અમેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મંત્રણા દરમિયાન એવો દાવો કર્યો હતો કે, કાશ્મીર મુદ્દે દરમ્યાનગીરી કરી મધ્યસ્થી બનવા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિનંતી કરી હતી. જા કે આ અર્ધસત્ય છે. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની ચર્ચાને ભારતે ઝીણવટભરી રીતે જાવી જાઈએ. અમેરિકાના વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે, અમેરિકાની કાશ્મીર મુદ્દે કોઈ ભૂમિકા નથી. કાશ્મીરની બાબત ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય બાબત છે. અમેરિકાના પ્રેસીડેન્ટના નિવેદનનો ભારતના વિદેશ બાબતોના મંત્રી ડાp.એસ.જયશંકરે જવાબ આપવા સ્પષ્ટરીતે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસીડેન્ટને આવી કોઈ વિનંતી કરી નથી. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુનઃ ભવ્ય વિજય મેળવી સત્તા સંભાળ્યા બાદ જાપાનના ઓસાકામાં મળેલી જી-૨૦ શિખર પરિષદની સાથે સાથે અમેરિકાના પ્રેસીડેન્ટ સાથે ચર્ચા વિચારણા કરી હતી. યુએન જનરલ એસેમ્બલીની સાથે સાથે વોશિંગ્ટન ડીસીમાં બંને નેતાઓ મળે તેવી સંભાવના છે. પ્રેસીડેન્ટ ટ્રમ્પ નજીકના ભવિષ્યમાં દ્વિપક્ષી વાટાઘાટો માટે ભારતની મુલાકાત લે તેવી સંભાવના છે. આમ ઉચ્ચકક્ષાની વાતચીતના સંદર્ભમાં ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે કે, બંને દેશો ખૂબ જ ગંભીર મુદ્દાઓની ચર્ચા કવાના છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં એકબાજુ અમેરિકા ભારતને નાટોના સહયોગી જેવો દરજ્જા આપે છે. જ્યારે બીજી બાજુ બંને દેશો અફઘાનિસ્તાન પ્રદેશના મુદ્દાઓ અંગે વિચાર-વિમર્શ કરે છે. આ સિવાય ખૂબ જ ભારે મૂલ્ય ધરાવતા સંરક્ષણના કોન્ટ્રાક્ટ હાથ વેંતમાં છે, એ વાત હજુ સુધી સ્પષ્ટ થતી નથી કે શા માટે વિદાય થતાં પ્રમુખે આવુ વલણ અપનાવ્યાનું સાહસ કર્યું. ભારત અને પાકિસ્તાનનો મુદ્દો દ્વિપક્ષી હોવા છતાં મધ્યસ્થી થવાનું સૂચન કર્યું. આ દર્શાવે છે કે, અમેરિકામાં હવે પરંપરાગત સન્માનિય રાજનૈતિક સિદ્ધાંતો માન્ય નથી. ભારતે ૧૯૭૨ શીમલા કરારથી પાકિસ્તાન સાથેના વિવાદો દ્વિપક્ષીય વાતચીતથી ઉકેલવા અને ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકાર્ય નથી તે બાબત જાળવી રાખી છે. ૧૯૭૧ની લડાઈમાં પાકિસ્તાનની હાર અને ભારતની જીત બાદ પાકિસ્તાન આ નિયમને વધુ દૃઢતાથી અનુસરવા બંધાયેલો છે. ત્યારથી પાકિસ્તાન આ મામલે ત્રીજા પક્ષ દ્વારા મધ્યસ્થતાની માગણી કરે છે, પરંતુ આ દ્વિપક્ષીય વાટાઘાટોનો મુદ્દો હોવાનું જણાવતા ભારતે આ માંગણી ફગાવી દીધી છે. જાકે આ વખતે ભારતે સ્પષ્ટ કહ્યું કે, કોઈપણ ત્રીજા પક્ષને દ્વિપક્ષીય મુદ્દામાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની ઉચ્ચસ્તરીય વાટાઘાટો સાચા અર્થ રસપ્રદ છે, જેમાં પાકિસ્તાનને દક્ષિણ એશિયાની બાબતનું વ્યવસ્થાપન કરવા નવી ભૂમિકા આપવામાં આવશે. એવું લાગે છે કે, અમેરિકી વહિવટી તંત્રે આગળ વધીને પાકિસ્તાનને અફઘાનિસ્તાન જેવાસંવેદનશીલ મામલે નવી ભૂમિકા મંજૂર કરી છે, જેથી અફઘાનિસ્તાન બે દાયકાથી ચાલેલી અમેરિકી સેનાની કાર્યવાહીનો અંત લાવી શકાશે. અમેરિકા અફઘાનિસ્તાનમાંથી સન્માનજનક રીતે બહાર નિકળવા ઈચ્છે છે જે માટે તે પાકિસ્તાનને આ પ્રકારની છૂટ આપી રહી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં કાશ્મીર અંગેના નિવેદનને બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે, તેમ છતાં એ વાત સમજવી જરૂરી છે કે, પાકિસ્તાન અને અમેરિકા કેટલાંક મહિનાથી જટીલ વાટાઘાટોમાં જાડાયેલા છે. પાકિસ્તાને હાફીઝ સઈદ જેવા સ્થાનિક આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી, એવું બતાવવાનો પ્રયાસ કર્યો છે કે જા દક્ષિણ એશિયાના મામલે અમેરિકા પાકિસ્તાનને મોટી ભૂમિકા આપશે તો તે અમેરિકા કહે એ પ્રમાણે કરશે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના ટેકા બાદ જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનમાં પાંછા આવશે ત્યારે નવો ખેલ શરૂ થશે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બિનપરંપરાગત મુસદ્દગિરી શૈલી ધરાવે છે. તેમણે અમેરિકાની ચિંતાની સંલગ્ન બાબતોના વિવિધ કાર્યક્ષેત્ર પર હાથ અજમાવ્યા છે, પરંતુ દક્ષિણ એશિયાની ન્યૂÂક્લયર ફ્લેશ પોઈન્ટ અંગે મધ્યસ્થી કરવાની ઈચ્છા ધરાવતાં તેમનું તાજેતરના પગલું આંતરરાષ્ટ્રીય કરારોમાં પુનઃ લેખનની દિશા તરફ ઈશારો કરે છે. ભારત- અમેરિકા સંબંધો અંગે ભારતે પોતાના સાર્વભૌમત્વને હાનિ પહોંચાડ્યા વગર સાવચેતીપૂર્વક વ્યૂહરચના ઘડવી પડશે. અમેરિકાએ સમજવું પડશે કે, વિદેશનીતિઓ પરિપક્વતાથી ઘડાય છે નહીં કે બેજવાબદાર નિવેદનોથી. વિવિધ સરકારના નેતૃત્વ હેઠળ કાશ્મીર મુદ્દે ભારતની નીતિ Âસ્થર રહી છે અને તેમાં ક્યારેય ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારાઈ નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...
Comments
Post a Comment