દોહામાં અમેરિકા તથા તાલીબાનોના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી મંત્રણાઓ સકારાત્મક વલણ સાથે પૂર્ણ થઈ છે. આ મંત્રણામાં ચોક્કસ સમયમર્યાદામાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકા તથા નાટો સંગઠનના દળોને પાછા બોલાવા બાબતે શાંતિ સમજૂતી સધાઈ છે.
તેના બદલામાં તાલીબાનોએ ખાતરી આપી છે કે, તેઓ અફઘાનિસ્તાનમાં અલ-કાયદા તથા આઈએસઆઈએસ જેવા આતંકવાદી સંગઠનોને પગ મૂકવા દેશે નહીં. એવી જ રીતે તાલીબાનોએ સત્તાની વહેંચણી બાબતે અફઘાન સરકાર સાથે મંત્રણા કરવાનો તથા અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થીરતા સ્થાપવાનો પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.
અમેરિકા સાથે મંત્રણા કરવા માટે વર્ષ ૨૦૧૩માં તાલીબાનોની દોહા ઓફિસનો આરંભ થયો હતો.
અગાઉ મંત્રણાના દોર યોજાયા હતા પણ મંત્રણા નિષ્ફળ ગઈ હતી.
વર્ષ ૨૦૧૪માં અમેરિકા અને નાટોના દળોએ આક્રમણની ઝુંબેશ પૂરી કરીને આ જવાબદારી અફઘાનિસ્તાનની સેનાએ સોંપી ત્યારપછી મંત્રણા ફળદાયી થવાનો માર્ગ મોકળો થયો.
હાલ તાલીબાનો અફઘાનિસ્તાનના ૫૦ ટકા વિસ્તાર ઉપર કબજા ધરાવે છે અને અફઘાન સેનાની ક્ષમતા તાલીબાનો કરતા ઓછી છે.
આથી એ બાબત સ્પષ્ટ થઈ કે તાલીબાનો સાથે મંત્રણા કર્યા વિના કે તેમને સત્તામાં હિસ્સો આપ્યા વિના અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપના કરવી શક્ય નથી.
અમેરિકાના દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાનું વચન આપનાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાન અને તાલીબાનો વચ્ચે વાતચીત યોજવા, અમેરિકાના અફઘાનિસ્તાનના દૂત તરીકે ઝલ્મી ખલીલઝાદની નિમણૂક કરી છે. તેઓ અમેરિકાના દળો અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાની કામગીરી પણ સરળ બનાવવામાં મદદરૂપ થવાના છે.
અફઘાન શાંતિ પ્રક્રિયાના વિવિધ સ્તરો છે. અમેરિકા અને તાલીબાનો વચ્ચે સીધી મંત્રણા ઉપરાંત અફઘાનિસ્તાનમાં હિત ધરાવતા દેશો પણ લાગતાવળગતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
અમેરિકાએ તાલીબાનો સાથે મંત્રણા શરૂ કરી તે પહેલા ચીને તાલીબાનો સાથે એકથી વધુ વખત વાતચીત કરી હતી. આ વાતચીતમાં પાકિસ્તાને પણ ભાગ લીધો હતો.
આ ઉપરાંત રશિયાની વાતચીતની પહેલને મોસ્કો ફોર્મેટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પણ તાલીબાનો જાડાયા હતા.
આ મંત્રણાઓ ઉપરાંત પાકિસ્તાન, અમેરિકા અને અફઘાનિસ્તાન તેમજ ચીન-પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, અમેરિકા-રશિયા અને ચીન – આ દેશોની મંત્રણાઓ પણ યોજાઈ હતી.
દોહા ખાતેની મંત્રણા ઉપરાંત હાર્ટ ઓફ એશિયા નામની ઈસ્તંબૂલની શાંતિ મંત્રણા પણ યોજાઈ છે.
આ બધી જ મંત્રણાઓના પ્રયાસો દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં ભવિષ્ય ધરાવતા તથા રસ ધરાવતા દેશો ત્યાંની રાજકીય પ્રક્રિયા સાથે જાડાયેલા રહેવાના પ્રયાસો કરી રહ્યા છે.
અમેરિકા તથા તાલીબાનો વચ્ચેની મંત્રણા કોઈ સમજૂતી તરફ આગળ વધી રહી છે, ત્યારે અફઘાનિસ્તાનના ભવિષ્યને લઈને કેટલાક પ્રશ્નો મનમાં ઉભા થઈ રહ્યા છે.
ભવિષ્યમાં નવું શાસન સત્તાના સૂત્રો સંભાળશે ત્યારે તેનું સ્વરૂપ કેવું હશે?
તાલીબાનોએ એક તરફ એવી ખાતરી આપી છે કે, તેઓ આક્રમક વહિવટ કે શાસન તરફ પાછા ફરશે નહીં તો બીજી તરફ તાલીબાનોના મુખ્ય મંત્રણાકાર શેર મહંમદ અબ્બાસ સ્તાનીકઝાઈએ દોહરાવ્યું હતું કે, યુદ્ધ ચાલુ રખાશે.
ભારતે અફઘાનિસ્તાનની વિકાસ કામગીરીમાં અત્યાર સુધીમાં ત્રણ અબજ અમેરિકી ડોલરનું રોકાણ ક્યું છે. ભારત અફઘાનિસ્તાનમાં ઝડપથી બની રહેલી ઘટનાઓ ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. ભારતને અફઘાનિસ્તાનમાં ૧૯૯૧ની જેમ ગૃહયુદ્ધની સંભાવના થવાની આશંકા છે.
જાકે ભારતે અફઘાનિસ્તાનના ભાવિનો નિર્ણય અફઘાની લોકો દ્વારા અને તેમના નેતૃત્વમાં લેવાય તે ઉપર ભાર મૂક્યો છે.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકો ચોક્કસ શરતોના આધારે પાછા ફરશે ત્યારે અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયાનો મહત્વનો તબક્કો શરૂ થશે.
એવી જ રીતે તાલીબાનો તથા અફઘાનિસ્તાનની સરકાર વચ્ચે યોજાનારી મંત્રણા કઈ દિશામાં આગળ વધશે તે બાબત હજી નિશ્ચીત નથી અને આજ મહત્વનો સમયગાળો અફઘાનિસ્તાનનું રાજકારણ અને દિશા નિર્ધારીત કરશે
લેખીકા – ડોક્ટર સ્મૃતી પટનાયક, દક્ષિણ એશિયા બાબતોના વિશ્લેષક

Comments
Post a Comment