Skip to main content

યેમનમાં સ્વપ્નવત બની રહેલી શાંતિ અંગે સમીક્ષા

યેમનમાં છેલ્લા સપ્તાહમાં બનેલા ઘટનાક્રમમાં રસપ્રદ વળાંક આવ્યો હતો. એડનના બળવા બાદ યેમનમાં અલગતાવાદી ચળવળના વડાએ પ્રથમવાર સાઉદી અરેબીયા દ્વારા શરૂ કરાયેલી શાંતિવાર્તામાં સહભાગી થવાની તૈયારી દર્શાવી છે.

સંયુક્ત આરબ અમીરાત – યુએઈના સમર્થન ધરાવતા અલગતાવાદી જૂથે લોહીયાળ સંઘર્ષ ખેલીને પ્રેસીડેન્શીયલ પેલેસ ઉપર કબજા મેળવ્યો હતો. આ સંઘર્ષમાં ૪૦ લોકોના મોત થયા હતા તથા ૨૬૦ લોકોને ઈજા થઈ હતી.

અલગતાવાદી જુથના નેતા ઐદારૂસ-અલ-ઝુબૈદીએ દાવો કર્યો હતો કે, એ.એમ.હૈદીના દળોએ હૌતી ચળવળના નેતાની હત્યાનો પ્રયાસ કરતા હિંસા ફાટી નીકળી હતી. સાઉદી અરેબીયાના દળોએ એડન શહેરના સદર્ન ટ્રાન્ઝીશનલ કાઉન્સીલના ઠેકાણા ઉપર હવાઈ હુમલા શરૂ કરતા વાતચીત બાબતે જાહેરાત કરાઈ છે.

યુએઈ તથા સાઉદી અરેબીયાએ એડનમાં તનાવ ઘટાડવા માટે સરકાર તરફી યેમનના પક્ષોને આવતા અઠવાડીયે ચર્ચા કરવાનું સૂચન કર્યું છે. આ સંઘર્ષના મૂળ વર્ષ ૨૦૧૧ની ઘટના સુધી પહોંચે છે.

વર્ષ ૨૦૧૧માં થયેલા આરબ વિદ્રોહમાં અલી અબ્દુલ્લાહ સાલેહને સત્તાના સૂત્રો પોતાના નાયબ હાદીને સોંપવાની ફરજ પડી હતી. હાદીની સરકાર પોતાના શાસનકાળમાં જેહાદી હુમલા જેવા આંતરીક બાબતોના ઉકેલમાં અટવાયેલી રહી હતી.

આ ઉપરાંત ભ્રષ્ટાચાર, અન્ન સલામતી તથા દક્ષિણ અલગતાવાદી ચળવળ જેવી સમસ્યાઓ ઉકેલવામાં પણ હાદી સરકાર અટવાયેલી રહી હતી. આ બધી જ બાબતોના લીધે હૌતી-શીયા બળવાખોરોને વધુ અનુકૂળતા મળી.

હૌતી બળવાખોરોએ યેમનના નાગરીકો તથા સત્તા પરિવર્તનથી નિરાશ થયેલા સુન્નીઓના સાથ સહકારથી હૌતી બળવાખોરોએ સૌદા-સાના ઉપર નિયંત્રણ મેળવ્યું હતું.

અખાતમાં અરેબીયાના પ્રતિસ્પર્ધી ગણાતા ઈરાનનું હૌતી બળવાખોરોને સમર્થન મળ્યું હોવાની આશંકાથી સાઉદી અરેબિયાએ બળવાખોરોના વિરોધમાં અને હાદી સરકારને મદદરૂપ થવા વર્ષ ૨૦૧૫માં સંયુક્ત દળની રચના કરી.

આ સંયુક્ત દળમાં સાઉદી અરેબીયા ઉપરાંત યુએઈ, કુવૈત, બહરીન, કતાર, સુદાન, જાર્ડન અને મોરક્કો પણ જાડાયા હતા. જ્યારે અમેરિકા અને બ્રીટને અરેબિયાના સંયુક્ત દળને ઉપકરણોની મદદ આપી. સાઉદીના નેતૃત્વ હેઠળના સંયુક્ત દળોએ દક્ષિણ યેમનમાંથી હૌતીઓને ખદેડી કાઢ્યા છે.

વર્ષ ૨૦૧૭માં અરેબીયાના રીયાધ ઉપર મીસાઈલ હુમલો કર્યા બાદ સાઉદી અરેબીયાના વડપણ હેઠળના દળે બળવાખોરોના કબજા હેઠળના હોદૈદા બંદર શહેર ઉપર હુમલો કર્યો હતો. ઘણા સમયથી ચાલી રહેલા આ આંતર વિગ્રહના કારણે યેમનમાં પારાવાર જાનહાની થઈ છે. આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં તેની નોંધ વિશ્વની સૌથી મોટી માનવસર્જીત દુર્ઘટના તરીકે લેવાઈ છે.

માનવતાવાદી કામગીરી કરતી સંસ્થાએ નોંધ્યું છે કે, વીસ લાખ બાળકો તથા દસ લાખ સગર્ભા †ીઓ સહિત આશરે એક કરોડ ૪૩ લાખથી વધુ લોકોને ખોરાકની તાતી જરૂરીયાત છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બરમાં શાંતિ સમજુતીનો પ્રયાસ કર્યો હતો. હૌતી બળવાખોરોએ રીડીપ્લોયમેન્ટ અંગે વચન આપ્યું હતું પણ તે દિશામાં પ્રગતિ થઈ નથી. રાતા સમુદ્ર તથા ગલ્ફ ઓફ એડન વચ્ચેની સમુદ્ર ધુની વિસ્તારમાં આવેલ યેમન અલકાયદા તથા આઈએસઆઈએસ જેવા સંગઠનો માટે સલામત વિસ્તાર તરીકે જાણીતો છે. આ વિગ્રહને સાઉદી અરેબીયા તથા ઈરાન વચ્ચે પ્રાદેશિક પ્રભુત્વ મેળવવા શરૂ થયેલ સ્પર્ધાએ નવું બળ આપ્યું.

સાઉદી અરેબીયાના સમર્થનવાળા દળો અને યુએઈના તલીમપામેલા દળો – શીયા હૌતી બળવાખોરો સાથે લડી રહ્યા હોવાથી આ વિસ્તારની પરિÂસ્થતિ વધુ સંકુલ બની છે. યેમનમાં થયેલા વિગ્રહના કારણે વિશ્વમાં થતી ખનીજતેલની કુલ હેરફેર પૈકી ૨૦ ટકા હેરફેર જાખમમાં મૂકાઈ છે. યેમનમાં શાંતિ જળવાય તે ભારતની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ વિગ્રહની સીધી અસર ભારત અને યેમનના સંબંધો ઉપર થઈ રહી છે.

આ વિગ્રહના લીધે ભારતે તેનો રાજદૂતાવાસ સાનાથી – દીજીબૌતી ખસેડવો પડ્યો છે. ભારત સરકારે યેમનમાં પ્રવાસ નહીં કરવાની સૂચના ભારતીય નાગરિકોને આપી છે.

વર્ષ ૨૦૧૫માં ભારતે ઓપરેશન રાહત હાથ ધરીને ચાર હજાર ૬૪૦ ભારતીયો તથા ૯૬૦ વિદેશી નાગરિકોને વિમાન તથા જહાજ વડે સલામત સ્થળે ખસેડ્યા છે. ભારતીયો યેમનમાં બાંધકામ કામગીરી તથા માનવતાના ધોરણે હાથ ધરાતી કામગીરી જાડાયેલા છે, આથી જ ભારત યેમનમાં શાંતિ સ્થાપવા ઈચ્છે છે.



શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર

લેખીકા – ડોક્ટર લક્ષ્મીપ્રિયા, આઈડીએસએના સંશોધક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...