Skip to main content

પ્રધાનમંત્રી દ્વાર રજૂ કરાયેલી જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના વિકાસની રૂપરેખા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજાગ સંદેશમાં જમ્મુ અને કાશ્મીરને રાજ્યને વિશેષ દરજ્જા આપતા અનુચ્ચેદ ૩૭૦ને રદ કરવા પાછળના કારણોની વિગતવાર છણાવટ કરી હતી. આ અઠવાડિયામાં સંસદના બંને ગૃહમાં અનુચ્છેદ રદ કરવાની તરફેણમાં મતદાન થયું હતું, જેથી હવે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ આ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દાયકાઓથી ચાલી રહેલા આતંકવાદ, અલગતાવાદ, પરિવારવાદ આધારિત રાજકારણ, ભ્રષ્ટાચારથી જમ્મુ અને કાશ્મીરમાં અરાજકર્તા ફેલાઈ હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અનુચ્છેદ ૩૭૦ મુક્ત જમ્મુ અને કાશ્મીર એ હવે વાÂસ્તવકતા બની છે. 

સીમાપારના આતંકવાદીઓ આ અનુચ્છેદનો ઉપયોગ દેશને નિશાન બનાવવામાં અને પૃથ્વી પરના આ નંદનવનમાં અશાંતિ ફેલાવવા માટે કરતા હતા. છેલ્લા ત્રણ દાયકાથી જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ૪૨ હજારથી વધુ ભારતીયોના મૃત્યુ માટે પાકિસ્તાન જવાબદાર છે. 

અનુચ્ચેદ ૩૭૦ના કારણે દેશના કાયદાઓ જમ્મુ અને કાશ્મીરમાં અસરકારક રીતે લાગુ પડતા નહતા. પહેલાના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં યુવાન, મહિલાઓ અને સમાજના પછાત વર્ગોને સૌથી વધુ નુકસાન થયું હતું. યુવાનોને અવસરો ન મળતાં તેમને તેમની ક્ષમતાઓનો ખ્યાલ આવી શકતો નહતો. 

શ્રી મોદીએ કહ્યું હતું કે, અનુચ્છેદ ૩૭૦ રદ થતાં ડો.બાબાસાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો.શ્યામા પ્રસાદ મુખરજી અને શ્રી અટલબિહારી વાજપેયી જેવા નેતાઓનું સ્વપ્ન વાસ્તવિકતા બન્યું છે. તેમણે કહ્યું કે, બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશોને અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જેમ તમામ અધિકારો અને લાભ મળશે. 

પ્રધાનમંત્રીએ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશોના વિકાસ માટેની રૂપરેખા રજૂ કરી શ્રી મોદીએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે અનુચ્છેદ ૩૭૦ જવાબદાર છે. હવે આ અનુચ્છેદ રદ થતાં બંને પ્રદેશોમાં નવા યુગનો પ્રારંભ થશે. પ્રધાનમંત્રીએ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહીવટીતંત્રમાં પારદર્શીતા અને સુશાસન ઉપર ભાર મુક્યો હતો.

પ્રધાનમંત્રીએ બંને કેન્દ્ર શાસિત પ્રદેશના વિકાસ માટે અનેક નવા પગલાંઓની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, રાજ્યની દોઢ કરોડ જનતા ટૂંક સમયમાં વિકાસનું પરિણામ જાશે. પ્રધાનમંત્રીએ દેશને અનેબંને કેન્દ્ર શાસિત પ્રદેશને ખાતરી આપી કે ભારત સરકાર દરેક સમયે તેમની સાથે રહેશે. 

શ્રી મોદીએ કહ્યું કે, એક સમયે કાશ્મીર ફિલ્મ શૂટિંગના કેન્દ્ર તરીકે ઓળખાતું હતું. દાયકાઓથી ભારતીય ફિલ્મ ઉદ્યોગ કાશ્મીરના રમણીય સ્થળો પર ફિલ્મોનું શૂટિંગ કરી શકતા નથી. તેમણે ફિલ્મ ઉદ્યોગને વિનંતી કરી કે, તેઓ કાશ્મીરમાં ફિલ્માંકન કરવા માટે પગલાં લે, જેથી કાશ્મીરનું અલૌકિક સૌદર્ય આખા વિશ્વમાં લાખો લોકો માણી શકે.

પ્રધાનમંત્રીએ નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના નિર્માણ માટે આગળ આવવા યુવાનો અને મહિલાઓને પ્રોત્સાહિત કર્યા. તેમણે આવનાર વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવા માટે તેમને કહ્યું જેથી તેઓ પણ વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બની શકે. પ્રધાનમંત્રી મોદીએ ખાતરી આપી કે, કાશ્મીરમાં પરિÂસ્થતિ થોડા સમયમાં સામાન્ય થઈ જશે. 

તેમણે કહ્યું કે, મતભેદો લોકશાહીનો ભાગ હતા અને દરેકને રાષ્ટ્રીય હિતને સર્વોચ્ચ રાખવા તથા જમ્મુ-કાસ્મીરને નવી દિશા આપવા માટે હાથ મિલાવવા આહ્વાન કર્યું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, લદ્દાખના લોકો લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જા મળતાં ખૂબ ખુશ છે. લદ્દાખમાં વિકાસ યોજનાઓનું ધ્યાન રાખવાની જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે. 

શ્રી મોદીએ વાયદો કર્યો છે કે, બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રેલવે લાઈનો, હોÂસ્પટલો, શાળાઓ, વિમાની મથકોના આધુનિકીકરણ જેવી માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવશે. શ્રી મોદીએ જણાવ્યું કે, પર્યટન અને અન્ય આનુષંગિક ઉદ્યોગો અને માળખાગત નિર્માણને કારણે અહિંયા રોજગારીની તકોને વેગ મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે એ સમય દૂર નથી, જ્યારે જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ બંને વિકસિત કેન્દ્ર શાસિત પ્રદેશો બનશે. 

પ્રધાનમંત્રી શ્રી મોદીએ તેમના ૩૮ મિનિટના સંબોધનમાં માત્ર વિકાસપર વાત કરી, પાકિસ્તાનના કાવતરાંઓ પર કોઈ ઉલ્લેખ ન હોતો.

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ, આ વખતે વૈશ્વિક સમુદાય પાકિસ્તાનના નાટકીયતાથી પ્રભાવિત થયો નથી.

પ્રધાનમંત્રી ઇમરાનખાને ભારતના પ્રધાનમંત્રી પાસેથી વિકાસના એજન્ડાને સ્પષ્ટ કરવાની રીત શીખવી જાઈએ, જેનો લાભ ચોક્કસ પાકિસ્તાનની જનતાને મળી રહેશે.


લેખક – પદમસિંહ, આકાશવાણીના સમાચાર વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...