Skip to main content

ભારત અને ફ્રાંસના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા એ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાંસની આ સપ્તાહમાં લીધેલી મુલાકાતથી બંને દેશો વચ્ચે વ્યુહાત્મક સંબંધો હજી મજબૂત બન્યા છે. કાશ્મીરને ખાસ દરજ્જા આપતી ૩૭૦મી કલમ રદ કરાયા બાદ ઊભી થયેલી પરિÂસ્થતિમાં ફ્રાંસે આ સમગ્ર બાબતને ભારતની આંતરીક બાબત ગણાવતા, ભારતના દાવાને મજબૂત સમર્થન મળ્યું કહેવાય. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં બંધ બારણે કાશ્મીર મુદ્દો ચર્ચાયો ત્યારે ફ્રાંસે ભારતના વલણને સમર્થન આપ્યું હતું. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાંસના સંબંધો સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંત ઉપર ટકયા છે. બંને દેશોના વડાઓએ ભારત - ફ્રાંસ વચ્ચેની વર્ષો જૂના મિત્રતા અને સહકારના સંબંધો હજી મજબૂત બનાવવા ઉપર ભાર મૂકીને આ હેતુથી આયોજન કર્યું હતું. બંને દેશોએ સહકાર વધારવા કૌશલ્ય વિકાસ નાગરીક ઉડ્ડયન, માહિતી ટેકનોલોજી તથા અવકાશ ક્ષેત્રોને તારવી કાઢયા છે.

શ્રી મોદીએ સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધુ મજબૂત ગણાવીને સપ્ટેમ્બર માસમાં રાફેલ યુદ્ધ વિમાનોનો પ્રથમ જથ્થો મળવાનો છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. આતંકવાદ તથા ઉદ્દામવાદને વિશ્વ સામેના મોટા પડકારો ઓળખાવીને બંને અગ્રણીઓએ સલામતી ક્ષેત્રના સહકારને વધુ વ્યાપક બનાવવાનો નિર્ણય લીધો હતો.

ભારત અને ફ્રાંસના સુદ્રઢ સહકારના કારણે જ ફાયનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને યોગ્ય માપદંડોનું પાલન નહીં કરવા માટે પ્રતિબંધીત યાદીમાં સામેલ કરાયું છે. બંને દેશોએ માર્ચ ૨૦૧૯માં મંજુર કરાયેલ તથા આતંકવાદને નાણા સહાય મળતી રોકવાના ઉપાયોને અમલમાં મૂકવાની જાગવાઈવાળા UNSCના બે હજાર ૪૬૨ ઠરાવને અમલમાં મૂકવાની અપીલ કરી છે. સંરક્ષણ ક્ષેત્રના સહકારના ભાગરૂપે ભારત અને ફ્રાંસની સેનાઓએ વરૂણ અને ગરૂડ નામની સંયુક્ત કવાયતો હાથ ધરાઈ હતી.

ભારત-પ્રશાંત વિસ્તારનું વધતું જતુ મહત્વ ઓળખીને, ભારત તથા ફ્રાંસ, મેરીટાઇમ તથા સાયબર સલામતી ક્ષેત્રનો સહકાર વધારવાનો નિર્ણય લીધો હતો. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટરીંગ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા એક સમજૂતી કરી. બંને પક્ષોએ ઉર્જા ક્ષેત્રના સહકાર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઉર્જા ક્ષેત્રે મહારાષ્ટ્રના જૈતપુરમાં પરમાણુ ઉર્જા મથકના છ પરમાણુ રીએકટ્રોના બાંધકામ સાથે ફ્રાંસની ભારતમાં ઉર્જાક્ષેત્રની કામગીરી વધુ સઘન બની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન, દ્વિપક્ષીય વેપાર વધારવા તથા વેપાર ક્ષેત્રના મુદ્દાઓ ઉકલેવા માટે આર્થિક ક્ષેત્રની મંત્રણાઓ વધારવાની સંમતિ આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેના વિદ્યાર્થીઓના સંપર્ક અને એકબીજાના દેશોમાં લઇ જવાના કાર્યક્રમને હજી સઘન બનાવવા ઉપર ભાર મૂકયો હતો. ભારતમાં ફ્રાંસથી ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. 

ભારતીય વિદ્યાર્થીઓ ફ્રાંસમાં શિક્ષણ લીધા પછી થોડાક સમય રોકાઇને નોકરી કરી શકે તે માટે ભારતીય વિદ્યાર્થીઓને મંજુરી હોય તેવી સમજૂતી બંને દેશો વચ્ચે સધાઇ છે. ભારતની અવકાશ ક્ષેત્રની જરૂરિયાત ધ્યાનમાં લઇને ફ્રાંસ ભારતીય અવકાશવીરોને જરૂરી તબીબી તાલીમ પૂરી પાડશે.

ભારત અને ફ્રાંસે, ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે સંયુક્ત સર્વગ્રાહી કાર્યયોજની –JCPOAને અનુસરવા ઉપર ભાર મૂક્યો હતો. બંને દેશોના વડાઓએ આ પ્રકારના અન્ય મુદ્દાઓનો ઉકેલ વાતચીત વડે ઉકેલવા ઉપર ભાર મૂક્યો. ભારત, જી-સાત સંગઠનનો સભ્ય દેશ ન હોવા છતાં ફ્રાંસે, ભારતને આ સંગઠનની શીખર બેઠકમાં આમંત્રણ આપ્યું છે. જી-સાત દેશોની બેઠકનો મંચ ભારત આ સંગઠનના અન્ય દેશો સાથે દ્વિપક્ષીય વાતચીતનો મંચ પૂરો પાડશે.




લેખક : પ્રોફેસર ઉમ્મુ સલમા બાવા, JNUના યુરોપીયન અભ્યાસ કેન્દ્રના ચેરપર્સન

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...