Skip to main content

ભારત-મોઝામ્બીક સંબંધો

ભારત અને મોઝામ્બીક વચ્ચેના સંબંધો નવી ઉંચાઈ પર પહોંચ્યા છે અને વધુ દૃઢ બન્યા છે. ભારતે મોઝામ્બીકમાં આર્થિક મૂડીરોકાણ વધારીને મહત્વનું પગલું લીધું છે અને તે માટેના મહત્વના કરાર પણ કર્યા છે.
સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહ તાજેતરમાં જ મોઝામ્બીકની ત્રણ દિવસની મુલાકાતે જઈ આવ્યા. ત્રણ દિવસ દરમિયાન તેમણે શ્રેણી બદ્ધ બેઠકો યોજી હતી અને તેમાં બંને દેશો વચ્ચેના ઘનીષ્ઠ સંબંધોમાં આર્થિક બાબતોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. મોઝામ્બીકના સંરક્ષણમંત્રી શ્રી અરાનાસીઓ દ્રમુકે સાથેની બેઠકમાં શ્રી રાજનાથસિંહે બંને દેશો વચ્ચેની દ્વિપક્ષી બાબતો પર ભાર મૂક્યો હતો. ભારતે મોઝામ્બીકને મૈત્રીપૂર્ણ દેશ તરીકેનો દરજ્જા આપ્યો હોવાનું તેમણે જણાવ્યું તથા આફ્રિકામાં મહત્વપૂર્ણ ભાગીદાર દેશ ગણાવ્યો.
આંકડાઓ પર નજર કરીએ તો ભારત દ્વારા મોઝામ્બીકમાં સાત અબજ ડોલરનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે, તેમાં ઉર્જા ક્ષેત્ર, કોલસા ક્ષેત્ર ચોથા ભાગનું છે. ૨૦૧૭માં મોઝામ્બીકની નિકાસમાં ભારત મહત્વપૂર્ણ દેશ હતો અને તેની કુલ નિકાસમાં ભારતમાં થતી નિકાસ ૩૫ ટકા જેટલી છે.
મહત્વની વાત એ છે કે, સંરક્ષણ મંત્રી તરીકે શ્રી રાજનાથસિંહની આ સૌપ્રથમ વિદેશ યાત્રા હતી. તેમણે મોઝીમ્બીકના સંરક્ષણ મંત્રી સાથે સુરક્ષાને લગતી ઘણી બાબતો અંગે ચર્ચા કરી હતી, તે દ્વારા દ્વિપક્ષી સંબંધો અને સુરક્ષા વધુ મજબુત કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. હિન્દ મહાસાગર વિસ્તારમાં સલામતિ માટેના ભારતના પ્રયત્નો અંગે પણ બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
આ અગાઉ ભારતે મોઝામ્બીકમાં સંદેશા વ્યવહારનાં આધુનિક સાધનો પૂરાં પાડવા માટે મદદરૂપ બનવાની જાહેરાત કરી હતી તે દ્વારા દાણચોરી, ત્રાસવાદ, ચાંચીયા પ્રવૃત્તિ, ઘુસણખોરી અને દરિયાઈ સહકાર પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતે આ માટે મોઝામ્બીકને ૪૪ જેટલાં એસયુવી વાહનો આપ્યા છે, તેની સાથે બે ઈન્ટરસેપ્ટર હોડીઓ પણ આપવામાં આવી છે. માપુટોમાં આ અંગેનો સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત ભારતીય તટરક્ષક દળની ચાર સભ્યોની ટુકડી દ્વારા મોઝામ્બીકના તટરક્ષકદળને તાલીમ અને કામગીરી અંગે કાર્યશાળા પણ યોજવામાં આવી છે, તે દ્વારા તટીય કામગીરી પણ હાથ ધરાઈ હતી.
આ અગાઉ મોઝામ્બીકના સંરક્ષણ મંત્રીએ તેની આંતરિક સલામતિને લગતી પરિÂસ્થતિથી વાકેફ કર્યા હતા. આ ઉપરાંત નિઃશ†ીકરણ તથા અખંડીતતા જાળવી રાખવા માટેના પ્રયત્નો વિશે પણ માહિતી આપી હતી.
બેઠકમાં બંને દેશની સરકારો વચ્ચેના સંબંધો આગળ ધપાવવા પર ભાર મૂકાયો હતો. આ ઉપરાંત વેપાર વ્યવહાર, વિકાસલક્ષી ભાગીદારી અને લોકો વચ્ચેનો સંપર્ક વધારવાની બાબતનો પણ ઉલ્લેખ થયો હતો.
શ્રી રાજનાથસિંહ મોઝામ્બીકના પ્રધાનમંત્રી કાર્લોસ અગોસ્ટીન્હોને પણ મળ્યા હતા. બેઠકમાં સંરક્ષણ અને સલામતિ અંગે સહકાર માટે વાતચીત થઈ હતી. મોઝામ્બીકે ત્રાસવાદ અને કટ્ટરવાદ નાબુદ કરવા માટે ભારતના સહકારની માગણી કરી છે. હિન્દ મહાસાગર વિસ્તારમાં વધુ સહકાર માટે પણ ચર્ચા વિચારણા થઈ હતી.

તેમણે મોઝામ્બીકના પ્રધાનમંત્રી શ્રી કાર્લોસ અગોÂસ્તન્હો દો રોસારિઓની મુલાકાત લીધી હતી. તેમણે સંરક્ષણ તેમજ સલામતી ક્ષેત્રે બંને દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે વિવિધ માર્ગો અંગે ચર્ચા વિચારણા કરી હતી. આતંકવાદ અને ઉગ્રવાદની વધતી જતી સમસ્યા અંગે મોઝામ્બીકે ભારત પાસેથી સહકાર માંગ્યો હતો. આ ઉપરાત હિંદ મહાસાગર ક્ષેત્રમાં પણ બંને દેશોએ પરસ્પર સહકાર અંગે મંત્રણા કરી હતી. રોકાણ ઉપરાંત બંને દેશો વચ્ચેના દિપક્ષીય વેપારમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો થયો છે. ર૦૧૦ થી ર૦૧પ વર્ષ દરમ્યાન વેપારમાં વધારો થતાં વર્ષ ર૦૧પમાં બંને દેશો વચ્ચે વેપાર ર.૪ અબજ થયો હતો. ભારતથી મોઝામ્બીક નિકાસ થતી વસ્તુઓમાં શુધ્ધ પેટ્રોલીયમ ઉત્પાદનો અને દવાનો સમાવેશ થાય છે, જયારે મોઝાÂમ્બક તરફથી ભારતને કોલસો અને કાજુની નિકાસ થાય છે. મોઝામ્બીક વી હજાર જેટલા ભારતીય વંશના લોકો રહે છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારત મોઝામ્બીક સાથે મૈત્રી પુર્ણ સોહાર્દપુર્ણ સંબંધો ધરાવે છે. વિકાસમાં ભાગીદારી અને ભારતીય સમુદાયોના લોકોથી સ્પષ્ટ થાય છે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબુત બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ર૦૧૬માં જુલાઈ મહિનામાં કરાયેલો મોઝામ્બીકની મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબુત બન્યા હતા. ર૦૧૪માં શ્રી મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ માત્ર મોઝામ્બીક જ નહી પણ આફ્રિકાના તમામ દેશો સાથે ભારત દ્વિપક્ષીય સંબંધ મજબુત બનાવી રહયો છે. ખાસ કરીને ર૦૧પ ની ત્રીજી ભારત -આફ્રિકા પરિષદ બાદ, સંસાધનોથી સંપન્ન આફ્રિકી દેશોમાં ભારતની ઉચ્ચસ્તરીય મુલાકાતોમાં વધારો થઈ રહયો છે. ત્યારબાદ આફ્રિકામાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને વરિષ્ઠ મંત્રીઓ સ્તરની કુલ ર૯ મુલાકાતો થઈ હતી. હાલ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ત્રણ દિવસની પશ્ચિમ આફ્રિકાના દેશોની મુલાકાતે છે.
હરેશ પંડ્યા, અપર્ણા ખૂંટ, જતિન કામદાર, મુકેશ પરમાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...