Skip to main content

દક્ષિણ ચીની સમુદ્રમાં વધી રહેલા તણાવ-આ અંગે સમીક્ષા

દક્ષિણ ચીની સમુદ્રમાં તણાવો વધતાં દક્ષિણ ચીની સમુદ્ર અંગેનો વિવાદ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. બેંકોક ખાતે ચાલી રહેલી નવમી પુર્વ એશિયાના વિદેશ મંત્રીઓની પરિષદમાં આ વિવાદ ઉપર ચર્ચા થવાની પુર્ણ સંભાવના છે.ભારત તરફથી વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર આ પરિષદમાં ભાગ લઈ રહયાં છે. હૈયાંગડિઝી આઠ નામના ગત મહિનાના પહેલા અઠવાડીયામાં ચીનના સર્વેક્ષણ જહાજે વિયેતનામના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં ર૦૦ મીટર અંદર ઘુસી દરિયાઈમાં ધરતીકંપને લગતું સર્વેક્ષણ હાથ ધર્યુ હતું. જેના પગલે વિયેતનામમાં ચિંતાઓ વધી ગઈ હતી. ચીન, તૈવાન અને બુનાઈ, મલેશિયા, ફિલીપાઈન્સ જેવા પ્રમુખ દક્ષિણ પુર્વ એશિયાઈ દેશો દક્ષિણ ચીન સમુદ્ર ઉપર દાવો કરે છે. આ એક લાંબા સમયથી ચાલી રહેલો દરિયાઈ સીમા વિવાદ છે. જેના કેન્દ્ર સ્થાને ચીન છે.

દક્ષિણ ચીની સમુદ્ર મામલે ચીનના વર્તનનું ધ્યાનપુર્વક વિશ્લેષણ કરીએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે ચીન તેનો દાવો છોડવા અને અન્ય દેશોને છુટ આપવા ઈચ્છતુ નથી. રાષ્ટ્રપ્રમુખ રોડિગો ડયુર્ટેની આગેવાની હેઠળ ફિલીપાઈન્સના દાવાનો ગંભીરતા ઓછી થઈ છે. પરંતુ વિયેતનામ હજુ પણ દક્ષિણ ચીન સમુદ્રમાં દરિયાઈ સરહદ અંગેના તેના અભિગમ ઉપર મકકમ છે. એટલે જ દક્ષિણ ચીની સમુદ્ર ખુબ જ મહત્વ ધરાવે છે. તે કુદરતી સંસાધનોથી સંપન્ન છે. દક્ષિણ ચીની સમુદ્રની અંદર અગીયાર અબજ બેરેલ તેલ અને ૧૬૦ ટ્રીલીયન કયુબીક ફોટ કુદરતી ગેસ છે. તે દરિયાઈ સંચાર માટેનો મહત્વનો માર્ગ છે. જેમાંથી ૮૦ ટકા જેટલો ચીનની આયાતો પસાર થાય છે.

લાંબા સમય સુધી સંયમ રાખ્યા પછી વિયેતનામે ફરીથી આ મુદૃનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનું વલણ અપનાવ્યું છે. આ વખતે તેણે આ મુદૃ આંતરરાષ્ટ્રીય સહયોગ માંગ્યો છે. વિયેતનામ ચર્તુપક્ષીય સુરક્ષા વાટાઘાટો અંતર્ગત થતાં મોટા પ્રયત્નોને પણ વધુ સમર્થન આપી રહયું હોય તેમ લાગે છે. ભારત આ વિવાદમાં કોઈ પક્ષ તરીકે પણ નથી કે તે કોઈ એક દેશ સાથે પણ નથી. પરંતુ તેના આ સમુદ્ર સાથે મોટા હિતો જાડાયેલા છે. દક્ષિણ ચીની સમુદ્ર માટે મહત્વનો છે, કારણ કે તેમા ભારતના ઓ.એન.જી.સી. નો વ્યાપારિક હિસ્સો છે. ભારતની સત્તાવાર દરજજા નોંધપાત્ર રીતે સંયુકત રાષ્ટ્રના સમુદ્રી નિયમો અંગેના ૧૯૮ર ના સંમેલનના આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર ઓવર ફલાઈટની સ્વતંત્રતા સુરક્ષિત કરવાનો અને આંતરરાષ્ટ્રીય પાણીમાં અમર્યાદિત કાયદાકીય વેપાર સુનિશ્ચિત કરવાનો છે.

વિયેતનામ દ્વારા હંમેશા પુર્વ એશિયન પ્રદેશમાં ભારતની હાજરીને આવકારવામાં આવી છે. ભારત અને વિયેતનામ વચ્ચે સૌહાર્દપુર્ણ સંબંધો છે અને ભારતને વિયેતનામનો વિશ્વાસુ તેમજ નૈસર્ગિક સહયોગી દેશ માનવામાં આવે છે. વિયેતનામના વ્યાપક વ્યુહાત્મક સહયોગી ત્રણ દેશોમાં ભારત એક છે, બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય રાજકીય વિશ્વાસ જાવા મળે છે. ભારતને દક્ષિણ પુર્વ એશિયાના દેશોમાં એક જવાબદાર શકિતશાળી દેશ માનવામાં આવે છે. ભારતને આસિયાન નેતૃત્વ અંતર્ગત પુર્વ એશિયા સમિટ, આશિયાન પ્રાદેશિક મંચ વગેરેમાં મહત્વપુર્ણ ગણવામાં આવે છે. વિયેતનામ અને ચીન વચ્ચેના ભારતના મજબુત સંબંધોને જાતાં એ સ્વાભાવિક છે કે વિયેતનામ તેના સંદેશા વ્યવહારની સૌથી મહત્વપુર્ણ સમુદ્રી રેખાઓમાંથી એકને સુરક્ષિત રાખવા માટે ભારતના કદ પ્રમાણે તેના તરફ ધ્યાન આપશે.

ચીન સાથે બહુપક્ષીય વાટાઘાટો પર આગ્રહ રાખવાની તેમની અગાઉની Âસ્થતિથી દુર થતાં ફિલીપાઈન્સ અને વિયેતનામ પણ હવે અગાઉની Âસ્થતિથી દુર થતાં ફીલીપાઈન્સ અને વિયેતનામ પણ દ્વિપક્ષી મંત્રણા માટે યોગ્ય છે.

એક બાજુ ભારત અને વિયેતનામ વ્યુહાત્મક ભાગીદારો છે, તો ભારતે ચીન સાથેના તેના સંબંધોમાં પણ સકારાત્મકતા જાળવી રાખી છે. ભારતે હંમેશા આસિયાનની કેન્દ્રીયતાના મહત્વ ઉપર ભાર મુકયો છે. આમા સંકળાયેલા તમામ પક્ષો સંયુકત રાષ્ટ્રના સમુદ્રના કાયદાઓનો સમર્થન કરે તે સૌના હિતમાં છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...