Skip to main content

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારનું એક વર્ષ – ઉજવણી અને દેખાવો – અંગે સમીક્ષા

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારને સત્તામાં એક વર્ષ પૂર્ણ થયું હતું.

સરકારે, મતદારો અને નાગરિકો પ્રત્યે આભાર વ્યક્ત કરતા દિવસ તરીકે ઉજવણી કરી હતી જ્યારે વિપક્ષોએ એક વર્ષની કામગીરીના વિરોધમાં દેખાવો કર્યા હતા.

પી.એમ.એલ. (એન) પી.પી.પી. સહિત બધા જ વિરોધ પક્ષોએ લાહોર, કરાંચી, કવેટા સહિત વિવિધ શહેરોમાં સરકાર વિરોધી દેખાવો સાથે મળીને કર્યા હતા. મરીયમ નવાઝ, બીલાવલ, ભુટ્ટો સહિત બધા જ વિપક્ષી નેતાઓએ – અમેરીકાના આદેશ મુજબ વર્તન કરવાનો આર્થિક મુશ્કેલી વધારતી કામગીરી કરનાર, વિપક્ષ સામે વેરભાવ રાખવાના આક્ષેપો પાકિસ્તાનની સરકાર સામે કર્યા હતા. મૌલાના ફઝલુર રહેમાને ઓગસ્ટ માસમાં પ્રધાનમંત્રી ઇમરાખન ખાનને રાજીનામુ આપવાની અથવા સમગ્ર દેશ ઇસ્લામાબાદ સુધી કૂચ કરીને સરકારને પદ પરથી ખસેડવામાં આવશે, તેવી ચીમકી આપી છે.

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાને ભૂતકાળમાં નવાઝ શરીફને પદ પરથી ખસેડવા માટે આંદોલન તથા રેલી જેવા માર્ગોનો પ્રયોગ કર્યો હતો.

તેમણે ઇસ્લામાબાદ તરફથી કૂચ તથા ઇસ્લામાબાદમાં ધરણા જેવા આંદોલનો કર્યા હતા, જેના લીધે જનજીવન ઠપ્પ થયું હતું. હવે વિપક્ષે પણ એજ માર્ગે આગળ વધવાનો નિર્ણય લીધો છે.

ઇમરાન ખાનની સરકારે – યુવાનોને રોજગારી અર્થતંત્રમાં સુધારો – તથા સુશાસનના વચનો આપીને સત્તા મેળવી હતી. જા કે વાસ્તવિકતાએ છે કે અર્થતંત્ર મુશ્કેલીમાં છે, લોકોની રોજગરીની તકો ઓછી થઇ રહી છે, વસ્તુઓની કિંમતો વધી રહી છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાને બાકીની ચીજવસ્તુઓ મહત્વની ન હોય એવી રીતે માત્ર રોટલી તથા નાનની કિંમતો ઘટાડવાનો આદેશ આપ્યો છે.

સરકારે નેશનલ એકાઉન્ટીબીલીટી બ્યુરોનો ઉપયોગ શરૂ કરતા નવાઝ શરીફ, અસીફ અલી ઝરદારી તથા શાહિદ ખાન અબ્બાસી જેવા ઘણા નેતાઓ ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં ધકેલાયા છે.

વિપક્ષોએ પ્રધાનમંત્રી ઇમરાન ખાન સામે તે માત્ર કઠપુતલી હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું છે કે વાસ્તવમાં બધી જ સત્તા સેના હસ્તક છે. આથી જ વિપક્ષો કટાક્ષમાં ઇમરાનખાનને પસંદ કરાયેલા પ્રધાનમંત્રી તરીકે ઓળખાવે છે.

પાકિસ્તાની સેનાના વડા જનરલ બાજવાને નવરચિત આર્થિક વિકાસ પરિષદના સભ્ય બનાવવામાં આવ્યા તે પરથી સેનાનો સરકારની કામગીરીમાં હસ્તક્ષેપ દેખાયો છે.

પાકિસ્તાનના ઇતિહાસમાં અમેરીકા સાથે મંત્રણા કરવા જતા આગેવાનો સાથે સેનાના અધિકારી જાડાયા હોય તેવો પ્રથમ બનાવ બન્યો છે. આ બાબત સેનાનો વહિવટીતંત્ર ઉપર કેટલો પ્રભાવ છે, તે સૂચવે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની મૂળના અમેરીકન અર્થશાસ્ત્રી અતીફ મીયાંને, આર્થિક વિકાસ પરિષદમાં સમાવવાના ઇમરાન ખાનની દરખાસ્તનો પાક.સેનાના કેટલાક વગદારોએ વિરોધ કરતા ઇમરાન ખાનને આ ઓફર પાછી ખેંચવાની ફરજ પડી છે.

ઇમરાન ખાન શાસન કરતા એક એવું મહોરુ છે કે જે સેનાના હાથમાં રહેલા રિમોટ કન્ટ્રોલ વડે ચાલે છે.

ઇમરાન ખાનનો તેહેરીકે – ઇન્સાફ પક્ષ નવો હોવાથી તેને પણ સેનાની સહાયની જરૂર છે. સરકારનો ટી.વી. મીડીયા પર કેટલો પ્રભાવ છે તે આ બાબત પરથી સ્પષ્ટ થાય છે. 

સત્તાવાળાઓએ ટી.વી. ચેનલોને ૨૫ મી જુલાઇએ સત્તાવાર ઉજવણીના અહેવાલો પ્રસારિત કરવાની છુટ આપી હતી પણ વિપક્ષના દેખાવોના સમાચારો દર્શાવવામાં આવ્યા ન હતા. જા કે ઇમરાન ખાન એ બાબત ભૂલી ગયા છે કે પાકિસ્તાનની આજ મિડીયાએ વિપક્ષના નેતા તરીકે તેમની કામગીરીને લોકો સુધી પહોંચાડી હતી અને તેના લીધે જ વર્ષ ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં ઇમરાનખાનને સફળતા મળી હતી.

તાજેતરમાં, પ્રસાર માધ્યમના વિરોધના ભાગરૂપે પાકિસ્તાનમાં મીડીયા કોર્ટની સ્થાપના કરવાની બાબત ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ બધી જ બાબતોને ધ્યાનમાં લેતા કાયદાના શાસનવાળુ નવું પાકિસ્તાન બનાવવાની વાત નવી સરકાર માટે મુશ્કેલ કાર્યબની રહ્યું છે. 

આગામી દિવસોમાં સરકાર તથા વિપક્ષ વચ્ચે ઘર્ષણ વધશે એ બાબત નક્કી છે.

લેખક ઃ અશોક હાંડુ – રાજકીય સમીક્ષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...