Skip to main content

નેપાળમાં રાજકીય વિવાદ અંગે સમીક્ષા

નેપાળમાં એક તરફ કોરોનાનો પ્રશ્ન ઉભો થયો છે, ત્યારે સત્તાધારી નેપાળ કમ્યુનીસ્ટ પાર્ટી – એનસીપીના વરીષ્ઠ નેતાઓએ પ્રધાનમંત્રી આર.પી.શર્મા ઓલીનું પ્રધાનમંત્રી પદેથી રાજીનામું માગતા, નેપાળના રાજકારણમાં નવો વિવાદ અને સંકટ ઉભા થયા છે.

આ ઉપરાંત સ્થાયી સમિતિના કુલ ૪૪ સભ્યો પૈકી ૩૧ સભ્યોએ પ્રધાનમંત્રી ઓલીનો મકકમરીતે વીરોધ કર્યો છે.

ગત ર૪મી મે ના રોજ યોજાયેલી સ્થાયી સમિતિની બેઠક ત્રણ મુદૃાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નેપાળ સરકારની નીતી કોવિડની પરિસ્થિતિ સાથ કામ પાડવા સહિત નેપાળ સરકારની કામગીરીની સમીક્ષા ભારત – નેપાળ સરહદે સ્થિતિ જેવા મુદૃાઓની ચર્ચા કરવામાં આવી હતી. શરૂઆતકમાં એનસીપી પક્ષની સ્થાયી સમિતિના સભ્યોએ વહીવટની પધ્ધતિ, ભષ્ટાચારમાં થયેલો વધારો, કોવીડને નાથવામાં સરકારને મળેલી નીષ્ફળતા જેવા મુદૃાઓ અંગે સરકારની કામગીરીની ટીકા કરી હતી.

જો કે પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડ, વરીષ્ઠ અગ્રણી માધવકુમાર નેપાળ, બામદેવ ગૌતમ જેવા વરિષ્ઠ નેતાઓએ પક્ષના અધ્યક્ષપદેથી તથા પ્રધાનમંત્રીપદેથી રાજીનામું માંગતા, રાજકીય સંકટ અને વિવદ ઘેરા બન્યા.

આ અગ્રણીઓએ ભારત સાથેની નીતીની પણ ટીકા કરી હતી આના લીધે પ્રધાનમંત્રી ઓલીને નેપાળના કેટલાક નેતાઓ તેમને સત્તાપરથી દુર કરવાનું ષડયંત્ર રચતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

શ્રી ઓલીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની સરકારે કાલાપાની, લિયુલેખ અને લિમ્પીયાધુરા જેવા વિસ્તારોને નેપાળના વીસ્તારો ગણાવતા નકશાને માન્યતા અપાવી, તેથી આ બનાવનો બદલો લેવા નેપાળની અંદરના તત્વો અને ભારત સાથે મળીને તેમની સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરી રહયાં છે.

ઉલ્લેખનીય છે કે પ્રચંડના નેતૃત્વ હેઠળના જુથે આ વર્ષની શરૂઆતમાં શ્રી ઓલીનો રાજીનામાની માંગણી કરી હતી. એ વખતે ભારતે વિપુલેખથી માનસરોવર સુધીના માર્ગનું ૮મી મે ના રોજ ઉદઘાટન કરતા શ્રી ઓલીએ લિપુલેખને નેપાળનો વિસ્તાર ગણાવીને વિવાદ ઉભો કરીને પોતાના રાજીનામાના મુદૃાથી લોકોનું ધ્યાન બીજે દોર્યુ હતું.

શ્રી ઓલીએ પોતાના પક્ષના નેતાઓ તેમની સાથે રહે તથા પક્ષની એકતા જળવાય તે હેતુથી ચીનની મદદથી તેમના રાજકીય વિરોધકો ઉપર દબાણ વધાર્યુ હતું. શ્રી કે.પી.શર્મા ઓલીના વડપણ હેઠળના સીપીએફ – યુએમએલ અને શ્રી પ્રચંડના નેતૃત્વ હેઠળના સીપીએન – માઓઇસ્ટ સેન્ટરના વીલીનીકરણ બાદ ર૧મી ફેબ્રુઆરી ર૦૧૮ ના રોજ એનસીપી પક્ષની રચના થઇ હતી.

નવા પક્ષની રચનાનો મુખ્ય હેતુ નેપાળને સમાજવાદ તરફ દોરી જવાનો હતો. બંને જુના પક્ષોએ નેપાળની વર્ષ ર૦૧૭ માં યોજાયેલી સંસદીય ચુંટણી પહેલા સમજુતી સાધીને એનસીપી પક્ષની રચના ધ્વારા ચુંટણી સાથે મળીને લડી હતી. એનસીપીએ સંસદીય ચુંટણીમાં બહુમતી મેળવવા ઉપરાંત સાતમાંથી છ પ્રાંતોની વિધાનસભાની ચુંટણીમાં પણ વીજય મેળવ્યો.

જો કે ગત ૯મી જુનથી નેપાળના કાઠમંડુ શહેર તથા અન્ય સ્થળોએ યુવાનો ધ્વારા દેખાવોના પગલે નેપાળ સરકારની નીષ્ફળતા છતી થઇ છે.

તેઓ કોવીડ સામે સરકારના અસરકારક પગલાની માંગણી કરી રહયાં છે. નેપાળમાં કોવીડના કારણે ૧૪ હજાર લોકો સંક્રમીત થયા છે તથા કોવીડના ર૪ દર્દીઓના મોત નીપજયા છે.

દરમિયાન લઘુમતી સમુદાયના કેટલાક લોકો નેપાળ સરકારના નાગરીકત્વ વિધેયકનો વિરોધ કરી રહયાં છે.

આ વિધેયકમાં નેપાળના નાગરીક સાથે લગ્ન કરનાર વિદેશની યુવતીને નેપાળનું નાગરીકત્વ સાત વર્ષ પછી આપવાની જોગવાઇ છે.

તરાઇ વિસ્તાર તથા કાઠમંડુમાં આ વિધેયકના વિરોધમાં દેખાવો થઇ રહયાં છે. નેપાળ અને ભારત વચ્ચે ભુગોળ, ઇતિહાસ અને સાંસ્કૃતિક ક્ષેત્રે વર્ષોજુના સારા દ્વિપક્ષીય સંબંધો રહયાં છે.

આ સંબંધો સર્વગ્રાહી, નજીકના તથા બહુવિધ આયામોવાળા છે. બંને દેશોએ ૧૭મી જુન ૧૯૪૭ માં રાજદ્વારી સંબંધોની સ્થાપના કરી હતી. વર્ષ ૧૯પ૦ માં બંને દેશોએ મુકત સરહદની સંધી કરી હતી. આના લીધે બંને દેશો વચ્ચેના મૈત્રી સંબંધો આગવા બન્યા હતા.

લેખક – ડોકટર નિહાર નાયક, નેપાળ બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...