Skip to main content

આઇ.સી.સી. ક્રિકેટ વિશ્વકપ ૨૦૧૯ હાંસલ કરતું ઇંગ્લેન્ડ

લોડર્સ ખાતે રવિવારે રમાયેલી રસાકસીભરી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે શાનદાર વિજય મેળવી યજમાન ઇંગ્લેન્ડે ૪૪ વર્ષ બાદ આઇ.સી.સી. ક્રિકેટ વિશ્વકપ પોતાના નામે કર્યો છે. સ્પર્ધામાં ઇંગ્લેન્ડના બેનસ્ટ્રોક્સે શાનદાર પ્રદર્શન કરી ઇંગ્લેન્ડના વિજયમાં મોટું યોગદાન આવ્યું હતું.
બંને ટીમે ૫૦ ઓવરમાં ૨૪૧ રન કરતા સ્પર્ધામાં બરાબરી થઇ હતી. ત્યારબાદ રમાયેલી સુપર ઓવરમાં ઇંગ્લેન્ડના બેન સ્ટ્રોક્સ અને જાસ બટલરે ૧૫ રન કરી ન્યુઝીલેન્ડ સામે ૧૬ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
વળતા જવાબમાં ન્યુઝીલેન્ડના જીમી નિશામ અને માર્ટિન ગુપટીલે ૧૫ રન બનાવતા ફરી એકવાર બરાબરી થઇ હતી. પરંતુ મેચમાં ફટકારેલા ચોગ્ગાના આધારે ઇંગ્લેન્ડની ટીમને વિજેતા જાહેર કરી હતી. મેચ દરમિયાન ઇગ્લેન્ડે ૫૦ ઓવરમાં ૨૨ ચોગ્ગા, જયારે ન્યુઝીલેન્ડની ટીમે ૧૪ ચોગ્ગા ફટકાર્યા હતા.
ઇંગ્લેન્ડ તરફથી સૌ પ્રથમવાર વિશ્વકપ રમનાર જેફ્રા આર્ચરે છેલ્લા બોલ નિયંત્રિત રીતે નાખી ન્યુઝીલેન્ડના બેટસમેનને તેની સામે જાખમ લેવાની કોઇ તક આપી હતી.
છેલ્લા સાત અઠવાડીયા દરમિયાન રમાયેલી કુલ ૪૮ મેચ બાદ વિશ્વકપનો ભાવનાત્મક અને નાટકીય રીતે થયેલો અંત હતો. ૧૯૭૯, ૧૯૮૭ અને ૧૯૯૨ના વિશ્વકપમાં ફાઇનલમાં થયેલી હાર બાદ ચોથી ફાઇનલ મેચ જીતવાની ઇંગ્લેન્ડની લાંબા સમયની રાહનો અંત આવ્યો હતો.
ન્યુઝીલેન્ડ માટે સ્વપ્નભંગ સમાન હતું ન્યુઝીલેન્ડે આઇ.સી.સી. ક્રિકેટ વિશ્વકપની સેમીફાઇનલમાં આઠ વખત પ્રવેશ કરવાના ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી કરી હતી.
પ્રથમ બેટીંગ કરતા ૨૩. ઓવરમાં ચાર વિકેટ ગુમાવી ૮૬ રન પર સંઘર્ષ કરતી ન્યુઝીલેન્ડની ટીમે ૫૦ ઓવરના અંતે ઇંગ્લેન્ડને વિકેટના ભોગે ૨૪૧ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પડકારને હાંસલ કરવા ઇંગ્લેન્ડને પાંચમી વિકેટ માટે ૧૧૦ રનની ભાગીદારીની જરૂર પડી હતી. જેમાં ઓલરાઉન્ડર સ્ટ્રોક્સે અણનમ રહી ૮૪ રન જયારે જાસ બટલરે ૬૦ બોલમાં ૫૯ રન નોંધાયા હતા.
ન્યુઝીલેન્ડ તરફથી ઓપનીંગ બેટસમેન હેન્રી નિકોલસે ૫૫ અને વિકેટકીપર બેટસમેન ટોમ લથામને ૪૭ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર ક્રિસ વોકસ અને લિયામ પ્લન્કેટે વિકેટ ઝડપી હતી.
રસપ્રદ છે કે, સ્પર્ધા દરમિયાન સૌથી વધુ રન કરનાર ખેલાડીઓમાં ૬૪૮ રન સાથે ભારતનો રોહિત શર્મા પ્રથમ સ્થાને જયારે ૬૪૭ રન સાથે ઓસ્ટ્રેલીયાનો ડેવીડ વોર્નર બીજા સ્થાને રહ્યા હતા. બંને પાસે સચિન તેંડુલકરનો વિશ્વકપમાં ૬૭૩ રનનો રેકોર્ડ તોડવાની તક હતી. પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો સેમીફાઇનલમાં હારી જતા બંનેએ તક ગુમાવી હતી.
જા કે, રોહિત શર્મા કુલ પાંચ સદી ફટકારી એક વિશ્વકપમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડયો હતો.
ઓસ્ટ્રેલીયાના ફાસ્ટ બોલર મીશેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલીયાના ભૂતપૂર્વ બોલર ગ્લેન મેકગ્રાથનો ૨૮ વિકેટ ઝડપવાનો વ્યÂક્તગત રેકોર્ડ તોડીને વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં ૨૯ વિકેટો ઝડપીને નવો વિક્રમ કર્યો છે.
વખતની સ્પર્ધાની સેમીફાઇનલ મેચોમાં અગાઉના વિશ્વકપ વિજેતા રહી ચૂકેલા ભારત અને ઓસ્ટ્રેલીયાનો પરાજય થયો હતો.
પાંચ વખત વિજેતા રહેલ ઓસ્ટ્રેલિયાનો ઇંગ્લેન્ડ સામે વિકેટોથી પરાજય થયો હતો અગાઉ, પહેલી સેમી-ફાઇનલમાં ન્યુઝીલેન્ડે, ભારત સામે વિજય મેળવ્યો હતો.
અગાઉની સ્પર્ધામાં બે વખત વિજેતા રહેલા ભારત પાસે ન્યુઝીલેન્ડની રમતનો જવાબ હતો અને રસાકસી ભરી સેમીફાઇનલમાં ભારતનો ૧૮ રને પરાજય થયો હતો.
સ્પર્ધાની લીગ મેચોમાં સ્પર્ધામાંથી બહાર થયેલી ટીમોમાં પાકિસ્તાનનો દેખાવ સૌથી પ્રભાવશાળી રહ્યો, જા કે, પોતાની રમતથી અફઘાનીસ્તાનની ટીમ ચાહકોના દિલ જીતી લીધા હતા.
સ્પર્ધામાંથી બહાર થનાર પાકિસ્તાનની ટીમને એક બાબતે સંતોષ રહેશે કે તેમણે ફાઇનલમાં પહોંચેલી ન્યુઝીલેન્ડને વિકેટે, જયારે વિશ્વ વિજેતા બનેલ ઇંગ્લેન્ડને ૧૬ રને પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ Âન્ડઝે પોતાના ચાહક દર્શકોને નિરાશ કર્યા હતા.
સમગ્ર રીતે જાતા શ્રેષ્ઠ દેખાવ કરનારી ચાર ટીમો સેમીમાં અને તેમાં શ્રેષ્ઠ દેખાવ કરનારી બે ટીમો ફાઇનલમાં પહોંચી હતી. બે શ્રેષ્ઠ દેખાવવાળી ટીમમાં વધુ સારો દેખાવ કરનાર ઇંગ્લેન્ડ વખતે વિશ્વવિજેતા બની છે.
આઇ.સી.સી. ક્રિકેટ વિશ્વકપ ૨૦૧૯ હાંસલ કરતું ઇંગ્લેન્ડ

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...