વિશ્વના ઇતિહાસમાં સત્તા અને શÂક્તનું ઉત્તરથી દક્ષિણ તથા પશ્ચિમથી પૂર્વમાં પરિવર્તન દેખાઇ રહ્યું છે. આ એક ઐતિહાસિક પરિવર્તન છે, જેમાં વિશ્વની વસતી તથા સમૃદ્ધિ કોઇ એક સ્થળે કેન્દ્રિત થઇ રહી છે.
આ પરિવર્તને જ બ્રિક્સ સંગઠનની રચનાને પ્રેરણા આપી છે. આ પરિવર્તન સાથે વિશ્વનું ધ્યાન પણ બીજે અર્થાત્ બ્રીક્સ સંગઠન ઉપર ગયું છે. આ સંગઠન અત્યારસુધીના સંગઠનોથી એ રીતે જુદું પડે છે કે, આ સંગઠનમાં ભૂતપૂર્વ વિશ્વસત્તાઓની સાથે – સાથે એશિયા આફ્રિકા તથા લેટીન અમેરીકાની નવી ઉભરાતી જતી સત્તાઓનો પણ સમાવેશ થાય છે.
બ્રીક્સ સંગઠને સ્પર્ધાત્મક વિકલ્પની સાથે વિશ્વમાં ઉભરતી જતી નવી સત્તાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત થવા લાગ્યું છે. આ બાબત વૈશ્વિક સમૃદ્ધિ, Âસ્થરતા માટે જરૂરી પણ છે.
બ્રીક્સ સંગઠનમાં જી – સાત સંગઠનની સરખામણીએ વધુ પ્રતિનિધીઓ છે. આ સંગઠને બીજા દસકાની યાત્રાનો આરંભ કર્યો છે. બ્રીક્સ સંગઠનના વિદેશ મંત્રીઓની ગત સપ્તાહમાં રીઓ-દી-જનેરો ખાતે યોજાયેલી બેઠકમાં આંતરરાષ્ટ્રીય બાબતોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની કેન્દ્રવર્તી ભૂમિકા તથા મહત્વ ધરાવતા દ્રષ્ટિકોણને સમર્થન અપાયું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી સંયુક્ત રાષ્ટ્રસંઘ, વિશ્વ વેપાર સંસ્થા અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ જેવી સંસ્થાઓની અવગણના કરવાની વિચારધારા પશ્ચિમી દેશોમાં જાવા મળે છે, તેના સ્થાને બ્રીક્સ આવા સંગઠનોમાં નવી પરીÂસ્થતિ મુજબ સુધારાઓ સૂચવે છે.
રીઓ ખાતેની બેઠકમાં વિશ્વ વેપાર સંસ્થા - WTOને મજબૂત કરવા બાબતે સઘન ચર્ચા વિચારણ થઇ હતી. એવી જ રીતે બ્રીક્સના સભ્યદેશોના મંત્રીઓએ, સંયિક્ત રાષ્ટ્રસંઘ - યુ.એન.ને વધુ મજબૂત અને અસરકારક બનાવવાના મુદ્દે પણ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં બ્રીક્સ સંગઠનના વિદેશ – મંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ નક્કર કાયદાકીય માળખાની મદદથી આતંકવાદનો સહિયારા પ્રયાસ વડે સામનો કરવા ઉપર ભાર મૂકયો હતો.
ભારતને પણ આતંકવાદના લીધે ઘણું વેઠવું પડયું હોવાથી, ભારતે આતંકવાદનો સામનો કરવા પાંચ મુદ્દાઓની વ્યૂહરચના રજુ કરી. જેમાં ગુપ્તચર માહિતીનું સમયસર આદાન-પ્રદાન ખાનગી ક્ષેત્રના સહકારમાં સંદેશાવ્યવહારના અદ્યતન સાધનોનો દુરૂપયોગ અટકાવવો, સરહદના રક્ષણની ક્ષમતાઓમાં વધારો, મુસાફરોની હેરફેરની માહિતીનું આદાન-પ્રદાન, અને આંતરરાષ્ટ્રીયસ્તરે આતંકવાદનો સામનો કરવાની નીતિ વગેરેનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં આતંકવાદી હુમલાઓ તથા બધા જ સ્વરૂપના આતંકવાદને કડક શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો. બ્રીક્સ કાર્યકારી જૂથ તથા આતંકવાદ વિરોધી જુથની રચના દ્વારા બ્રીક્સ દેશોમાં આતંકવાદનો સામનો કરવામાં સહકાર વધવામાં થયેલી પ્રગતિની નોંધ લેવાઇ હતી.
માર્ગ-પરિવહન રાજ્યમંત્રી જનરલ વી. કે. સિંહે રીઓ બેઠકમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું. બ્રીક્સ સંગઠને મધ્ય-પૂર્વ તથા ઉત્તર અમેરીકાના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં અફઘાનીસ્તાનમાં નેતૃત્વમાં અને તેમના દ્વારા જ શાંતિની સ્થાપના મુદ્દે ભારતના અભિગમને બ્રીક્સ રાષ્ટ્રોનું સમર્થન મળ્યું હતું. જા કે, વેનીઝુએલાના મુદ્દે ચર્ચા દરમિયાન મતભેદો જાવા મળ્યા હતા. રશિયાએ વેનીઝુએલામાં બાહ્ય પરિબળોના હસ્તક્ષેપનો વિરોધ કર્યો હતો. જયારે બ્રાઝીલે ત્યાંના લોકમતની નોંધ લેવાની તરફેણ કરી હતી.
જા કે, બ્રીક્સના બધા જ સભ્યોએ વેનીઝુએલાના મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલની તરફેણ કરી હતી. બ્રાઝીલમાં નવા રાષ્ટ્રપ્રમુખે સત્તાના સૂત્રો સંભળ્યા, ત્યારે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા હતા.
ઘણાનું માનવું હતું કે, નવા રાષ્ટ્રપ્રમુખ બોલસોનારો વિકાસશીલ દેશોથી દૂર જશે તથા પશ્ચિમી દેશોની જેવી નીતિ અપનાવશે. જા કે, તેમણે આવી ધારણાઓથી વિપરીત બ્રીક્સ સંગઠનને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું.
તેમણે બ્રીક્સ દેશો વચ્ચે – ઉર્જા, શાંતિ, સલામતી, નવકલ્પના, વિકાસ તથા આર્થિક સહકારની ભારપૂર્વક તરફેણ કરી છે.

લેખક : આશ નારાયણ રોય, નિયામક, સામજીક વિજ્ઞાન સંસ્થા, દિલ્હી
Comments
Post a Comment