Skip to main content

જમ્મુ કાશ્મીરની ઐતિહાસીક કાયા પલટ – આ વિષે સમીક્ષા

ભારતીય બંધારણની ૩૭૦મી કલમમાં સુધારો કરતો રાષ્ટ્રપતિએ પાંચ ઓગષ્ટ ર૦૧૯ ના રોજ આદેશ જાહેર કર્યો છે. આ કલમથી જમ્મુકાશ્મીરને ટુંકા સમય માટે ખાસ દરજજા આપવામાં આવ્યો હતો. તેને પરત ખેંચી લેવામાં આવ્યો છે. ભારતમાં અન્ય ભાગોમાં જે કાયદાઓ અમલમાં છે તે હવેથી જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડશે. રાષ્ટ્રપતિએ આર્ટીકલ ૩પ-એ ને પણ રદ કરતો હુકમ જારી કર્યો છે. આ કલમ રાજયના લોકોને સંમ્પતીનો હક આપતી હતી. રાજય સભાએ એ જ દિવસે રાજયના પુનઃગઠન વિધેયકને પણ મંજુર કર્યો હતો. ખાસ દરજજાનો અંત આવે છે અને તેની જગ્યાએ બે કેન્દ્ર શાસિત પ્રદેશો અમલમાં આવે છે. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે અને તેમાં વિધાનસભા પણ રહેશે. લદાખમાં કેન્દ્ર શાસિત પ્રદેશ હશે પણ તેમાં વિધાનસભા નહી હોય લેફટનન્ટ ગવર્નર રહેશે. ગૃહમંત્રીએ રાજયસભામાં ચર્ચા દરમિયાન એ વાત પર ભાર મુકયો કે સંસદ ધ્વારા અમલમાં આવેલા ભારતીય કાયદાઓ જમ્મુ અને કાશ્મીરને પણ લાગુ પડશે. આમ શિક્ષણનો અધિકાર અને મહિલાઓને સમાન અધિકારથી જમ્મુ કાશ્મીરમાં વંચિત રખાયા હતા તે ભેદભાવ હવે દુર થશે. સંમ્પત્તીને લગતો કાયદો પણ અન્ય રાજયોની જેમ લાગુ પડશે. આમ જમ્મુ કાશ્મીરની વિધાનસભાની મુદત છ વર્ષને બદલે પાંચ વર્ષ રહેશે. અલગ ધ્વજ અને અલગ બંધારણ પણ નહી હોય. જમ્મુ કાશ્મીરમાં દરેક લોકો સ્થાયી થઈ શકશે. ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે આ પગલાથી લોકોનું હીત જળવાશે અને આમુલ સકારાત્મક પરીવર્તન આવશે. છેલ્લા ૭૦ વર્ષથી કેટલા કુટુંબો કુશળ રીતે આ ખાસ દરજજાનો ઉપયોગ કરી રહયાં હતા. આંકડા બતાવે છે કે દેશના અન્ય ભાગો કરતાં જમ્મુ કાશ્મીરમાં ચાર ગણો નાણા ભંડોળ આપવામાં આવતું હતું. આમ છતાં ત્યાંના લોકોએ પ્રબળ ભ્રષ્ટાચારને લીધે ત્યાના લોકોને વિકાસના ફળ ચાખવા મળ્યા ન હતા. ખાસ દરજજાને કારણે ભ્રષ્ટાચારને નાબુદ કરવામાં અડચણ આવતી હતી. હવે દેશના અન્ય ભાગોની જેમ જમ્મુ કાશ્મીરના વિકાસના દરવાજાઓ ખુલી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન, શિક્ષણ અને રોજગારીના દ્વાર ખુલી ગયા છે.

ઐતિહાસિક રીતે હૈદરાબાદ, મૈસુર અને જુનાગઢ અન્ય રાજયોની જેમ પુર્વ જમ્મુ કાશ્મીર રાજવી સ્ટેટનું ઓકટોબર ૧૯૪૭ ના રોજ ભારતમાં જાડાણ થયું હતું. ખાસ દરજજાનો છેલ્લા ૭૦ વર્ષથી હિત ધરાવતાં લોકો ઉપયોગ કરી રહયાં હતા. ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ખાસ દરજજાને નાબુદ કરવાથી આતંકવાદ ઉપર અંકુશ મેળવાશે. દેશના અન્ય ભાગોની જેમ લોકતાંત્રિક રીતે મતનો ઉપયોગ કરી શકશે. દેશના અન્ય ભાગો સાથે જાડવાથી અસરકારક સુશાસન અને વિશાળ વિકાસના ફાયદાઓની તકો ઉભી થશે. રાજયમાં યુવાનોને રોજગારીથી વંચિત રાખવાથી આતંકી પ્રવૃત્તિ વધતી હતી. તેઓ લોકતંત્ર અને અર્થતંત્રને અવરોધતા હતા. આતંકી સીન્ડીકેટ મુકત રાજકીય વાતાવરણમાં ખુલ્લી રીતે આતંકવાદી હિંસા થવાના અર્થતંત્રને અસર કરતા હતા. રાષ્ટ્રપતિના આ બંધારણીય સુધારાથી સંસદના પગલાથી રાજય અને કેન્દ્ર સરકારની મશીનરીને આતંકવાદ સામે જઝુમવા સશકત બનાવશે. રાષ્ટ્રપતિના હુકમને વિપક્ષી લોકો ટીકા કરી રહયાં છે. માત્ર આગામી સપ્તાહ અને મહિનાઓ બતાવશે કે સરકારના આ પાયાના અને મકકમ પગલાને લોકોનો કેવો ટેકો મળી રહયો છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...