Skip to main content

ભારત અને યુએઈ વચ્ચે ઘનિષ્ઠ બનતા વ્યુહાત્મક સંબંધો અંગે સમીક્ષા

ભારત અને સંયુક્ત આરબ અમીરાત - UAEએ શાંતિ અને સમૃદ્ધિ અંગેના પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના ક્રાઉન પ્રિન્સ મહંમદ બિન જાયદ અલ નહયાનના નેતૃત્વ હેઠળ બંને દેશોએ વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા સઘન પગલાં લીધા છે.

બંને દેશોએ સંયુક્ત પંચની બેઠક દ્વારા આ દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવા પણ પ્રયાસો કર્યા છે. ભારત અને UAEની સંયુક્ત પંચની 13મી બેઠક વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાઈ ગઈ. વિદેશમંત્રી એસ.જયશંકર અને UAEના વિદેશમંત્રી અબ્દુલ્લાહ બિન જહયાદ અલ નહયાન આ બેઠકમાં ઉપસ્થિત હતા.

બંને પક્ષોએ કોવિડના લીધે ઉભી થયેલી અસાધારણ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી તથા દ્રિપક્ષીય બાબતો અંગે પણ ચર્ચા કરી હતી. બંને દેશોએ આ મહામારીનો સાથે મળીને સામનો કરવાનો નિર્ણય લીધો છે. ભારતે ગત એપ્રિલ મહિનામાં કોવિડના સારવારમાં ઉપયોગી એવી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની 55 લાખ ગોળીઓ UAEને આપી હતી.

ગત મે માસમાં ભારતે UAEમાં આઈસીયુમાં સારવાર લઈ રહેલા કોવિડના દર્દીઓને મદદરૂપ થવા 88 નર્સ મોકલી આપી હતી. એવી જ રીતે UAEએ પણ 7 મેટ્રીક ટન તબીબી પુરવઠો ભારતને મોકલી આપ્યો હતો. બંને દેશોના પ્રધાનમંત્રીઓએ ટેલિફોન ઉપર સંવાદ કરીને કોવીડ સામેની લડત અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

સંયુક્ત પંચની બેઠકમાં બંને દેશો વચ્ચે કોવિડ સામેની લડતમાં સઘન બનેલા સહકાર અંગે સંતોષ વ્યક્ત કરાયો હતો. એવી જ રીતે કોવિડના લીધે બંને દેશોના અર્થતંત્ર ઉપર થનારી અસર ઘટાડવા લેવા જરૂરી એવા પગલાંઓની પણ ચર્ચા કરાઈ હતી.

બંને દેશોએ વર્તમાન ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર ચાલુ રાખીને નવા ક્ષેત્રોમાં તે સઘન બનાવવાનો નિર્ણય કર્યો હતો.

સંયુક્ત પંચની બેઠકમાં અર્થતંત્ર, વેપાર અને મૂડીરોકાણ, કોન્સ્યુલર અને કોમ્યુનિટી બાબતો, સંરક્ષણ તેમજ શિક્ષણ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રો માટે પાંચ ઉપ-સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ ઉપ-સમિતિઓના ભારત અને UAEના સભ્યોએ પણ વિવિધ મુદ્દાઓ અંગે મુક્તમને વાતચીત કરી હતી.

સંયુક્ત પંચની આ બેઠકમાં દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં તાજેતરમાં થયેલી ઘટનાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તથા સંયુક્ત રાષ્ટ્રસંઘ અને બીજા આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ભારત અને UAEનો સહકાર વધુ મજબુત બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

ઉલ્લેખનિય છે કે, અમેરિકા, ઈઝરાયલ, UAE વચ્ચે થયેલી ચર્ચાના અંતે UAE અને ઈઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધો સામાન્ય બનાવવા અંગે લેવાયેલી નિર્ણયને ભારતે આવકાર્યો છે.

આ બેઠકમાં વિદેશમંત્રી એસ.જયશંકરે ઈસ્લામીક સહકાર સંગઠન જેવા મંચો પર UAE દ્વારા ભારતને અપાતા સમર્થન અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. એવી જ રીતે કોરોનાના કારણે UAEમાં અટવાયેલા ભારતીયોને UAEના વહિવટીતંત્રે જે મદદ કરી, એ બાબતને શ્રી જયશંકરે આવકારી હતી. 

ભારત અને UAEએ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં તાજેતરમાં દ્વિપક્ષીય સંબંધો વધુ મજબુત બન્યા છે. UAE ભારતનો વિશ્વનો ત્રીજા ક્રમાંકનો વેપાર ભાગીદાર દેશ છે. એવી જ રીતે અખાતી દેશોના મૂડીરોકાણની સરખામણીએ UAEએ ભારતમાં વધુ મૂડીરોકાણ કર્યું છે. 

UAEમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા ભારતીયોની સંખ્યા પણ નોંધપાત્ર છે. આમ બંને દેશો વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની સાથે સાથે કોવિડ જેવી બિમારીનો પણ સાથે મળીને સામનો કરી રહ્યા છે.

લેખક-પશ્ચિમ એશિયાના વ્યુહાત્મક બાબતોના વિશ્લેષક ડો.મહંમદ મુદ્દસ્સર કમાર

શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...