Skip to main content

ભારત અને ઉઝબેકીસ્તાને સંરક્ષણ ક્ષેત્રના સંબંધો વધુ મજબૂત બનાવવાના કરેલા પ્રયાસો અંગે સમીક્ષા

ભારત – ઉઝબેકીસ્તાનના સંયુક્ત કાર્યકારી જૂથની આઠમી બેઠક દિલ્હીમાં યોજાઇ ગઇ. આ બેઠકમાં આતંકવાદનો સામનો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ત્રાસવાદી જૂથોની પ્રવૃત્તી ઉપરાંત સરહદ પારના ત્રાસવાદનો સામનો કરવા બાબતે આ બેઠકમાં ભારત અને ઉઝબેકીસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ ચર્ચા કરી હતી. આ ઉપરાંત આતંકવાદઓને મળતી આર્થિક સહાય રોકવી, આતંકવાદ માટે ઇન્ટરનેટના થતા ઉપયોગને રોકવો, અને વિદેશના આતંકવાદીઓનો સામનો કેવી રીતે કરવો, જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થઇ હતી. બન્ને દેશોના અધિકારીઓએ આતંકવાદનો સામનો કરવામાં સહકાર વધારવા અંગે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘ, શાંધાઇ સહકાર સંસ્થા, મનીલોન્ડરીંગના દૂષણનો સામનો જેવા મુદ્દાઓ અંગે પણ ચર્ચા થઇ હતી.

ભારત શાંધાઇ સંગઠનનો વર્ષ ૨૦૧૭ થી સભ્ય છે. અને એસ.સી.ઓ. ની ૧૯ મી બેઠક કિર્ગીઝસ્તાનના બીશ્કાકમાં યોજાઇ હતી. બીશ્કાકમાં યોજાયેલી એસ.સી.ઓ.ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આતંકવાદનો અસરકારક રીતે સામનો કરવા એસ.સી.ઓ - પ્રાદેશિક આતંકવાદ વિરોધી એકમ - એસ.સી.ઓ – આર.એ.ટી.એસ. નો અસરકારક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

ભારત અને ઉઝબેકીસ્તાને સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત રાજકીય અને આર્થિક ક્ષેત્રના સહકારને પણ વધુ મજબૂત બનાવ્યો છે. તાજેતરમાં બન્ને દેશો આર્થિક ક્ષેત્રના દ્વિપક્ષીય સંબંધો મજબૂત તથા વધુ વિસ્તૃત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. બન્ને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઇ રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ વર્ષ ૨૦૧૫ માં મધ્ય એશિયાની મુલાકાત વખતે ઉઝબેકીસ્તાનની મુલાકાત લીધી હતી. 

ઉઝબેકીસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શાવકાત મીરઝીયોયેવે ઓક્ટોબર ૨૦૧૮ થી પછીના સમયગાળામાં ભારતની બે વખત મુલાકાત લીધી હતી. જાન્યુઆરી ૨૦૧૯ માં તેમણે વાયબ્રાન્ટ ગુજરાત શીખરપરિષદમાં પણ હાજરી આપી હતી. ઉઝબેકીસ્તાન મધ્ય એશિયામાં ભૌગોલિક રીતે મહત્વનું સ્થાન ધરાવે છે. એશિયાના મધ્યભાગમાં આવેલો ઉઝબેકીસ્તાન આ ક્ષેત્રના બધા જ પ્રજાસત્તાક રાષ્ટ્રો સાથે જમીન સરહદથી જાડાયેલો છે.

આના લીધે જ મધ્ય એશિયાના જુદા – જુદા દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો જાળવવા માટે ભારતની દ્રષ્ટિએ ઉઝબેકીસ્તાનનું મહત્વ આગવું છે.

ભારત અને ઉઝબેકીસ્તાન, બન્ને દેશો દ્રઢપણે વિશ્વાસ ધરાવે છે કે એશિયા વિસ્તારમાં સલામતી અને Âસ્થરતા જાળવી રાખવા અફધાનિસ્તાનમાં શાંતિ અને Âસ્થરતા જળવાય તે જરૂરી છે.

ભારતે, મધ્ય એશિયાના દેશો સાથે વિદેશમંત્રીઓ સ્તરની વાતચીતની શરૂઆત ઉઝબેકીસ્તાન સાથેની મંત્રણાથી કરી છે. ભારત અને ઉઝબેકીસ્તાન વચ્ચેના વિવિધ ક્ષેત્રના વધતા જતા સંબંધો છતાં બન્ને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર તેની પૂર્ણ ક્ષમતા કરતા ઘણો ઓછો છે. 

વર્ષ ૨૦૧૮ – ૧૯ માં બન્ને દેશો વચ્ચેનો વેપાર ૩૨ કરોડ ૮૦ લાખ અમેરીકી ડોલરનો હતો. જા કે, છેલ્લા બે - ત્રણ વર્ષથી ભારત અને ઉઝબેકીસ્તાન વચ્ચેનો વેપાર આશરે ૪૦ ટકા જેટલો વધ્યો છે.

ભારત અને ઉઝબેકીસ્તાનને ૨૦ કરોડ અમેરીકી ડોલરનું ધિરાણ આપવાની જાહેરાત કરી છે.

ઉઝબેકીસ્તાન, માહિતી અને ટેકનોલોજી, શિક્ષણ દવાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતમાંથી મૂડીરોકાણ વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. બન્ને દેશો વચ્ચે જમીન તથા જળમાર્ગ વડે સીધો સંપર્ક નહી હોવાથી, બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધો ઝડપથી સુદ્રઢ બની શકતા નથી.

ભારતે, અશ્ધાબાત કોરીડોર યોજનામાં જાડાવાનો નિર્ણય લીધો છે. – આ યોજના ઉઝબેકીસ્તાન, તુર્કમેનીસ્તાન, ઓમાન અને ઇરાને હાથ ધરી છે.

ભારત ઇરાનના ચાબહાર બંદરમાં પણ રોકાણ વધારી રહ્યો છે.


લેખક ઃ ડા. અખ્તર જફર, મધ્ય, એશિયાની બાબતોના વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...