Skip to main content

દ્વિપક્ષીય સંબંધોને નવી ઉંચાઇએ લઈ જવાનો ભારત અને નેપાળનો લક્ષ્યાંક

કાઠમંડુ ખાતે તાજેતરમાં થયેલી ભારત –નેપાળ સંયુક્ત પંચની પાંચમી બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો પર વ્યાપક ચર્ચાવિચારણા કરાઈ હતી. જેમાં, બે દેશો વચ્ચેની કનેÂક્ટવીટી, આર્થિક ભાગીદારી, વેપાર, ઉર્જા, જળસંશાધનો સંસ્કૃતિ અને શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. બંને દેશોના વિદેશી મંત્રીઓના સહ અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ ગઈ. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર ઢાકા ખાતે બાંગ્લાદેશના આગેવાનો સાથે પરસ્પર હિત અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ કાઠમંડુ જવા રવાના થયા હતા. 

સંયુક્ત પંચની બેઠક પહેલા ડો.જયશંકરે નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલીની મુલાકાત લીધી હતી. શ્રી નરેન્દ્ર મોદી બીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ, કોઈપણ ભારતીય મંત્રી દ્વારા કરેલી આ પહેલી ઉચ્ચસ્તરીય મુલાકાત હતી. નેપાળના વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર છેલ્લા બે વર્ષ દરમિયાન થયેલી ઉચ્ચસ્તરીય મુલાકાતોના પગલે ભારત અને નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં મળેલી ગતિ અંગે સંયુક્ત પંચે ખુશી વ્યક્ત કરી હતી. નેપાળના પ્રધાનમંત્રી શ્રી ઓલીએ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મે અને ઓગસ્ટ ૨૦૧૮માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેપાળની મુલાકાતે ગયા હતા. 

ભારતના મદદથી મોતીહારી- અમલેખગુંજ પેટ્રોલિયમ ઉત્પાદનોની પાઇપલાઇન દ્વારા કાર્ય યોજના તેમજ ભુકંપ બાદ, નુવાકોટ અને ગોરખા જિલ્લાઓમાં ખાનગી હોÂસ્પટલોનું પુનનિર્માણનું કામ પૂર્ણ થયું છે. તે અંગે સંયુક્ત પંચે ખુશી વ્યક્ત કરી હતી. બંને મંત્રીઓની ઉપÂસ્થતિમાં ભારતે ગૃહનિર્માણ પ્રોજેક્ટ માટે વળતરનો ૨.૪૫ અબજ નેપાળી રૂપિયાનો ચેક નેપાળને સુપ્રત કર્યો હતો. આ ઉપરાંત, નેપાળના તેરાઈ વિસ્તારમાં માર્ગ વિકાસ જેવી માળખાકીય સુવિધા વિકસાવવા માટેની ભારત સરકારની ૫૦૦ કરોડ રૂપિયા આપવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે નેપાળને ૮૦ કરોડ રૂપિયાનો બીજા ચેક પણ આપવામાં આવ્યો તેરાઈ વિસ્તારમાં હલાકારી માર્ગના ચાર તબક્કાનું કામ પૂર્ણ થયું છે. 

બંને મંત્રીઓની ઉપÂસ્થતિમાં અન્ન સલામતી અને ગુણવત્તા સ્તર અંગે નેપાળના ફૂડ ટેકનોલોજી તેમજ ગુણવત્તા નિયંત્રણ વિભાગ અને ભારત સરકારના અન્ન સુરક્ષા અને ગુણવત્તા સ્તર માટેની સંસ્થા – એફએસએસએ૧ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા.

બેઠકની સહઅધ્યક્ષતા કરનાર ડોક્ટર જયશંકર અને નેપાળના વિદેશમંત્રી પ્રદીપ ગ્યાવલી, બંનેએ જયાનગર-જનકપુર અને જાગબની – બિરાટનગર સેક્શનના સરહદી રેલવે પ્રોજેક્ટો અને બિરાટનગરની એકીકૃત ચેકપોસ્ટ માટે થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી ઓલીની ભારત મુલાકાત દરમિયાન સંમતિ સંધાયેલા નવા ત્રણ વિસ્તારો-રક્ષાઉલ-કાઠમંડુ વીજળીકૃત રેલ લાઇન, આંતરિક જળમાર્ગો અને કૃષિ ભાગીદારીમાં પ્રગતિની પણ સમીક્ષા કરી. 

ભારત – નેપાળની સંયુક્ત ટૂકડીઓ દ્વારા રક્ષાઉ-કાઠમંડુ રેલ લીંક માટે પૂર્વ – સંભવિતતા અભ્યાસ પૂર્ણ કરી દેવાયો છે. તથા નેપાળમાં નારાયણી અને કોસી નદીઓમાં મધ્યમ કદના જહાંજ ચલાવવા માટેના આંતરિક જળમાર્ગોના પ્રોજેક્ટને ઝડપી બનાવાયો છે.

બંને મંત્રીઓએ ૧૯૫૦ની ભારત – નેપાળ શાંતિ અને મૈત્રી સંધિ અંગે અને નેપાળ - ભારત સંબંધો માટેના મહત્વના વ્યÂક્તઓના જૂથ અંગેનો અહેવાલ બંને દેશોના પ્રધાનમંત્રીઓને રજૂ કરવા અંગે પણ વિચારોની આપલે કરી. બંને પક્ષો વેપાર અને પરિવહન સંધિઓ અને સમજૂતીઓની સમીક્ષાનો જલ્દી અંત લાવવા અંગે સંમત થયા અને મહત્વના સરહદી સ્થળોએ માળખાકીય અને લોજીસ્ટીક સુવિધાઓમાં સુધારો અને તેની જાળવણી અંગે પણ સહમતી વ્યક્ત કરી.

નેપાળ ભારત સરહદ પર વારંવાર પુર અને પુરની ગંભીર ચિંતા વ્યક્ત કરતા, સંયુક્ત પંચના અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવેલ ભલામણો પર કાર્યવાહી કરવા પર સંમત થયા હતા. 

નેપાળ ભારત સંયુક્ત કમિશનની બેઠક લગભગ ત્રણ વર્ષના અંતર પછી યોજાઈ હતી, જે ઓક્ટોબર ૨૦૧૬માં નવી દિલ્હીમાં યોજાઈ હતી. 

સંયુક્ત આયોગ તંત્રની સ્થાપના ૧૯૮૭માં બંને દેશો દ્વારા આખા સ્પેકટ્ર્‌મની સમીક્ષા કરવાના આદેશ સાથે કરવામાં આવી હતી. જેનો હેતુ દ્વિપક્ષી સંબંધો અને પ્રાદેશિક સહયોગનો હતો, પરંતુ ઘણા વર્ષો સુધી તે નિષ્ક્રિય રહ્યો. 

ભારતના વિદેશમંત્રીએ કાંઠમંડુની પોતાની મુલાકાત દરમિયાન નવી દિલ્હી રવાના થતા પહેલા નેપાળના રાષ્ટ્રપતિ્ વિદ્યાદેવી ભંડારીને પણ મળ્યા હતા. 

આશા છે કે, સંયુક્ત પંચની બેઠકમાં બંને પક્ષો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી પ્રતિબદ્ધતા નેપાળ સંબંધોને નવી ઉંચાઇ પર લઈ જશે.




લેખકઃ રતન સલ્દી, રાજકીય સમીક્ષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...