાસ દોસ્તીમાં વધુ એક સીમાચિન્હ હાંસલ કર્યુ છે. મોરેશ્યસની રાજધાની પોર્ટલુઇમાં ભારતની સહાયથી બાંધવામાં આવેલ સર્વોચ્ચ અદાલતનું ભવનનું તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશ્યસના પ્રધાનમંત્રી પ્રવીણ જગન્નાથે ઉદઘાટન કર્યુ. તે સાથે બંને દેશોના સહકારનો નવો એક અધ્યાય શરૂ થયો. ભારત અને મોરેશ્યસ બંને લોકશાહી વ્યવસ્થાના મહત્વના સ્તંભ તરીકે સ્વતંત્ર ન્યાયતંત્રને માન આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆતના અંદાજીત ખર્ચમાં રહીને જ સમયસર આ ભવનનું બાંધકામ પુરૂ કરવા બદલ સંતોષ વ્યકત કર્યો હતો.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમણે અને શ્રી જગન્નાથે મોરેશ્યસના મેટ્રો પ્રોજેકટ અને એક અદ્યતન નવી હોસ્પીટલનું સંયુકત રીતે થોડા મહિના પહેલા જ ઉદઘાટન કરીને મૈત્રીનું નવુ સિમાચિન્હ હાંસલ કર્યુ હતું. આ બંને પરીયોજનાઓ પણ મોરેશ્યસની જનતાને ખુબ ઉપયોગી પુરવાર થઇ રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશ્યસમાં પહેલીવાર હિંદ મહાસાગર ક્ષેત્રની સલામતી અને સમૃધ્ધિ માટેની ભારતની દ્રષ્ટી સાગર વિશે વાત કરી હતી. કારણ કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના અભિગમના કેન્દ્રમાં મોરેશ્યસ છે. તેમણે ઉમેર્યુ હતું કે, મોરેશ્યસ વિકાસ સહભાગીતાના ભારતના અભિગમના પણ કેન્દ્રમાં છે. તેમણે મહાત્મા ગાંધીના શબ્દો ટાંકીને કહયું હતું કે, હું સમગ્ર વિશ્વના સંદર્ભમાં વિચારવા માંગુ છું. મારી રાષ્ટ્રભકિતમાં કલ્યાણનો સમાવેશ થાય છે. તેથી ભારતની મારી સેવા પણ માનવતાની સેવા છે. પ્રધાનમંત્રીએ કહયું હતું કે, ભારત આ માર્ગદર્શક દ્રષ્ટી કેળવવા માંગે છે અને અન્ય દેશોની વિકાસલક્ષી જરૂરીયાતોમાં મદદ કરવા ઇચ્છે છે.

વિકાસ તરફનો ભારતનો અભિગમ મુખ્યત્વે માનવતા કેન્દ્રી છે. ભારત માનવ જાતના કલ્યાણ માટે કાર્ય કરવા ઇચ્છે છે. ઇતિહાસે આપણને શિખવ્યું છે કે વિકાસલક્ષી ભાગીદારીના નામે મોટા રાષ્ટ્રો નાના રાષ્ટ્રોને પરાધીનતાની ભાગીદારીમાં ધકેલી દે છે. તેને કારણે જ વસાહતી વિસ્તારો અને શાસનોનો ઉલ્લેખ રહયો હતો. આવી વૃત્તિને લીધે જ વિશ્વમાં મહાશકિતઓના જુથ ઉભા થયા અને માનવ જાતને તે સહન કરવુ પડયું.

ભારત એવી વિકાસ સહભાગીતા કરવા માંગે છે કે જે સંબંધીત દેશની વ્યવસ્થાને માન આપે, વિવિધતાને સાચવે, ભવીષ્યની સંભાળ લે અને ટકાઉ વિકાસ કરે. ભારત માટે સૌથી પાયાનો સિધ્ધાંત વિકાસ સહકારમાં ભાગીદારને માન આપવાનો છે. વિકાસના આ પાઠમાં બીજાને સહભાગી બનાવીને ભારત પોતે પણ પ્રેરણા મેળવે છે. ભારતનો વિકાસ સહકાર કોઇ શરતોને આધિન હોતો નથી અને તે કોઇ રાજકીય કે વેપારી ગણતરીથી પ્રભાવિત પણ નથી હોતો.

શ્રીલંકાને તેના નવ જેટલા પ્રાંતો ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટરની સાથે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ પણ ભારતે પૂરી પાડી હતી.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, નેપાળમાં પેટ્રોલિયમ પેદાશોના વહન માટે ભારતે પાઈપલાઈન પ્રોજેક્ટ હાથ ધર્યો છે જેથી નેપાળને પણ પેટ્રોલીયમ પેદાશો સરળતાથી મળી રહે. તેની સાથે સાથ પીવાનું સ્વચ્છ પાણી અને સેનિટેશન જેવી સુવિધાઓ માલદિવના 34 ટાપુઓને મળી રહે તે માટે મદદરૂપ બનશે.

ભારત ક્રિકેટનો ફેલાવો વધારવા માટે અફઘાનિસ્તાન અને ગુયાના જેવા દેશોમાં ક્રિકેટ સ્ટેડિયમ અને સંશાધનો માટે પ્રયત્નો કરી રહ્યું છે . તે જ રીતે શ્રીલંકામાં હાઉસિંગ રહેઠાંણના મકાનોના નિર્માણમાં પણ ગૌરવપૂર્ણક સહભાગી બની રહ્યું છે.

શ્રી મોદીએ કહ્યું કે, ભવિષ્ય સાતત્યપૂર્ણ વિકાસ વિશે છે. માનવીય જરૂરિયાતો અને આકાંક્ષાઓ, આપણી આસપાસની પ્રકૃતિ સાથે સંઘર્ષમય ન હોવો જોઈએ. આ વિચાર સાથે ભારતે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ જેવા નવા સંસ્થાનોને ઉત્તેજન આપવા પ્રયાસો કર્યા છે.

આ તમામ મુલ્યો સાથે ભારત મોરેશિયસ સાથે વિશેષ સહભાગીતા ધરાવે છે. મોરેશિયસ ભારત સાથે હિન્દ મહાસાગરના પાણીથી જ નહીંપણ સંસ્કૃતિ, વારસો અને ભાષાનું પણ જોડાયેલું છે. બંને દેશો વચ્ચેની મિત્રતાની મજબૂતાઈ ભૂતકાળના સંબંધો આધારિત ઉપરાંત ભવિષ્યમાં વધુ ઊંડા બનવા અપેક્ષિત છે.

પવિત્ર, અપ્રવાસી ઘાટના નાના પગલાંની લઈ અદ્યતન બિલ્ડિંગના નિર્માણ સુધી પહોંચેયલા મોરેશ્યસે આ સફળતા અથાગ પરિશ્રમ અને નવીન્યથી હાંસલ કરી છે. આવનારા વર્ષોમાં ભારત –મોરેશિયસના સંબંધો નવી ઉંચાઈઓ હાંસલ કરશે તે નિયત છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...