Skip to main content

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પશ્ચિમ આફ્રિકાના દેશો મુલાકાતથી ભારતના આ દેશો સાથેના સંબંધો મજબૂત બન્યા – આ વિષે સમીક્ષા

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પશ્ચિમ આફ્રિકાના ત્રણ દેશો – ગામ્બીયા , બેનીન તથા ગીનીની સાત દિવસની સત્તાવાર મુલાકાત લીધી. રાષ્ટ્રપતિની મુલાકાત માટે ભારતે જે ત્રણ દેશોની પસંદગી કરી હતી, તેથી ભારત આફ્રિકા સાથેના સંબંધો મજબૂત બનાવવાને કેટલું મહત્વ આપે છે, તે બાબત પુરવાર થઇ છે. ભારતના રાષ્ટ્રપતિ પ્રથમવાર આ ત્રણ દેશોની મુલાકાતે ગયા હોવાથી શ્રી રામનાથ કોવિંદની મુલાકાતે આગવું મહત્વ ધારણ કર્યું.

બાકીના આફ્રિકન દેશોની તુલનાએ પશ્ચિમ આફ્રિકાના દેશો સાથેના ભારતના સંબંધો ભાષાની મુશ્કેલી તથા અંતરના લીધે અગાઉ મજબૂત ન હોતા. ભારતે આફ્રિકાના દેશો સાથે સંબંધો વધારવા ભૂતકાળમાં જે નીતિ અપનાવી કે પહેલો કરી હતી, તેમ છતાં પશ્ચિમ આફ્રિકાના દેશો સાથેના તેની ક્ષમતા કરતા ઓછા રહ્યા હતા.

તાજેતરમાં ભારતે આફ્રિકામાં ૧૮ મીશનો શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પૈકી મોટાભાગના મીશનો પશ્ચિમી આફ્રિકાના દેશોમાં સ્થપાશે. આ મીશનો સ્થપાતા સંબંધિત દેશો સાથે ભારતની ઉચ્ચસ્તરીય મુલાકાતો વધશે અને આ દ્રષ્ટિએ પશ્ચિમી આફ્રિકન દેશો સાથેના સંબંધોને ભારત કેટલું મહત્વ આપે છે, તે બાબત સ્પષ્ટ થાય છે.

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે – બેનીન સહિતના ત્રણ દેશો ની મુલાકાત વખતે ત્રણ દેશો પૈકી બેનીન અને ગામ્બીયાની નેશનલ એસેમ્બ્લીઓમાં સંબોધન કર્યું હતું. તથા ત્રણેય દેશોમાં વસતા ભારતીયો સાથે ખાસ કાર્યક્રમોમાં સંવાદ પણ કર્યોહતો.

આ બધા જ સંવાદો તથા મંત્રણામાં વેપાર, મૂડીરોકાણ, કૃષિ, ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત વિશ્વની વિવિધ ઘટનાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

બેનીનમાં બન્ને દેશો આર્થિક તથા દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા સંમત થયા હતા. રાષ્ટ્રપતિ કોવિંદે બેનીનના નાગરિકોને ઇ- વિઝા સુવિધા આપતા, નોંધ્યું હતું કે આના લીધે વેપાર ક્ષેત્રના સંબંધો મજબૂત અને સરળ બનશે. ગામ્બીયાની મુલાકાત દરમ્યાન શ્રી કોવિંદે ગામ્બીયા પાસેથી ભારતને રહેલી અપેક્ષાઓની વિગતો આપી હતી.

આ ત્રણેય દેશો સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા રાષ્ટ્રપતિએ મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે બેનીનના મહત્વના પ્રોજેક્ટો માટે ૧૦ કરોડ અમેરીકી ડોલરની ધિરાણ આપવાની જાહેરાત કરી.

એવી જ રીતે ગામ્બીયામાં ગૃહ ઉદ્યોગ – કુટીર ઉદ્યોગોના વિકાસ, ન્યાયતંત્ર – પોલીસતંત્ર તથા વહિવટીક્ષેત્રે તાલીમ આપવી, જેવા પ્રોજેક્ટો માટે પાંચ લાખ અમેરીકી ડોલરની સહાય ભારતે જાહેર કરી હતી. ગીનીમાં પાણી પુરવઠા યોજના માટે ૧૭ કરોડ અમેરીકી ડોલરની સહાયની જાહેરાત શ્રી કોવિંદે કરી હતી.

પર્યાવરણના રક્ષણ માટે સૌર ઉર્જાના ઉપયોગનું મહત્વ સમજાવીને રાષ્ટ્રપતિ કોવિંદે આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા જૂથમાં જાડાવા બદલ ગામ્બીયા, ગીની તથા બેનીનનો આભાર માન્યો. ભારતે સંરક્ષણ ક્ષેત્રના સંબંધો મજબૂત બનાવવા ઉપર પણ ભાર મૂક્યો હતો. ગીનીના અખાતમાં ચાંચીયાઓના ત્રાસને ધ્યાનમાં લઇ ભારતે ગીનીને આ ક્ષેત્રે ક્ષમતા વધારવા જરૂરી સહાય આપવાની તત્પરતા વ્યક્ત કરી હતી.

ત્રણેય દેશોએ રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં આતંકવાદના વધતા ભય અંગે ચિંતા વ્યક્ત કરી હદતી. આ મુલાકાત વખતે ભારત સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર મજબૂત બનાવવા વિવિધ સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બેનીનમાં બંને દેશોએ – સાંસ્કૃતિક વેપાર, વીમો, તથા વિઝામાં રાહત જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગેની સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા હતા.

ગામ્બીયામાં – પરંપરાગત ઉપચાર પધ્ધતી તથા હોમીયોપથી ક્ષેત્રે સહકાર વધારવા સમજૂતી સધાઇ હતી. એવી જ રીતે ગીનીમાં પણ તબીબી, સાંસ્કૃતિક તથા પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સહકાર વધારવાની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા. સમગ્ર રીતે જાતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ત્રણ દેશોની મુલાકાત ખુબ જ સફળ રહી.
લેખીકા ઃ ડા. નિવેદીતા રે, આફ્રિકાની બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...