Skip to main content

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં માળખાકીય સુવિધાઓની ભૂમિકા અંગે સમીક્ષા

ભારત તેનાં અર્થતંત્રનું આગામી પાંચ વર્ષમાં વિસ્તરણ કરીને પાંચ ટ્રિલીયન ડોલરનું અને તે પછીના પાંચ વર્ષમાં ૧૦ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા સજ્જ થઇ રહ્યો છે. આ ભગીરથ કાર્યમાં માળખાકીય સુવિધાનું મહત્વ સ્વીકારવું જ પડે.

સંસદના તાજેતરમાં પૂરા થયેલા સત્રમાં જણાવ્યા મુજબ ભારત માળખાકીય સુવિધાઓ માટે દર વર્ષે એક ટ્રિલીયન ડોલર ખર્ચ કરી રહ્યું છે. નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે, લોકસભામાં તાજેતરમાં આ મુજબ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં માળખાકીય સુવિધા માટે અંદાજપત્રીય ખર્ચ ૫.૯૭ ટ્રિલીયન રૂપિયા આંકવામાં આવ્યો છ. દેશના અર્થતંત્રને વર્ષ ૨૦૨૫ સુધીમાં વધારીને પાંચ ટ્રિલીયન ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક વધુ ઊંચો જણાતો હોવા છતા, તે મેળવવો શક્ય છે.

આથી જ સરકારે માળખાકીય પ્રોજેકટો માટે અનુકૂળ વલણ રાખીને તેને અગ્રતા આપી છે. નિષ્ણાંતોએ દેશના અર્થતંત્રનો વિકાસ દર આગામી પાંચ વર્ષમાં ૮ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

વાસ્તવમાં મંદીના વાતાવરણમાં પણ દેશનો વિકાસદર ૬ – ૭ ટકા રહેવા પામ્યો હતો. બજેટ પૂર્વે જાહેર થયેલ આર્થિક સર્વેક્ષણમાં તથા બજેટ રજુ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થતંત્રના ઝડપી વિકાસ માટે મૂડી રોકાણો, રોજગારીની તકો, નિકાસ અને ઉત્પાદકતા વધારવા ઉપર ભાર મૂક્યો હતો.

તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્કની નાણા નીતિ સમિતિએ બાંધકામ ક્ષેત્રના ધિરાણ મેળવનાર લોકોને પ્રોત્સાહન આપવા માટે બેંકના ધિરાણ દરમાં ૩૫ બેસીસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. 

આ સાથે જ રિઝર્વ બેન્કે તેની સતત ચોથી નાણા નીતિમાં વ્યાજ દરમાં ઘટાડો જાહેર કર્યો છે. આ સાથે રિઝર્વ બેન્કે ધિરાણનો પ્રવાહ જળવાઇ રહે તે બાબત સુનિશ્ચિત કરી હતી.

ખાસ કરીને આર્થિક પ્રવૃત્તિઓ માળખાકીય ક્ષેત્રમાં જળવાઇ રહે તે બાબતને રીઝર્વ બેંકની નીતિના લીધે વેગ મળ્યો છે. ભારતીય અર્થતંત્રમાં માળખાકીય ક્ષેત્રમાં મૂડીરોકાણ અને અર્થતંત્રના વિકાસ ક્ષેત્રોમાં એક આગવું જાડાણ જાવા મળે છે.

માર્ગો, રેલવે તથા વિમાનમથકો સહિતની માળખાકીય સુવિધાઓ અને જી.ડી.પી. વચ્ચેનું કો-રીલેશન ૦.૯૦થી વધુ છે. આ બાબત પૂરવાર કરે છે કે, જી.ડી.પી. તથા મૂડીરોકાણ વચ્ચે એક જાડાણ છે.

આથી જ કેન્દ્રની એન.ડી.એ. સરકારે વર્ષ ૨૦૧૪થી માળખાકીય ક્ષેત્રે રોકાણ વધારવા ઉપર ભાર મૂક્યો છે. શ્રી વાજપેયીની વડપણ હેઠળની એન.ડી.એ.ની સરકારે દેશમાં સુવર્ણ ચતુષ્કોણ અર્થાત ચાર દિશાઓને જાડતા ધોરીમાર્ગો બાંધવાની યોજના અમલમાં મુકાઇ હતી.

કેન્દ્ર સરકાર એવું માને છે કે, અર્થતંત્રમાં સામાજીક અને આર્થિક પરિવર્તન ત્યારે જ શક્ય બને જયારે લોકોને સતત અને સર્વસમાવેશક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે. આથી જ તાજેતરના વર્ષોમાં માર્ગો, રેલવે અને વિમાનમથક જેવા ક્ષેત્રોમાં લાંબા ગાળાના આયોજન સાથે તેમજ ખાનગી ક્ષેત્રના સાથ-સહકારમાં માળખાકીય સુવિધાના પ્રોજેક્ટો અમલમાં મુકવા ઉપર ખાસ ભાર મુકાયો છે.

સરકારે માળખાકીય ક્ષેત્રમાં ખાનગીક્ષેત્ર દ્વારા કરાતા મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે ઇન્ફ્રાસ્ટક્ચર ડેટ ફંડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મૂડીરોકાણ ટ્રસ્ટ અને રીએલ એસ્ટેટ ઇનવેસ્ટમેન્ટ ટ્રસ્ટ જેવી આર્થિક ક્ષેત્રની નવતર પહેલો હાથ ધરી છે.

સરકારે માળખાકીય ક્ષેત્રમાં મૂડી રોકાણને નવું બળ આપવા માટે ૪૦૦ અબજ ડોલરના મૂડી ભંડોળ સાથે રાષ્ટ્રીય મૂડીરોકાણ અને માળખાકીય સુવિધા ભંડોળની રચના કરી છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના સુપરનોશન ફંડ અને કેનેડાના ઓન્ટેરીઓ પ્રોવિન્સે રાષ્ટ્રીય મૂડીરોકાણ અને માળખાકીય સુવિધા ભંડોળ સાથે એક અબજ ડોલરના રોકાણની સમજૂતી કરી છે. 

આ વખતના કેન્દ્રીય અંદાજપત્રમાં પણ આગામી પાંચ વર્ષમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણના ધ્યેય સાથે માળખાકીય સુવિધાના વિકાસને નિર્ણાયક બળ પૂરૂં પડાયું છે.

લેખક : જી. શ્રીનિવાસન, વરિષ્ઠ આર્થિક પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...