Skip to main content

ભારત અને રશિયાની સહકારના નવા ક્ષેત્રો તરફ આગેકૂચ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યક્રમમાં ભારત અને રશિયા તેમના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા તરફ આગળ વધી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્લાદીવિસ્તોક ખાતે આગામી ૪ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી પાંચમી પૂર્વીય આર્થિક મંચની વાર્ષિક અને ૨૦મી ભારત અને રશિયા વચ્ચેની દ્વિપક્ષીય પરિષદમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ભારત અને રશિયા વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઉર્જા આપવા અને સહકારમાં નવા ક્ષેત્રો ઉમેરવા અંગે હાલ નવી તકો શોધવામાં છે.

ભારતીય બંધારણમાંથી કલમ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયનું સ્વાગત કરનાર સૌપ્રથમ દેશોમાં રશિયાનો સમાવેશ થાય છે. રશિયાએ આ બાબતને ભારતની આંતરિક બાબત ગણાવી હતી અને વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતના અભિગમને ટેકો જાહેર કર્યો હતો

આ મહિનાની શરૂઆતમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોય લે વ્લાદીવિસ્તોકની મુલાકાત લીધી હતી અને રશિયાના પૂર્વીય છેવાડે આવેલા રાજ્યો અને ભારતીય રાજ્યો વચ્ચે ભાગીદારી વધારવા અંગે રશિયાના નાયબ પ્રધાનમંત્રી યુરી તુતનેવ સાથે ચર્ચા વિચારણા કરી હતી.. રશિયાના અતિ દૂરના પૂર્વીય રાજ્યો સાથે આર્થિક સહકાર અને રોકાણ વધારવાને ભારત પ્રાથમિકતા આપે છે અને પૂર્વીય રાજ્યોને કેંદ્રમાં રાખી સંબધોને વ્યાપક બનાવવા તરફ વિચારી રહી છે. સંરક્ષણ, અવકાશ પરમાણુ, ઉર્જા જેવા દ્વિપક્ષીય સંબંધોના મુખ્ય ક્ષેત્રો ઉપરાંત આંતર પ્રાદેશિક સહકાર ના નવા ક્ષેત્રો શોધવા તરફ ભારત અને રશિયા આગળ વધી રહ્યા છે રશિયાના પૂર્વીય છેવાડે આવેલા રાજ્યો ભારત માટે મહત્વના છે. આ પ્રદેશ સાથેનો ભારતનો વેપાર ૨૦૧૮માં ૩ ટકાથી વધીને ૭૯૦ મિલિયન અમેરિકી ડોલર જેટલો થયો હતો જ્યારે ભારતનો રશિયા સાથેનો કુલ વેપાર ૧૦ મિલિયન અમેરિકી ડોલરથી વધુ થયો હતો. બંને દેશોએ આગામી ૨૦૨૫ સુધીમાં વિપક્ષ વેપાર ૩૦ મિલિયન અમેરિકન ડોલર જેટલો કરવાનું લક્ષ્યાંક રાખ્યો છે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ એ પણ મોસ્કોની મુલાકાત લીધી હતી અને તેમના સમકક્ષ નિકોલજ પેટૃશેવ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. ચર્ચા દરમિયાન બંને આગેવાનોએ આતંકવાદ વિરોધી સહકાર વધારવા અને સાર્વભૌમત્વ ક્ષેત્રીય એકાત્મતા ત્રીજા પક્ષદ્વારા થતી દખલગીરીનું અસ્વીકાર જેવા તત્વોની તરફેણમાં સહકાર આપવાની નેમ વ્યક્ત કરી હતી શ્રી દોવાલે ગગનજ્ઞાન કાર્યક્રમ અને અવકાશ ક્ષેત્રના હાલના સરકારની સમીક્ષા કરવા રોસકોસ્મોસના નિદેશક મિત્રી રોગોજિનની પણ મુલાકાત લીધી હતી. ૨૦૨૨માં શરૂ થનાર ભારતના ગગનજ્ઞાન મિશન માટે રશિયા મોસ્કો ખાતેના યુરી ગેગરીન કોસ્મોનોટ તાલીમ કેન્દ્રમાં ભારતના બારમાંથી ૪ અવકાશવીરો ને ૧૫ મહિના માટે તાલીમ આપશે.

વિદેશ મંત્રી એસ.જયશંકરની યાત્રા આ સપ્તાહે યોજાઈ હતી. વિદેશમંત્રીનું પદ સંભાળ્યા બાદ મોસ્કોની આ તેમની પહેલી યાત્રા હતી. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વ્લાદિવોસ્તોક ખાતે મુલાકાતની તૈયારીઓની સમીક્ષા માટે તેઓ તેમના સમકક્ષ સર્ગેઈ લેવરોવને મળ્યા હતા. તેમણે રશિયાના ઉપપ્રધાનમંત્રી યુરી બોરીસોવની પણ મુલાકાત લીધી અને બંનેએ ઈÂન્ડયા – રશિયા ઈન્ટરની સહઅધ્યક્ષતા કરી.

સરકારી આયોગ તેમજ તકનીકી અને આર્થિક સહયોગ ઉપરાંત શ્રી મોદીઅને રાષ્ટ્રપતિ પુતીનના મળ્યા બાદ સપ્ટેમ્બરમાં યોજાનાર કેટલીક કાર્યવાહીના વિષયોને જાણવા ઉપરાંત ભારતીય વિદેશ મંત્રીએ ભારત - પ્રશાંત ક્ષેત્રમાં ભારતના પરિપ્રક્ષ્યના વિષય પર વલ્દાઈ ચર્ચા કલબની ક્રિયા - પ્રતિક્રિયામાં ભાગ લીધો હતો.

ભારત અને રશિયા તરફથી આ ઉચ્ચ સ્તરીય મુલાકાતો, આ ક્ષેત્રમાં આવી રહેલા નવા ભુ-રાજકીય અને ભુ-આર્થિક ફેરફારોના સંદર્ભમાં અને તેનાથી આગળ તથા લાંબાગાળાના વિશ્વાસુ ભાગીદાર રશિયા સાથે નવો સહકાર રચવા માટે ભારતના વધી રહેલા ધ્યાનના સંદર્ભે જાવી જાઈએ. વધુ સારી દ્વિપક્ષીય ભાગીદારીની આ નવી શરૂઆતમાં એવી આશા છે કે તેમાં કૃષિ, હીરાને કાપવા, ઘસવાના એકમો સ્થાપવા, લાકડુ અને તેનો માવો લાવવા, પ્રવાસન ક્ષેત્રને બળ આપવા અને મત્સ્યોદ્યોગ અને ખાણકામના ક્ષેત્રોમાં આંતર ક્ષેત્રીય સહકાર વધારવાના નવા આયામો રચવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે.ભુતકાળમાં ભારત અને રશિયાએ સંયુકત રીતે જે ચાર ક્ષેત્રોમાં સહકાર ઉપર ધ્યાન આપ્યું હતું તેમાં ઉર્જા, ડીજીટલ અર્થતંત્ર, સ્ટાર્ટઅપ્સ અને માળખાકીય સુવિધાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીની રશિયા મુલાકાત દરમિયાન બંને દેશો જયારે સંબંધોને નવા સ્તરે લઈ જવા માટે તૈયારી કરી રહયાં છે ત્યારે ડોકટર એસ.જયશંકર અને શ્રીમાન સર્ગેય લેવરોવ વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણાઓએ સફળ રીતે સહકારના નવા ક્ષેત્રો ઓળખી કાઢયા છે, જેને ભારતીય પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પુતિન દ્વારા મંજુર કરવામાં આવશે, જેથી વ્યુહાત્મક અને આર્થિક રીતે આ સંબંધ વધુ અર્થપુર્ણ બનશે.

લેખક રશિયા પરના વ્યૂહાત્મક વિશ્લેષણ મીના સિંગ રોય

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...