Skip to main content

પાંચ ટ્રિલીયનનું અર્થતંત્ર બનવા તરફ ભારતની આગેકૂચ અંગે સમીક્ષા

ર૦૧૯ ના અંદાજપત્રમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે ર૦ર૪ સુધીમાં ભારતને પાંચ ટ્રિલીયનનું અર્થતંત્ર બનાવવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટેના રોડમેપ પર ભાર મુકયો હતો. તેમણે નવી નીતીઓ ધરાવતી દાયકા માટેની વિઝનની જાહેરાત કરી હતી. જેમાં રોકાણ અને આર્થિક વિકાસ ઉપર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેમાં ભૌતિક અને સામાજિક માળખાકીય સુવિધાઓના મજબુતીકરણ ડિજિટલ માળખાકીય સુવિધા દ્વારા નાણાંકીય સમાવેશ કર્તા પોષણ, મહિલા અને બાળકો માટે સારૂ આરોગ્ય, જળ વ્યવસ્થાપન, દરિયાઈ વિકાસ, અવકાશ કાર્યક્રમનું મજબુતીકરણ, અનાજ અને કઠોળ ઉત્પાદનમાં સ્વનિર્ભરતા, મેક ઈન ઈÂન્ડયાનો વિકાસ, આયુષ્માન ભારત યોજનાનું મજબુતીકરણ જેવા પગલાઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દરેક ભારતીય આ વિકાસ પ્રક્રિયાનો ભાગ બનશે. ર૦ર૪ સુધીમાં પાંચ ટ્રીલીયનનું અર્થતંત્ર બનાવવા માટેના માળખાગત સુધારણાના સ્પષ્ટ યોજના બનાવામાં આવી છે. જા કે પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર કાઉન્સીલના સભ્ય રથિન રોયે આવેલી ચેતવણી મુજબ ભારતનો વિકાસ મધ્યમ આવક ધરાવતા વર્ગ સુધી અટવાઈ ગયો છે જેના કારણે ભારત આ લક્ષ્યાંક હાંસલ ન કરી શકે તેવી સંભાવના છે. મોદી સરકાર બીજા કાર્યકાળમાં વિકાસ માટે રોકાણને પ્રોત્સાહન આપવા પર ભાર મુકી રહી છે. ભારતીય અર્થતંત્રમાં રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે રાજકોષીય એકીકરણ અગત્યનું છે. ભારતને રાજકોષીય એકીકરણ કરતી વખતે સાવચેતી રાખવી જાઈએ. તેની અસર દેશમાં કુલ મુડી નિર્માણ પર ન થવી જાઈએ. જાહેર ખર્ચ ઓછો કરવાના બદલે કરવેરામાં વધારો કરીને રાજકોષીય એકીકરણ કરવુ અર્થતંત્રના વિકાસ માટે મહત્વપુર્ણ છે.

આર્થિક વિકાસ માટે કરવેરા એ મજબુત નીતી તરીકેનું સાધન છે. કરવેરાના મોરચે સુયોજિત કોર્પોરેટ કરવેરા બધી જ કંપનીઓ માટે ઘટાડીને રપ ટકા કરવામાં આવ્યો કે જેનું ટર્ન ઓવર ૪૦૦ કરોડ સુધીનું હોય. જીએસટીમાંથી મહેસુલી આવક વધારવા માટે રીટર્ન ભરવાની સરળતા અંગેના પગલા પર વધુ ભાર મુકવો જરૂરી છે. ભારતને ખેતીના સંકટને દુર કરવા વધુ યોજના બનાવવાની પણ જરૂર પડશે. આજે પણ ભારતમાં મોટા ભાગે ખેતી પાક વરસાદ પર આધારીત છે. જેથી ચોમાસુ ખરાબ જાય તો ખેડુતોને કાયમી દેવા તરફ ધકેલી દે છે. મજબુત આર્થિક વિકાસ માટે વસતી વિષયકને લાભને જાતા શિક્ષણ અને આરોગ્યલક્ષી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પણ આવશ્યકતા છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે છેલ્લા ૧પ વર્ષથી જેન્ડર બજેટીંગનું મુલ્યાંકન કરવા તજજ્ઞ સમિતિની રચના કરવામાં આવશે. આ નીતીની જાહેરાત એ જાતી પ્રત્યે સંવેદનશીલ માનવ વિકાસ પર ભાર મુકતા બીજી મોદી સરકારના સર્વ સમાવેશી વીકાસના સિધ્ધાંતને વધુ મજબુત બનાવે છે.



ગરીબ પરીવારો સુધી સરકારી કાર્યક્રમો પહોંચે તે માટે છેવાડા સુધીની કનેકટીવીટી મહત્વની છે. ઉર્જા માળખામાં ઉજવલ્લા કાર્યક્રમ જેન્ડર બજેટીંગનું પ્રતિનિધિત્વ કરે છે, જેમોદી સરકાર દ્વારા મહત્વનું નીતીગત પગલુ છે. ઉદય કાર્યક્રમ એ ડીસકોમ્સ ઉર્જા વિતરણ કંપનીઓના નાણાંકીય અને સંચાલનમાં સંપુર્ણ ફેરફાર માટે લક્ષિત છે. ૧૦૦ ટકા ઘરોમાં વીજળી પુરી પાડવા માટેનું કામ પ્રગતિમાં છે. ભારતે અમલીકરણ સ્તરે આ નીતીઓના અવરોધો ઓળખી કાઢવાની જરૂર છે. કારણ કે ખુટતું માળખું જીવનની ગુણવત્તાને અસરક રે છે. ઉડૃયન સહિત મહત્વના ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણ દ્વારા ભારતીય અર્થતંત્ર માટે વિદેશી ભંડોળ આકર્ષવું એ વિકાસને માટે મદદરૂપ છે. જા કે વિદેશી પોર્ટ ફોલિયોનું રોકાણ એટલે કે હોટ મની, જે વ્યાજના દરના તફાવતોને જવાબઆપે છે તેને માટે સાવધાની પુર્વક કાર્ય કરવાની જરૂર છે. કારણ કે જા અમેરીકાનો વ્યાજ દર ઉંચો જાય તો નાણાનું આવવું અસરગ્રસ્ત થઈ શકે. વેપાર સંદર્ભે, બજેટમાં કસ્ટમ ડયુટીમાં કેટલાક વધારા કરાયા છે. અત્યારે જયારે અમેરીકા – ચીનનું વેપાર યુધ્ધ ચાલી રહયું છે ત્યારે ભારતે તેની વેપાર નીતી શાણપણથી કંડારવાની જરૂર છે. ભારત હવે ર.૮૭ ટ્રીલીયનનું અર્થતંત્ર છે. જા આપણે સામાન્ય રીતે વાર્ષિક દસ ટકાના દરે વિકસીએ તો જ ર૦ર૪ સુધીમાં આપણે પાંચ ટ્રીલીયનનું અર્થતંત્ર બની શકીશું. ભારતમાં રાજય અને સ્થાનિક સ્તરોએ ક્ષેત્રીય સ્તરનું રોકાણ અને મુડી નિર્માણ પાંચ ટ્રીલીયનનું અર્થતંત્ર બનવાના લક્ષ્ય સુધી પહોંચવા જરૂરી છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...