Skip to main content

ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખની મુલાકાતથી ભારત અને ઝાંબીયાના સંબંધોને મળેલા નવા બળ અંગે સમીક્ષા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આમંત્રણના પગલે ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખ એડગર ચાગવા લુંગુએ ભારતની મુલાકાત લીધી હતી.

ઝાંબીયામાં નવી સરકારની રચના બાદ ત્યાંના ઉચ્ચ અધિકારીઓની આ પ્રથમ મુલાકાત છે.

આ અગાઉ એપ્રિલ ૨૦૦૩માં એટલે કે ૧૬ વર્ષ પહેલા તે વખતના ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખ લેવી મવાનવાસાએ ભારતની મુલાકાત લીધી હતી.

ભારતે આફ્રિકાના દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાની અપનાવેલી નીતિની દૃષ્ટિએ જાતા આ મુલાકાત આગવું મહત્વ ધારણ કરે છે.

ભારત-આફ્રિકા શીખર બેઠક બાદ આફ્રિકાના ૩૫ દેશોના જ્યારે ભારતના ૩૨ આગેવાનોએ એકબીજાના દેશોની મુલાકાત લીધી હતી.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એપ્રિલ ૨૦૧૮માં ઝાંબીયાની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષાની નવી તક ઉભી થઈ.

ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખને રાષ્ટ્રપતિ ભવન-દિલ્હી ખાતે વિધિવત આવકાર અપાયો હતો. આ ઉપરાંત તેમણે રાજઘાટની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી સાથે પ્રતિનિધિસ્તરની વાતચીત કરી હતી.

શ્રી લુંગુએ દિલ્હીમાં યોજાયેલી ઝાંબીયા ભારત વેપાર મંચની બેઠકમાં ભાગ લીધો હતો.

ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં સંરક્ષણ, સલામતી, વેપાર, ખનીજ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા વાતચીત કરી હતી.

તેમજ બંને આગેવાનોએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

બંને આગેવાનોએ ભારત અને ઝાંબીયા વચ્ચે સધાયેલી સમજુતીઓની વર્તમાન Âસ્થતિની સમીક્ષા કરી હતી તથા આ ક્ષેત્રે થયેલ પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રપતિ કોવિંદે ગયા વર્ષે ઝાંબીયાની મુલાકાત વખતે દવાઓ તથા તબીબી ક્ષેત્રના ઉપકરણો માટે દાનની તથા મહાત્મા ગાંધી પ્રાથમિક વિદ્યાલયને એક લાખ ડોલરના દાનની જાહેરાત કરી હતી.

ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખને આ તમામ રકમ મળી હોવાની જાણ કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે ભારત દ્વારા ઝાંબીયાના વિકાસમાં કરાતી સહાયની પ્રશંસા કરી હતી. ખાસ કરીને ઝાંબીયાના સલામતી દળોની ક્ષમતા વધારવામાં ભારત ખાસ મદદ કરી રહ્યો છે.

તેમણે જણાવ્યું કે, સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધારવાની થયેલી સમજૂતીના પગલે ભારતી હવાઈ દળ, ઝાંબીયાના સૈનિકોની તાલીમ આપી રહ્યા છે.

આ ઉપરાંત ભુસ્તરશા†, ખનીજ, આરોગ્ય, દવાઓ, કલા અને સંસ્કૃતિ વગેરે ક્ષેત્રોમાં પણ ભારત અને ઝાંબીયાએ સહકાર વધારવા સમજૂતી સાધી છે.

ઝાંબીયાની ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિપ્લોમસી એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ તથા ભારત વિદેશ સેવા સંસ્થા વચ્ચે પણ સમજુતી કરાર થયા છે. ઝાંબીયાના ચૂંટણી પંચ તથા ભારતીય ચૂંટણી પંચ વચ્ચે સહકાર વધારવા સમજૂતી સધાઈ.

ભારતે ઝાંબીયામાં સૂર્ય ઉર્જા તથા લઘુ અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્રે ઝાંબીયાના હિતમાં મહત્વની જાહેરાતો કરી હતી.

ભારત ઝાંબીયામાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ઈન્ક્યુબેશન સેન્ટર સ્થપાશે. ઝાંબીયામાં કૃષિ ક્ષેત્રના લાભમાં ૧૦૦ સૂર્ય ઉર્જા આધારીત પંપ લગાવશે. ઝાંબીયાના હવાઈદળના મથકો માટે પાંચ ફાયર ટેન્કરો પૂરા પાડશે.

આ ઉપરાંત ભારતે માનવતાના ધોરણે એક હજાર મેટ્રીક ટન – ચોખા તથા ૧૦૦ મેટ્રીક ટન દૂધનો પાવડર ઝાંબીયાને આપવાનો પણ નિર્ણય કર્યો છે.

આ બધી જ બાબતો પુરવાર કરે છે કે, ભારત ઝાંબીયાના વિકાસમાં સતત મદદ કરી રહ્યો છે.

બંને આગેવાનોએ ભારત અને ઝાંબીયા વચ્ચેનો વેપાર વધારવા ઉપર ભાર મૂક્યો હતો.

બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વર્ષ ૨૦૧૮-૧૯માં વધીને ૮૩ કરોડ અમેરિકી ડોલર જેટલો થયો છે.

ભારત દ્વારા ઝાંબીયામાં થઈ રહેલા મૂડીરોકાણમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે.

ભારત, ઝાંબીયામાં ખાણ ઉદ્યોગ, માળખાકીય સુવિધા, ઉત્પાદન ક્ષેત્ર તથા દવા ક્ષેત્રે મૂડીરોકાણ વધારી રહ્યો છે.

સમગ્ર રીતે ઝાંબીયાના રાષ્ટ્રપ્રમુખની ભારતની મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવું બળ મળ્યું છે એ બાબત નક્કી છે.


લેખીકા – ડોક્ટર નિવેદીતા રે, આફ્રિકાની બાબતોના વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...