Skip to main content

ઉત્તર કોરીયાના મિસાઈલ પરીક્ષણથી ફરીવાર તણાવ અંગે સમીક્ષા

ઉત્તર કોરીયાએ ગયા સપ્તાહે બે બેલાસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કરતાં કોરીયાના દ્વિપકલ્પમાં શાંતીની ઉભી થયેલી ઉજળી તકોને ધકકો પહોચ્યો છે. એક માસની અંદર ઉત્તર કોરીયાના નેતા ચેરમેન કિંમ જાંગ ઉન અને અમેરીકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બે કોરીયા અંગે મળ્યા હતા. તે બાદ આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ બંને નેતાઓની મીટીંગમાં બાકી રહેલા મુદૃઓ અંગે વાજબી નિરાકરણ લાવવા અંગે સહમતી દર્શાવવામાં આવી હતી. ઉત્તર કોરીયાના પુર્વીય દરિયાકાંઠાના વોન્શનથી આ બે મિસાઈલના પરીક્ષણ કરાયા હતા. ઉત્તર કોરીયા અને દક્ષિણ કોરીયાની એજન્સીઓએ મિસાઈલનું પરીક્ષણ વ્યુહાત્મક દ્રષ્ટીએ કરવામાં આવ્યું હોવાની બાબતની પૃષ્ટી કરી હતી. સ્પષ્ટ છે કે આ અમેરીકાના બદલે કોરીયા દ્વિકંલ્પ સમુહમાં સીધેસીધા વધારે અસર થશે. મિસાઈલનું પરીક્ષણ કર્યા બાદ પ્રસિધ્ધ કરાયેલા એક નીવેદનમાં કીમ ઝોંગે જણાવ્યું છે કે આ મિસાઈલ પરીક્ષણનો હેતુ ઉત્તર કોરીયા સલામતી જાળવવાનો અને કોઈપણ ખતરાને પહોંચી વળવાનો છે.

તેમણે આ પગલું ભરવા માટે દક્ષિણ કોરિયાની ઉશ્કેરણીને જવાબદાર ઠેરવી છે. આગામી માસમાં દક્ષિણ કોરિયા અમેરિકા સાથે વાર્ષિક સંયુક્ત લશ્કરી ક્વાયત કરશે. બંને દેશો છેલ્લા કેટલાંક વર્ષોથી સંયુક્ત લશ્કરી ક્વાયત કરતા આવ્યા છે. અને આ વખતે પણ તે માટે બંને મક્કમ છે. એ રસપ્રદ છે કે કીમ જાંગ ઉને અમેરિકાના પ્રેસીડેન્ટ અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી જે સંકેત આપે છે કે, ઉત્તર કોરિયા પ્રશાસન અમેરિકા સાથે મતભેદો વધારવા માગતું નથી. સાથે સાથે તે ન્યૂક્લીયર મિસાઇલ કાર્યક્રમને પણ ત્યજવા માગતું નથી. ઉત્તર કોરિયાની ન્યુÂક્લયર ક્ષમતા વધારવાનો ઇરાદોએ શાસનને જીવીત રાખવાનો છે. પરિક્ષણ અમેરિકા-દક્ષિણ કોરિયાના વાર્ષિક સંયુક્ત લશ્કરી ક્વાયતના સંદર્ભે છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયા દ્વારા ૪૦ એફ ૩૫એ સ્ટીલથન જેટસ મેળવ્યાથી પણ ઉપર કોરિયાને પરિક્ષણ કરવાનો ઇરાદો થયો હોવાનું જણાય છે. દક્ષિણ કોરિયાના પ્રેસીડેન્ટ મુન જાએ ઉત્તર કોરિયાના પરિક્ષણને વખોડી કાઢ્યું છે અને આક્ષેપ કર્યો છે કે, ઉત્તર કોરિયાએ રાષ્ટ્રસંઘના પ્લોન્ગ યાંગ ઠરાવનું ઉલ્લંઘન કર્યું છે. આ ઠરાવમાં બેલાસ્ટીક મિસાઇલના પરિક્ષણ ટેકનોલોજીના વિસ્તરણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સિઓલે પ્યોન્ગ યાંગના પગલાંને વખોડી કાઢી જણાવ્યું કે, દક્ષિણ કોરિયાની સલામતી પર કોઈ ગંભીર અસર નહીં થાય.

મિસાઇલ પરિક્ષણ મામલે અમેરિકાનો પ્રતિભાવ હળવો રહ્યો છે. અમેરિકાની સરકારના નિવેદન જાઈએ તો એ બતાવે છે કે, ટુંકા અંતરના મિસાઇલ પરિક્ષણ મામલે અમેરિકાનો પ્રતિભાવ મધ્યમ રહ્યો હતો. જાકે, લાંબા અંતરની પરમાણું મિસાઇલ પરિક્ષણ મામલે અમેરિકાએ ઉત્તર કોરિયા ઉપર કડક ટીકા કરી હતી. એનો એ મતલબ છે કે, અમેરિકા ઉત્તર કોરિયાની પ્રકૃતિઓનો તેની નાગરિકોની સલામતી સાથે જાડે છે.

મે મહિનામાં થયેલા મિસાઇલ પરિક્ષણ મામલે અમેરિકા અને દક્ષિણ કોરિયાનો પ્રતિભાવ હળવો રહ્યો હતો. ઉત્તર કરિયા દ્વારા કરાયેલા મિસાઇલ પરિક્ષણને અમેરિકા વાટાઘાટોનો મુદ્દો બનાવી રહી છે, પરંતુ ઉત્તર કોરિયા દ્વારા આવી પ્રવૃત્તિઓ જા ભવિષ્યમાં ચાલુ રહેશે તો કોરિયાના દિવપકલ્પમાં શાંતિ અને સ્થીરતા ખતરામાં આવશે.

ફેબ્રુઆરી ૨૦૧૯માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના રાષ્ટ્રપ્રમુખ કિમ વચ્ચે હાનોઇ ખાતે થયેલી વાટાઘાટો નિષ્ફળ રહી હતી. તેમ છતાં જુનમાં બંને નેતાઓએ ફરી બેઠક કરી હતી. જાકે, એ પણ સફળ રહી ન હતી. હાનોઇ પરિષદ બાદ બંને દેશો વચ્ચે થયેલી કામચલાઉ વાટાઘાટો પણ શંકાસ્પદ રહી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયા મામલે અપનાવેલ અભિગમથી કોઈ પણ સફળ પરિણામ આવ્યા નથી અને ઉત્તર કોરિયા હજી સુધી તેના સેનાની ક્ષમતાઓ વધારી રહ્યું છે તેવી ટીકાકારોએ તેમના ઉપર ટીકા કરે છે. આ સિવાય, બીજા મહત્વનો મુદ્દો છે. ઉત્તર કોરિયાની ચીન સાથેની નજીકતા ચીનની અનુપરિÂસ્થતિની શાંતિ પ્રક્રિયા પર કોઈ લાંબા ગાળાની અસર પડશે નહીં. આ પ્રશ્નનો ઉકેલ શોધવા છ પક્ષોનો ચર્ચા વિચારણા ફરી શરૂ કરી શકાય. જાકે, આ ઘડીએ ચીન અને અમેરિકાના દ્વિપક્ષીય મતભેદોના પગલે ઉત્તર કોરિયાની પરમાણુ ક્ષમતા નિર્માણ કરવા અંગેની પ્રવૃત્તિઓ અટકાવવામાં કોઈ ચોક્કસ પગલાં લેવામાં મુશ્કેલી થશે. આવી પરિÂસ્થતિમાં ઉત્તર કોરિયા સાથે સતત ચર્ચા વિચારણા કરીને તેને ફરી પરિક્ષણ કરવાથી અટકાવવું અમેરિકા માટે અગત્યનું છે. ભારત કોરિયન દિપકલ્પ Âસ્થર, શાંત અને તણાવ રહિત બને તેવું ઇચ્છે છે. એ હાંસલ કરવા, તમામ ઘટકોને સાથે મળીને કામ કરવું જરૂરી છે.-

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...