Skip to main content

દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ અર્થતંત્રની ગતિને વેગ આપશે તેવા રિઝર્વ બેન્કના નિવેદન અંગે સમીક્ષા

ભારતનું અર્થતંત્ર કોવિડની અસરથી બહાર નીકળીને વિકાસ માટે પ્રયાસ કરી રહ્યું છે તે વખતે ભારતીય રિઝર્વ બેન્કે ગૃહદ્ આર્થિક પર્યાવરણને ધ્યાનમાં રાખીને ધિરાણ દરમાં ફેરફાર નહીં કરવાનો અને અર્થતંત્ર માટે સમાવેશક અભિગમ અપનાવવાનો કરેલો નિર્ણય વ્યવહારુ ગણાવી શકાય. આરબીઆઈના ગવર્નરના વડપણ હેઠળની છ સભ્યોને આર્થિક નીતી સમિતિએ ઐતિહાસિક ચાર ટકાના સ્તરે રહેલો ધિરાણના દર નહીં ઘટડવાનો અને ધિરાણની પરત ચૂંકવણીના સમયગાળાની પુનઃ રચના કરવાનો લીધેલો નિર્ણય અર્થતંત્રમાં હિતકારક ગણાવી શકાય.

ઉલ્લેખનીય છે કે, ગત 22મી મેએ ભારતીય રીઝર્વ બેન્કે વ્યાજદરમાં ફેરફાર કર્યો હતો અને વ્યાજદરને ઐતિહાસિક ઓછી સપાટીએ મુક્યો હતો. ઝડપથી બદલાઈ રહેલ ગૃહદ આર્થિક પર્યાવરણ અને વિકાસમાં થઈ રહેલા ઘટાડાને કારણે નાણાંનીતી સમિતિને આ વર્ષે માર્ચ અને મે મહિનામાં બેઠકો યોજવાની ફરજ પડી હતી.

વિશ્લેષકોનું માનવું છે કે, વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય ધારણા મુજબનો છે. તથા કોવિડની અસરનો યોગ્ય રીતે સામનો ઉદ્યોગો કરી શકે તે માટે ધિરાણ પરત ચૂકવણીના સમયગાળાની પુનઃ રચનાનો નિર્ણય વ્યાજબી ગણાવી શકાય. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે, પુનઃ રચના ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે અને નાણામંત્રાલય ભારતીય રિઝર્વ બેન્કની સાથે આ મુદ્દે સાથે મળીને કામ કરી રહ્યું છે.

ભારતીય રીઝર્વ બેન્કે ધિરાણ લીધા બાદ પરત ચૂકવણીનું દબાણ અનુભવતાં ગ્રાહકો માટે પુનઃ રચનાનું માળખું ઘડવા કે.વી.કામથના વડપણ હેઠળ ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી છે. ધિરાણ અંગેના નિયમો યથાવત રાખીને રિઝર્વ બેન્કે ધિરાણ લેનાર માટે આર્થિક ધારાધોરણો ઘડવાની બાબત સંબંધિત બેન્કના કાર્યક્ષેત્રમાં રાખી છે.

શ્રી કામથ જેવા જાણીતા બેન્કર ઉચ્ચ સ્તરીય સમિતિનું નેતૃત્વ કરવા હોવાથી આ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવનાર પુનઃ રચનાનું માળખું ભેદભાવ વગરનું હશે તેમજ ધિરાણ લેનારની મુશ્કેલી સમજી શકે તેટલું ઉદાર હશે તે બાબત નિશ્ચિત છે.

ભારતીય રીઝર્વ બેન્કે દેશ અને વિદેશના અર્થતંત્રનો સર્વગ્રાહી અને વાસ્તવિક વિચાર કરીને યોગ્ય નિર્ણય લીધો છે. આ નિર્ણયોમાં નાબાર્ડને દબાણ હેઠળના ક્ષેત્રો માટે રાહત આપવા તથા ગૃહનિર્માણને ધિરાણ આપતી કંપનીઓ માટે પાંચ હજાર કરોડ રૂપિયાની વધારાની તરલતા આપવાની બાબતનો સમાવેશ થાય છે.

તાજેતરના સમયગાળામાં સોનાની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી આ કિંમતી ધાતુ ધરાવતા નાગરિકો તેમના સોનાના જથ્થા સામે વધુ ધિરાણ મેળવવાનો પ્રયાસ કરશે.

ભારતીય રિઝર્વ બેન્કે સ્ટાર્ટ અપને અગ્રતાક્રમ ધરાવતા ક્ષેત્રમાં ગણવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આના લીધે નવા ઉદ્યોગ સાહસિકોને ધિરાણના વ્યાજદરમાં રાહતનો લાભ મળશે. એવી જ રીતે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને અપાયેલા ધિરાણ વસુલવાના સમયગાળાની પુનઃ રચનાનો નિર્ણય પણ આવકારદાયક ગણાવી શકાય.

ભારતીય રીઝર્વ બેન્કે નોંધ્યું છે કે, એપ્રિલ-મે મહિનાથી કોવિડના સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલા નિયંત્રણો દુર કરવાની પ્રક્રિયા શરૂ થતાં ભારતીય અર્થતંત્ર ધીમે ધીમે પ્રગતિશીલ બની રહ્યું છે.

રીઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું છે કે, નૈઋત્ય ચોમાસું સામાન્ય રહેતાં અને ખરીફ વાવણીનો સમય પુરો થતાં ગ્રામીણ ક્ષેત્રનું અર્થતંત્ર વધુ વેગવાન બને તેવી ધારણા છે. ટૂંકમાં ભારતીય રીઝર્વ બેન્કની નીતી વ્યાજદર સૂચવવાની સાથે સાથે મહત્વના મુદ્દાઓ અંગે યોગ્ય નિર્ણય લેવા સુધી આગળ વધી છે જેના લીધે દેશના અર્થતંત્રને નવી ગતિ મળશે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...