Skip to main content

પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ ઉપર મૂકાયેલા પ્રતિબંધો વાસ્તવિક છે કે નહીં? એ અંગે સમીક્ષા

પાકિસ્તાન સરકારે ગયા સપ્તાહમાં બે જાહેરનામા બહાર પાડીને 88 આતંકવાદીઓ ઉપર આર્થિક પ્રતિબંધો લાદવની જાહેરાત કરી છે. આ જાહેરનામામાં ઘણા આતંકવાદી સંગઠનોના નેતાઓ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરાઈ છે. જેમાં 2008 માં મુંબઈ પરના આતંકવાદી હુમલાના સૂત્રધાર મનાતા મસૂદ અઝહરનો પણ સમાવેશ થયો છે. એવી જ રીતે ભારતમાં દાણચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હાથ ધરવાનો આરોપ ધરાવતા દાઉદ ઇબ્રાહીમનો પણ આ સૂચિમાં સમાવેશ કરાયો છે. 

પાકિસ્તાન સરકારે તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, લશ્કર-એ-જાંગવી અને હરકત-ઉલ-અન્સાર જેવી કૃખ્યાત આતંકવાદી સંસ્થાઓ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન સરકારે સંબંધિત આતંકવાદીઓ અને સંસ્થાઓની સ્થાવર અને જંગમ અસ્કયામતો જપ્ત કરવાનો તથા તેમના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુજબ સંબંધિતોને વિદેશ જવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદની સૂચના મુજબ પાકિસ્તાન સરકારે આ પગલાં લીધા છે. પાકિસ્તાને પ્રથમવાર કબૂલ કર્યું હતું કે, દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં છે. આતંકવાદીઓની સૂચિમાં દાઉદ ઇબ્રાહીમનું નામ અને કરાંચી ખાતેનું તેનું સરનામું પણ પાકિસ્તાન સરકારે દર્શાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતે ઘણાં પ્રયત્નો કર્યા અને ગયા વર્ષે પણ દાઉદની માહિતી પણ પાકિસ્તાનને આપી હતી છતાં પાકિસ્તાન સરકાર દાઉદ તેમના ત્યાં હોવાનો ઇનકાર કરી રહી હતી. એ બાબત બધા જ જાણે છે કે, આતંકવાદી સંગઠનોને મળતી આર્થિક સહાય ઉપર નજર રાખતા પેરિસ ખાતેના આર્થિક કાર્યવાહી દળ – FATF દ્વારા પાકિસ્તાન ઉપર અસાધારણ દબાણ વધારવામાં આવ્યું છે.

FATF એ વર્ષ 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું અને જો પાકિસ્તાન આતંકવાદીઓ સામે કાર્યવાહી કરશે નહીં તો તેને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવશે એવી ચીમકી પણ આપી હતી. FATF દ્વારા બ્લેકલિસ્ટમાં મૂકાયેલ દેશને વિશ્વ બેન્ક અને IMF જેવી સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવવું અશક્ય બનતું હોવાથી પાકિસ્તાન ઉપર અસાધારણ દબાણ ઉભું થયું છે. પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ સામે કથિત રીતે કરાયેલી કાર્યવાહી પ્રથમવારની નથી પણ તે વિશ્વ સમુદાયને દેખાડવા પૂરતી કરવામાં આવી છે. 

છેલ્લાં દશકામાં પાકિસ્તાને હાફીઝ સઈદની એકથી વધુ વખત ધરપકડ કરીને કોઈના કોઈ બહાને તેને મુક્ત કર્યો છે. પાકિસ્તાનમાં રહેલી આતંકવાદી સંસ્થાઓ જે રીતે પોતાનું નામ બદલે છે અને કાર્યવાહી ચાલુ રાખે છે તે બાબત પાકિસ્તાન આતંકવાદી સંગઠનો અંગે ગંભીર નથી એવું પૂરવાર કરે છે. જો પાકિસ્તાન ગંભીરતાથી આતંકવાદ સામે કાર્યવાહી કરવા ઇચ્છતું હોત તો ઓસામા બીન લાદેનને તેને પાંચ વર્ષ સુધી આશરો આપ્યો ન હોત.

ઓસામાના સરનામાની અમેરિકાને જાણકારી આપનાર ડોક્ટર આફ્રીદી હાલ પાકિસ્તાનની જેલમાં છે. પાકિસ્તાન દ્વારા તાજેતરમાં મૂકાયેલા પ્રતિબંધમાં ઝકી-ઉર-રહેમાન લકવી અને દાઉદ ઇબ્રાહીમ સામે પાકિસ્તાનના આતંકવાદ વિરોધી ધારાની કલમો લગાવવામાં આવી નથી.

પાકિસ્તાને દાઉદનું નામ આતંકવાદીઓની સૂચિમાં સામેલ કર્યા પછી થોડીક મીનિટોમાં આ નામ દૂર કર્યું હતું. 

આ બધી જ પાર્શ્વભૂમિમાં પાકિસ્તાન દ્વારા તાજેતરમાં લેવાયેલા પગલાં એ નહીંવત ગણાવી શકાય. હાલમાં પાકિસ્તાન સામે FATF દ્વારા બ્લેકલિસ્ટમાં ન મૂકવા માટે પ્રાયસો થઈ રહ્યા છે. FATF સંસ્થાએ તેને બતાવેલા 27 પૈકી બાકી રહેલા 23 મુદ્દાઓ અંગે આગામી ઓકટોબર સુધીમાં કાર્યવાહી કરવાની સૂચના પાકિસ્તાનને આપી છે. ખરેખર પાકિસ્તાને આતંકવાદનો ખતરો અને દૂષણની ગંભીરતા જાણીને વૈશ્વિક શાંતિ માટે આતંકવાદ સામે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ પણ વર્તમાન સ્થિતિમાં પાકિસ્તાનને હજી પણ આ બાબતનું જ્ઞાન થયું હોય તેવું જણાતું નથી.

લેખક : રાજકીય સમીક્ષક અશોક હાંડુ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...