Skip to main content

જી-૭ શિખિર સમિતિ

મહત્વના વૈશ્વિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા વિશ્વના સાત સૌથી વિકસિત અર્થતંત્રોને એકસમાન મંચ પૂરૂં પાડવાના ઉદ્દેશ્ય સાથે ફ્રાન્સે ૧૯૭૩માં જી-૭ શિખર પરિષદોનો પ્રારંભ કર્યો. જી-૭ સિવાયના દેશોને મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે આવરી લેવામાં આવ્યા બાદ, જી-૭ ચર્ચાઓની વૈશ્વિક અસર જાવા મળી છે. ૧૯૮૯માં ફ્રાન્સના યજમાન પદે યોજાયેલી જી-૭ પરિષદમાં આતંકવાદને અપાતી સહાય તેમજ પૈસાની અવેધ હેરાફેરીને અટકાવવા નાણાંકીય કાર્યવાહી કાર્ય એફ.એ.ટી.એફ.ની સ્થાપના કરવામાં આવી. છેલ્લા વર્ષોમાં એફ.એ.ટી.એફ.ના સભ્ય તરીકે ભારતે આ મંચના માધ્યમથી પાકિસ્તાન દ્વારા આતંકવાદને અપાતા નાણાંકીય સહાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે સહકાર માંગ્યો હતો. 

ફ્રાન્સના બિયારિટ્‌ઝ શહેરમાં યોજાયેલી જી-૭ પરિષદમાં સહભાગી થવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપેલું આમંત્રણ એ ભારતને વિશ્વની મહત્વની લોકશાહી તરીકે ગણવાની ફ્રાન્સની ઇચ્છા પરથી પ્રેરિત હતું. વિશ્વમાંથી તમામ પ્રકારની અસમાનતા વધુ અસરકારક અને બહુપક્ષીય રીતે નાબૂદ કરવા ભારતને વિશ્વના ટોચના લોકશાહી દેશોમાં સ્થાન આપવાની ફ્રાન્સની ઇચ્છા છે. 

વિશ્વમાં બહુપક્ષીયવાદને સમર્થન આપવા પ્રત્યેનો લોકશાહી દેશોની પ્રતિબદ્ધતા અનુસાર ભારત અને ફ્રાન્સે જી-૭ પરિષદ હેઠળ આબોહવા પરિવર્તન જૈવવિવિધતા મહાસાગર તેમજ ડિજીટલ પરિવર્તન જેવા મુદ્દાઓ પરની ચર્ચાને પ્રાથમિકતા આપી હતી. 

આબોહવા તેમજ જૈવવિવિધતાના મુદ્દે ભારતે જી-૭ માળખા હેઠળના તેમજ ૨૩મી સપ્ટેમ્બરમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રીની આબોહવા કાર્યવાહી પરિષદ જેવા પગલાંઓને ટેકો જાહેર કર્યો હતો.બેઠક દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી વપરાશમાં ન આવે તેવા સિંગલ યુઝ પ્લાÂસ્ટકને નાબૂદ કરવા, જળસંરક્ષણ તેમજ સૌર ઉર્જા વપરાશને પ્રોત્સાહન આપવા અને શાશ્વત ભવિષ્ય સુનિશ્ચિત કરવા ભારત દ્વારા લેવાઈ રહેલા પગલાંઓ અંગે વાત કરી હતી. 

જી-૭ પરિષદ બાદ ભારતની પ્રવૃત્તિઓમાં આબોહવા પરિવર્તનને ઘટાડવા યુએનએફસીસીસીના પેરિસ કરાર લક્ષ્યાંક મુજબ નાણાંકીય પ્રોત્સાહન દ્વારા ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા જેવા પગલાંઓનો સમાવેશ થાય છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલની કિગાલી યોજનાના ભાગરૂપે, વિશ્વમાં કાર્યક્ષમ રીતે ઠંડક પ્રસારવા ઝડપી કાર્યવાહી હાથ ધરવા બિઆરિટ્‌ઝ પ્રતિજ્ઞા લેવામાં આવી જેમાં ભારત હાઇડ્રો ફ્લુરો કાર્બન ઘટાડવા તેમજ રેફ્રિજરેટર ક્ષેત્રમાં ઉર્જાના કાર્યક્ષમ વપરાશ અંગેની ગુણવત્તા સુધારવા શરૂ કરાયેલા પ્રોજેક્ટોમાં સહભાગી થશે.

ડિજીટલ ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સ બંનેએ જ્યાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનો અમલ થાય છે ત્યાં મુક્ત સુરક્ષિતને શાંતિપૂર્ણ સાયબર સ્પેસ દ્વારા સામાજિક અને આર્થિક વિકાસનું સમર્થન કર્યું છે. જ્યારે ડીજીટલ ટેકનોલોજી અને કૃત્રિમ માહિતી સાઇબર સ્પેસ ક્રાંતિજનક સમયમાં છે. તેવા સમયે ફ્રાન્સનો મૂળભૂત સ્વાતંત્રના રક્ષણ માટેનો હતો. જી-૭ શિખર પરિષદમાં ડેટા સેટની પસંદગી અને કૃત્રિમ માહિતી ટેકનોલોજી અંગે ચર્ચા વિચારણા થઈ હતી. ભારત સહિત કૃત્રિમ માહિતીના નિષ્ણાંત જૂથે આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહકારને વધારવાની દરખાસ્ત કરી હતી. બીજુ જી-૭ ચર્ચાઓએ સુચીત મુક્ત સ્વતંત્ર અને સુરક્ષિત ઇન્ટરનેટ ચાર્ટર સહિત ઓનલાઈન જવાબદારી અને પારદર્શીતાને પ્રાધાન્ય આપ્યું હતું. 

આમાં ડીજીટલ ક્ષેત્રની સરકારો, પ્લેટફોર્મ અને વેપારીઓ સામેલ હશે. ઇન્ટરનેટ પર ભયજનક સામગ્રીના ફેલાવવાને રોકવા માટે નક્કર પ્રતિબદ્ધતાઓ કરવા તૈયાર છે. 

ત્રીજુ ઇન્ફાસ્ટ્ર્‌કચર અને ડેટાબેઝ ટેકનોલોજીમાં ખાસ કરીને ફાઈવ-જી ટેકનોલોજી અને ડેટાના મુક્ત રીતે પ્રવાહ અંગે પણ જી-૭માં ચર્ચાઓ થઈ હતી. આ ચાવીરૂપ ક્ષેત્રોમાં ભારતની સહભાગીતા માટે સાયબર સ્પેસનો ઉપયોગ વૈશ્વિક નિર્ણયો ઉપર અસર કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણા પ્લાનેટમાં ટેકનોલોજીનું સશÂક્તકરણ કરવાની આવશ્યકતા ઉપર ભાર મુક્યો હતો. ખાસ કરીને તેમણે નવીનીકરણ આગળ વધારવામાં પરિવર્તનશીલ ટેકનોલોજીની અને કેવી રીતે ભારત વધુ નવીનતા અને ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા ટેકનીકનો ઉપયોગ કરી રહ્યું છે તેના ઉપર પ્રકાશ પાડ્યો છે. જી-૭ ડિજીટલની પહેલ સંભવિત પણે આગામી સંયુક્ત રાષ્ટ્ર સભામાં સાઇબર સ્પેસ પરના બહુવિત હિસ્સેદાર શિખર પરિષદની ચર્ચાઓ માટેનો મંચ તૈયાર કરશે. લોકકેન્દ્રીત ટકાઉ વિકાસ માટે ડીજીટલ ટેકનોલોજી લાગુ કરવા પર અસરકારક આંતરરાષ્ટ્રીય સહયોગ માટેના સિદ્ધાંતો અને ઉદ્દેશો પ્રદાન કરવા માટે આવા સમેલનો યોજવાની આવશ્યકતા છે.

બિયારિટ્‌ઝ ખાતેના જી-૭ શિખર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સહભાગીતા અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ વિશ્વના અનેક નેતાઓની સાથેની મુલાકાતોએ રાજદ્વારી ક્ષેત્રે નોંધપાત્ર ગતિ પકડી છે.

ભારત ૨૦૨૨માં જી-૨૦ની પ્રેસિડેન્ટન્સી સંભાળવા જઈ રહ્યું છે ત્યારે આનાથી ભારતની વિકસી રહેલી વૈશ્વિક નેતાગીરી પર સકારાત્મક અસર થશે. 


લેખકઃ અશોક મુખરજી,

સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ 

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...