Skip to main content

સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન એકલુ પડયું – અંગે સમીક્ષા

કાÂશ્મર મુદૃ વૈશ્વિક બનાવવાના પાકિસ્તાનના પ્રયાસો ફરી નિષ્ફળ રહયાં છે. સંયુકત રાષ્ટ્રસંઘના સુરક્ષા પરિષદ ધ્વારા તે અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ચીને તેના દીર્ધકાળના સાથી પાકિસ્તાનની વિનંતી ઉપર આ મુદૃ એ સુરક્ષા પરિષદના તમામ ૧પ સભ્યોની તાત્કાલીક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં માત્ર ચીન જ જમ્મુ અને કાશ્મીર અંગે ભારતે લીધેલા નિર્ણય અંગે ચિંતા વ્યકત કરી હતી. જયારે બાકીના બધા સભ્યોએ પાકિસ્તાનને આ મુદૃ અંગે ભારત સાથે દ્વિ-પક્ષીય વાટાઘાટો કરવા સલાહ આપી હતી. ભારતે તેના બંધારણમાંથી જમ્મુ અને કાશ્મીર રાજયને લગતા કલમો રદ કર્યા બાદ આ મામલે પાકિસ્તાનની ઉંધ ઉડી ગઈ છે. ભારતના આ પગલા બાદ પાકિસ્તાનના કાશ્મીર ઉપરના દાવાને ઠપકો અપાયો છે. જમ્મુ અને કાશ્મીર અંગેનો નિર્ણય તેની આંતરીક બાબત છે તેવા ભારત ધ્વારા આપેલા નિવેદનની સંયુકત રાષ્ટ્ર વહીવટી તંત્ર ધ્વારા નોંધ લેવામાં આવી છે. રશિયાએ આ પગલા ભારતીય બંધારણની ક્ષેત્ર મર્યાદામાં લેવાયા હોવાનું જણાવ્યું હતું અને બંને દેશોને આ મુદૃ રાજકીય અને રાજદ્વારી વાટાઘાટોથી ઉકેલવા જણાવ્યું હતું. સુરક્ષા પરિષદે આ બેઠકના પરીણામ અનૌપચારીક રીતે જાહેર કરવાના ચીનના પ્રયાસો પણ નિષ્ફળ બનાવ્યા હતા. જેના કારણે હવે આ બેઠક કાશ્મીર મુદ્દાની નોંધ લઈ શકે તેવી ઔપચારિક બેઠક ગણી શકાશે નહીં. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ચીનના રાજદૂતે પાકિસ્તાનની તરફેણમાં કરેલી રજૂઆત સાંભળી હતી, પરંતુ આ અંગે અનૌપચારિક નિવેદન જાહેર કરવાની તેની માંગણી પર કોઈએ ધ્યાન આપ્યું નહોતું. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ સઇદ અકબરૂદ્દિને આ મામલે ચીનના રાજદૂતને સવાલ કર્યો હતો અને તેની રજૂઆતનું વર્ણન કાશ્મીર અંગેના ચીનના મન્તવ્યો સુરક્ષા પરીષદના ૧પ સભ્યોના મંતવ્યો છે તેવું બતાવવાનો પ્રયાસ તરીકે કર્યું હતું.

પાકિસ્તાનને અપેક્ષા હતી કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જમ્મુ અને કાશ્મીરની પરિÂસ્થતિ અંગે ચિંતા વ્યક્ત કરતું નિવેદન બહાર પાડશે અને ભારતને કડક પગલાં લેવાથી અટકાવશે. પરંતુ, પાકિસ્તાન સુરક્ષા પરિષદમાં પૂર્ણપણે એકલું પડ્યું હતું. જાકે, પાકિસ્તાની સરકારે તેની ભોળી જનતાને એ સમજાવવાનો સફળ પ્રયાસ કર્યો છે કે, કાશ્મીર મુદ્દાને વૈશ્વિક બનાવવામાં તેમણે સફળતા મળી છે. ૧૯૭૧ બાદ પહેલીવાર સંયુકત રાષ્ટ્રસંઘમાં કાશ્મીર મુદૃ ઉપર ચર્ચા થઈ, પરંતુ સુરક્ષા પરિષદે બંધ બારણે અનૌપચારિક રીતે આ મુદૃ અંગે ચર્ચા કરી હતી.



યુનાઈટેડ નેશન્સ માટે આ બાબત સંબંધિત નથી તેમ જણાવી સભ્યોના અભિપ્રાયોને પણ ધ્યાનમાં લેવાયો ન હતો. આ બાબત ચીનના દબાણના કારણે લેવાયો હતો, ચીને અગાઉ પાકિસ્તાન Âસ્થત જૈસ – એ અહોમ્મદનો વડો મસુદ અઝરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા બાબતે નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. ચીન અને પાકિસ્તાન બંને સંપુર્ણ રીતે એકલા પડેલા જણાયા હતા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સુરક્ષા પરિષદની બેઠકમાં અમેરીકાના પ્રમુખ કાશ્મીર મુદૃ તેમનું વલણ બદલે તેવા છેલ્લી મીનીટ સુધીના નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા. પ્રમુખ ટ્રમ્પે ઈમરાન ખાનને સ્પષ્ટ રીતે ભારત સાથે દ્વિપક્ષીય રીતે મસલાને હલ કરવા જણાવ્યું હતું. વાસ્તવમાં ૧૯૭ર નો સીમલા કરાર અને ૧૯૯૯ નો લાહોર ડીકલેરેશન જેઓમાં ભારત – પાકિસ્તાને હસ્તાક્ષર કર્યા હતા. તે સંબંધિત કરારોથી સુરક્ષાદળના સભ્યોને ખાતરી થઈ હતી. ભારતે હંમેશા કહયું છે કે આ બે કરારો બાદ કાશ્મીરની બાબત તે ત્રીજા પક્ષનો કોઈ ફાળો રહેતો નથી. ભારત પાકીસ્તાન સાથે દ્વિપક્ષી રીતે ચર્ચા કરવા તૈયાર છે અને તે બાબતની પ્રતિબધ્ધતા છે. પરંતુ આ માટે પાકિસ્તાને સૌ પ્રથમ આતંકવાદને બંધ કરવો પડશે. આતંકવાદની સાથે વાટાઘાટો થઈ શકે નહી તે બાબતે ભારત મકકમ છે. ચીનના રાજદુતે ભારતને જમ્મુ કાશ્મીર બાબતે એક પક્ષી નિર્ણય ન લેવા જણાવ્યા બાદ યુ.એન. ખાતેના ભારતના કાયમી પ્રતિનીધિએ કલમ ૩૭૦ ને રદ કરવાની બાબત એ ભારતની આંતરીક બાબત છે અને બહારના પક્ષોએ તેમા દખલગીરી કરવાની કોઈ જરૂર નથી તેમ ભાર પુર્વક બાબત રજુ કરી હતી. અકબરૂદૃને પાકીસ્તાનને જમ્મુ કાશ્મીરના મુદૃઓ છોડી દેવા જણાવ્યું હતુ. કેમ કે તે યુએનના સત્તાધિકાર હેઠળ નથી. યુએનએસસી માં ફરીવાર પાકિસ્તાનના નિષ્ફળ પ્રયત્નોથી એ બાબત નિશ્ચિત બની છે કે કાશ્મીર મુદૃ પાકિસ્તાનને સાથ આપનાર કોઈ રહયું નથી.

લેખક ઃ રણજીત કુમાર, વરિષ્ઠ પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...