Skip to main content

બ્રિટનના નવા પ્રધાનમંત્રી અને બ્રેÂક્ઝટ અંગે સમીક્ષા

વર્ષ ૨૦૧૬માં યુરોપીયન સંઘમાંથી અલગ થવા અંગેની બ્રેÂક્ઝટ સમજૂતી બાબતે જનમત લેવાયો છે, ત્યારથી આજદિન સુધીમાં બ્રિટનમાં ઘણી રાજકીય ગતિવિધિ તથા વિવાદ જાવા મળ્યા છે. 

પ્રધાનમંત્રી થેરેસા મેને બ્રેકઝિટ મુદ્દે નિષ્ફળતા મળ્યા બાદ તથા તેમણે પોતાના પક્ષના સાંસદોનું સમર્થન ગુમાવતાં, ગત ચોથી જુલાઈએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 

આના પગલે કન્ઝર્વેટીવ પક્ષમાં પ્રધાનમંત્રી બનવા હોડ શરૂ થઈ હતી. આ અંગેના મતદાનમાં બોરીસ જાનસને , બ્રીટનના વિદેશમંત્રી જેરીમી હન્ટને ૪૦ હજારથી વધુ મતોથી પરાજય આપીને પ્રધાનમંત્રી પદ મેળવવાની સ્પર્ધા જીતી હતી. 

આ જીત પછી શ્રી જાનસને જણાવ્યું હતું કે, આગામી ૩૧મી ઓક્ટોબર સુધી બ્રેકઝિટ અંગે સફળતા મેળવવી તથા દેશને એક રાખવાની બાબતને તેઓ ટોચની અગ્રતા આપશે. 

બ્રિટનના નવા પ્રધાનમંત્રી તરીકે યુરોપીયન સંઘના ૨૭ દેશોના વડાઓ સાથે મંત્રણા કરીને આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવો, તે શ્રી જાનસન સામેનો મુખ્ય પડકાર હશે. 

શ્રી બોરીસ જાનસને, વચન આપ્યું છે કે, તેઓ યુરોપીયન સંઘ સાથે બ્રેકઝિટ મુદ્દે ફરીથી ચર્ચા કરીને, બ્રિટન માટે સારી તકો ઊભી કરશે. 

તેમણે એમ પણ કહ્યું હતું કે, જા આમ નહીં થાય તો બ્રિટનને આગામી ૩૧મી ઓક્ટોબરે યુરોપીયન સંઘમાંથી બહાર નીકળવું જ પડશે. 

ઉલ્લેખનીય છે કે, યુરોપીયન સંઘે પણ દોહરાવ્યું હતું કે, થેરેસા મે દ્વારા સધાયેલી બ્રેÂક્ઝટ સમજૂતીનો સ્વીકાર કરવો જ પડશે. 

જા, આમ નહીં થાય તો, બ્રિટનને યુરોપીયન સંઘમાંથી નીકળવું પડશે. 

તો બીજી તરફ બ્રિટનના ઘણાં સાંસદો યુરોપીયન સંઘ સાથે કોઈપણ પ્રકારની સમજૂતી વગર યુરોપીયન સંઘમાંથી નીકળી જવાની દરખાસ્તનો વિરોધ કર્યો છે. 

કોઈપણ સમજૂતી વગર બ્રેÂક્ઝટ માટે કન્ઝર્વેટીવ પાર્ટીમાં પણ મોટાભાગના તરફેણમાં નથી. 

બ્રિટનના પ્રધાનમંત્રી બેરિસ જાનસને કોઈપણ સંજાગોમાં સમજૂતી સાથે અથવા તે વગર યુરોપીયન સંઘમાંથી બહાર પડવાની કરેલી જાહેરાતના પગલે ઘણાં અર્થશા†ીઓએ જા આમ થાય તો બ્રિટન આર્થિક રીતે મુશ્કેલી અનુભવશે, તેવી આગાહી કરતા પાઉન્ડની Âસ્થરતા જાખમાઈ છે. 

આ ઘટનાક્રમ બાદ શ્રી જાનસને તેમના મંત્રીમંડળમાં બ્રેક્ઝીટ તરફી સાંસદોનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે. 

બ્રિટનની નવી જાનસન સરકારના કાર્યકાળમાં, ભારત - બ્રિટનના સંબંધોમાં રસપ્રદ વળાંકો આવી શકે છે. 

જાન્યુઆરી, ૨૦૧૭માં બ્રિટનના વિદેશમંત્રી તરીકે ભારતની મુલાકાતે આવેલા બોરીસ જાનસને, ભારત સાથે મુક્ત વેપાર સમજૂતી સાધનાની તત્પરતા દર્શાવી હતી. 

બ્રિટન આ વર્ષે યુરોપીયન સંઘમાંથી બહાર નીકળ્યા બાદ આ સમજૂતી થઈ શકે છે. 

કન્ઝર્વેટીવ પક્ષમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવતી વખતે શ્રી જાનસને ભારપૂર્વક જણાવ્યું હતું કે, વેપાર સહિતના ક્ષેત્રોમાં ભારત - બ્રિટનના સંબંધો વધુ ઊંડા અને મજબૂત બનવા જાઈએ. 

આ બાબત સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, ઇંગ્લેન્ડની નવી સરકાર, ભારત - બ્રિટનના સંબંધોને નવેસરથી મજબૂત બનાવવા તત્પર છે. 

ભારત, તેમના નાગરિકોને બ્રિટનમાં જવા માટેના નિયમો સરળ બને, તેવું ઇચ્છે છે. 

જ્યારે બ્રેÂક્ઝટમાં વિદેશીઓને બહાર રાખી સ્થાનિક એટલે કે, બ્રિટનના લોકોને રોજગારીની તકો આપવાની બાબતને અગ્રતા અપાઈ છે. જાકે, શ્રી જાનસને ભારતના વિદ્યાર્થીઓ માટે સરળ વીઝા નિયમો રાખવાની તથા સંતુલિત ઇમિગ્રેશન નીતી રાખવાની તરફેણ પોતાના પક્ષના અગ્રણીઓને લખેલા પત્રમાં કરી હતી. 

સમગ્ર રીતે જાતા રાજકીય રીતે વિભાજીત બ્રિટન સામેના પડકારો પણ મોટા છે. જાકે, આમાં, બ્રિટનના નાગરિકો જ પોતાના દેશના હિતમાં સાચો નિર્ણય લઈ શકે છે. 

શ્રી જાનસન ઉપર યુરોપીયન સંઘમાંથી બ્રિટનને બહાર લાવવાની તથા સામાજિક-રાજકીય ટકાવી રાખવાની મોટી જવાબદારી રહેલ છે. 

યુરોપીયન સંઘમાંથી સરળતાથી, નિયમ મુજબ તથા ઝડપથી બહાર નીકળવાથી વર્ષ ૨૦૧૬થી બ્રિટનમાં રાજકીય ક્ષેત્રે ઊભા થઈ રહેલા વિવાદોમાંથી સ્વતંત્રતા મળશે. 

હવે શ્રી બોરીસ જાનસન બ્રેÂક્ઝટ અંગે પોતાના ઇરાદાને હળવો બનાવે છે કે, કરો યા મરો જેવી આત્યંતીક નીતી અપનાવે છે, તેની ઉપર સહુની નજર રહેશે.

લેખક - ડોક્ટર સંઘમિત્રા શર્મા, યુરોપીયન બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક

- શ્રીરંગ તેંડુલકર, રમેશ પરમાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...