Skip to main content

પાકિસ્તાને અગાઉથી જાણીતા સત્યનો કરેલ સ્વીકાર અંગે સમીક્ષા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાને આખરે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, પાકિસ્તાનમાં આશરે ૪૦ જેટલા આતંકવાદી શિબીરોમાં ૪૦ હજાર આતંકવાદીઓ છે. 

અમેરીકાની પ્રથમ સત્તાવાર મુલાકાત વખતે શ્રી ઇમરાનખાને આ બાબતનો સ્વીકાર કર્યો છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં અત્યાર સુધી તબક્કાવાર શાસન કરી ચૂકેલી સરકારોએ, આ વાસ્તવિકતા અમેરીકાને જણાવી ન હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પણ આતંકવાદ સામે યુદ્ધ કરી રહ્યું છે અને અમેરીકામાં ૧૧મી નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી ન હોતી. 

અલકાયદા અફઘાનીસ્તાનમાં કાર્યરત છે તેમજ પાકિસ્તાનની ધરતી ઉપર કોઇ તાલીબાનો નથી. એમ પણ આતંકવાદ સામેની લડાઇમાં અમેરીકા સાથે જાડાઇ ગયા હતા. ઇમરાન ખાને અમેરીકાના કેપીટલ હીલ ખાતે અમેરીકી સાંસદે યોજેલા એક કાર્યક્રમમાં આ બાબતનો સ્વીકાર કર્યો હતો. 

એવી જ રીતે વોશિંગ્ટન ડી. સી. ખાતેની અમેરીકન શાંતિ સંસ્થાની મુલાકાતમાં શ્રી ઇમરાન ખાને જણાવ્યું હતું કે, પાકિસ્તાનની ધરતી ઉપર હજી ૩૦ થી ૪૦ હજાર આતંકવાદીઓ સક્રિય છે. આ તાલીમ પામેલા આતંકવાદીઓએ કાશ્મીર તથા અફઘાનિસ્તાનમાં યુદ્ધો લડયા હતા. 

ભારતે, પાકિસ્તાનની આ વાતને સત્યનો સ્વીકાર ગણાવીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાકિસ્તાન, તેની ધરતી ઉપર કાર્યરત આતંકવાદીઓ સામે નિર્ણાયક અને અફર કાર્યવાહી કરવાનો આ સાચો સમય છે. 

ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યા વિના ટિપ્પણી કરી હતી કે આપણા પાડોશી દેશોમાંથી એક દેશ સહિત સમગ્ર વિશ્વના કેટલાક દેશોની જેમ આતંકવાદને પ્રોત્સાહન આપવાની કાર્યપદ્ધતિ અપનાવે છે જે ખેદજનક કહેવાય. જા કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ અમેરીકામાં જે સત્યનો સ્વીકાર કર્યો હતો. તે બાબત વિશ્વ આલમ અગાઉથી જ જાણે છે. 

શ્રી ઇમરાન ખાને, પાકિસ્તાન સરકારે તેની ધરતી ઉપર કાર્યરત આતંકવાદીઓ સામે શી કાર્યવાહી થઇ છે તેનો ઉલ્લેખ કર્યો નથી. આ બાબત ઘણી સૂચક છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે, ઇમરાનખાને અમેરીકામાં જાહેર કરેલો આતંકવાદીઓનો આંક, તેમણે આર્થિક કાર્યવાહી દળ FATFને આપેલા આંક કરતા ઘણો વધારે છે. પાકિસ્તાને FATFને તેની ધરતી ઉપર માત્ર ૮ હજાર આતંકવાદીઓ હોવાનું જણાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, FATF સંસ્થાએ પાકિસ્તાનને આ આતંકવાદીઓ સામે આગામી ઓક્ટોબર સુધીમાં નક્કર કાર્યવાહી કરવાની અથવા કડક પગલાં માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. 

પાકિસ્તાનના વિશ્લેષકે મત વ્યક્ત કર્યો છે કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ અમેરીકામાં કરેલા નિવેદનના પગલે પાકિસ્તાન સરકારની અસરકારકતા સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. એટલું જ નહિ, પણ આ બાબતના કારણે ભારતને આતંકવાદ મુદ્દે હ્લછ્‌હ્લ સમક્ષ રજુઆત કરવાની તક પૂરી પાડી છે. 

ઇમરાન ખાને આતંકવાદ મુદ્દે વિવાદાસ્પદ અને સ્પષ્ટ નિવેદન કરીને પાકિસ્તાનને મુશ્કેલીમાં મૂકવાનો આ બીજા પ્રસંગ છે. 

અગાઉ ગત એપ્રિલમાં ઇરાનના રાષ્ટ્રપ્રમુખ રૌહાની સાથેની તહેરાનમાં યોજાયેલી વાતચીતમાં ઇરાન-વિરોધી આતંકવાદી સંગઠન પાકિસ્તાનની ધરતી પર કાર્યરત હોવાનું જણાવ્યા પછી, પાકિસ્તાની સંસદે પ્રધાનમંત્રી ઇમરાનખાનની ટીકા કરી હતી. 

અમેરીકાએ આ મુદ્દે પાકિસ્તાન ઉપર દબાણ વધારવા અમેરીકા દ્વારા પાકિસ્તાનને અપાતી ૧.૩ અબજ ડોલર અમેરીકી ડોલરની લશ્કરી સહાય રોકી હતી. ત્યારબાદ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધમાં ઓટ આવી છે. 

અમેરીકા, પાકિસ્તાનની સરકાર, અફઘાનિસ્તાનના તાલીબાનો સાથે કરાર કરે તેવું ઇચ્છે છે. અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સારી રીતે જાણે છે કે, અફઘાનિસ્તાનના તાલીબાનો ઉપર પાકિસ્તાનની સેના નિયંત્રણ ધરાવે છે. 

પાકિસ્તાન અમેરીકાનું મિત્ર રાષ્ટ્ર હોવાનો દેખાવ કરીને અફઘાનીસ્તાનમાંથી અમેરીકન સૈન્ય પાછું ખેંચાય તેવું ઇચ્છે છે. આ બાબત વાસ્તવિકતા બને તો તેના ગંભીર પરીણામો સમગ્ર દક્ષિણ એશિયા વિસ્તારમાં દેખાય તેવી સંભાવના છે.


લેખીકા : કૌશીક રોય, આકાશવાણી વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...