Skip to main content

એકલા પડી ગયેલા પાકિસ્તાન અંગેની સમીક્ષા

પાકિસ્તાન ધ્વારા કાશ્મીર મુદૃને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાના પ્રયત્નોને પ્રતિકુળતા મળી છે. પાકિસ્તાનના મિત્રો ચીન અને સાઉદી અરેબીયાએ પણ આ બાબતે ઉદાસીનતા બતાવી છે. રીયાધ અને બૈઇઝિંગ બંનેએ ઈસ્લામાબાદને કહયું છે કે તેઓ આ બાબતે વધુ કરી શકે તેમ નથી. હકિકતમાં બંને દેશોએ શાંતિ સ્થાપવાનું જણાવ્યું છે. ભારતે તેના બંધારણની ત્રણસો સિત્તેરની કલમ રદ કરી છે, ત્યારથી પાકિસ્તાનની સિવિલ અને મિલેટ્રી સત્તાવાળાઓએ પ્રયત્નો કર્યા છે. ભારતે અગાઉના રાજ્ય જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુનઃગઠન કર્યુ છે, જેમાં જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. ભારતની સંસદના બંને સભાગૃહોએ ખુબ જ ઉમળકા પૂર્વક મતદાન કરી તરફેણ કરી હતી. આ બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવા પાછળનો હેતુ બંને પ્રદેશોમાં વિકાસને ઝડપી બનાવવાનો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર રાજય છેલ્લા ત્રણ દાયકાઓથી સરહદ પારના આતંકવાદને સહન કરી રહ્યું હતું. આતંકવાદ નજર રાખવાનો પણ હેતુ છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી ત્રણ દાયકાઓમાં આશરે બેતાલીસ હજારથી વધુ નિર્દોષોના જાન ગયા છે. ત્રણસો સીત્તેરમી કલમ રદ બાતલ કરવાથી તેમજ બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુનઃ ગઠન કરવાની ભારતની જાહેરાતથી પાકિસ્તાનના દિલમાં તેલ રેડાયું છે. ઈસ્લામાબાદ સારી રીતે જાણે છે કે આ બાબત ભારતની આંતરીક બાબત છે અને અન્ય દેશોને કોઈ લેવા દેવા નથી. ભારતનું આ પગલુ પ્રાદેશિક વિકાસમાં પણ પરિવર્તન લાવનારૂ બની રહેશે. પાકિસ્તાનના મનમાં એવું હતું કે કાશ્મીરના પ્રશ્નને જીવંત રાખીને તેની ઈચ્છાઓ પુરી કરી શકશે. પણ હવે પાકિસ્તાન પાસે તેનો કોઈ વિકલ્પ નથી. ઐતિહાસીક રીતે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે હંમેશા હાર પામતું આવ્યું છે. એ સત્ય સ્વીકારી શકતું નથી કે જમ્મુ અને કાશ્મીરએ ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાને વાસ્તવમાં કાશ્મીરમાંની ભારતની તેર હજાર ચોરસ કિલોમીટરની જમીનને ગેરકાયદેસર રીતે લઈ લીધી છે. ઈસ્લામાબાદે તે યોગ્ય બાબત હશે કે જયારે તેને ગેરકાયદેસર રીતે કબ્જા કરાયેલી જમીન ખાલી કરે.

સુરક્ષા પરિષના કાયમી સભ્યો અમેરિકા યુકે, ફ્રાન્સ અને રશિયાએ કલમ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણય અંગે પાકિસ્તાનને કોઈ પણ પ્રકારની મદદ આપી નથી. રશિયાએ કહ્યું કે, આ નિર્ણય ભારતીય ગણતંત્રના બંધારણના માળખાની અંદર લેવાયો હતો અને પાકિસ્તાન, વચ્ચેના મુદ્દાઓ ૧૯૭૨ના સિમલા કરાર અને ૧૯૯૯ના લાહોર ઘોષણા મુજબ ઉકેલવામાં આવશે. 

જમ્મુ અને કાશ્મીરને બે પ્રદેશોમાં વિભાજન કરવાના ભારતના નિર્ણયથી અમેરિકાએ પોતાને દૂર રાખ્યું છે. અમેરિકાએ જણાવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરને અપાયેલો વિશેષ દરજ્જા રદ કરતા પહેલાં ભારતે અમેરિકાની સલાહ લીધી ન હતી. અથવા એ અંગે અમેરિકાને અગાઉ જાણ પણ કરી ન હતી. અમેરિકાના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, કલમ ૩૭૦ રદ કરવાનો નિર્ણય એ ભારતની આંતરિક બાબત છે અને જે આ પ્રદેશમાં શાંતિ જાળવવા જરૂરી છે. 

સંયુક્ત રાષ્ટ્રસંઘ - યુએને પણ આ મામલે દરમિયાનગીરી કરવા અને ભારત ઉપર દબાણ કરવાનો ઇન્કાર કર્યો છે. યુએનના મહામંત્રી એન્ટોનિઓ ગુટેર્સે બંને દેશોને ૧૯૭૨ના સિમલા કરાર મુજબ દ્વિપક્ષીય મુદ્દાઓ ઉકેલવા જણાવ્યું છે. આ ઉપરાંત આ અંગે સુરક્ષા પરિષદને માહિતગાર કરવાની પણ યુએન મહામંત્રીની કોઈ યોજના નથી. કોઈપણ ગંભીર ઘટનાને સમર્થન આપવા મહામંત્રી દ્વારા સુરક્ષા પરિષદને જાણ કરવાની પ્રથા છે. 

એટલે જ વૈશ્વિકસ્તરના વાસ્તવિક રાજકારણમાં પાકિસ્તાન ખોવાઈ ગયું છે. પરંતુ પાકિસ્તાન કાશ્મીર મામલે તે ભોગ બન્યું હોવાનું બતાવી આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવા ઇચ્છે છે પરંતુ વૈશ્વિક સ્તરે કોઈ એવું માનતું નથી. પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને જનરલ કવામાર બાજવા માટે નાણાકીય કાર્યદળની આગામી બેઠક પહેલાં દેશમાં સુવ્યવસ્થા જાળવવી જરૂરી છે. કારણ કે, આ બેઠકમાં આતંકી સંગઠનોને અપાતી નાણાંકીય સહાય મામલે પાકિસ્તાને કોઈ ચોક્કસ કાર્યવાહી ન કરી હોવાના કારણે તેને બ્લેકલિસ્ટ કરી શકાશે. પાકિસ્તાને પાડોશીયાની બાબત કરતાં તેના પોતાના નાગરિકો પર ધ્યાન કેન્દ્રીત કરવું જાઈએ.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...