Skip to main content

અખાતી પ્રદેશમા શાંતિ જાળવવા ભારતની હાકલ

પર્શિયન અખાતી પ્રદેશમા સર્જાયેલા તણાવ વચ્ચે અને ગત શુક્રવારે અમેરિકી સેના દ્વારા ઈરાની સેનાના મેજર જનરલ કાસીમ સુલેમાનીની કરાયેલી હત્યા બાદ, ભારતના વિદેશી બાબતોના મંત્રી એસ જયશંકરે ઈરાની વિદેશ મંત્રી જવિદ ઝારીફ સાથે ટેલિફોન પર વાત કરી હતી અને અખાતી પ્રદેશમા ઊભા થયેલા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી. બંને મંત્રીઓએ એક બીજાને સંપર્કમાં રહેવા જણાવ્યું. વિદેશ મંત્રી જયશંકર 19 મી સંયુક્ત પંચની બેઠમાં ભાગ લેવા બે અઠવાડિયા પહેલા તેહરાનની મુલાકાતે ગયા હતા. તેમણે ઇરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૂહાની સહિત કેટલાક વરિષ્ઠ મંત્રીઓની મુલાકાત લીધી હતી. શ્રી ઝારીફ 14 મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં શરૂ થનારી રાયસીના મંત્રણામાં ભાગ લેવા ભારતની મુલાકાતે આવશે.

ઈરાક, સિરીયા, લેબેનોન અને યેમેન સાથે ઈરાન તરફથી મંત્રણા કરનાર અખાતી પ્રદેશના પ્રભાવશાળી આગેવાન જનરલ સુલેમાનીની હત્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની આગેવાનો વચ્ચે શરૂ થયેલા શાબ્દિક સંઘર્ષના પરિપ્રેક્ષ્યમાં આ ટેલિફોન કોલ થયો હતો. ખરેખર જનરલ સુલેમાની ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની બાદ ઈરાનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે ઓળખાતા હતા.

ઈરાની આગેવાનો ઝડપી કાર્યવાહી કરતાં અમેરિકાને સણસણતો જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી. રોષની લાગણી વ્યક્ત કરતાં ઈરાની સેનાના વરિષ્ઠ કમાન્ડરે જણાવ્યું હતું કે ઇરાને બહુ પહેલા જ અખાતી પ્રદેશમા આવેલા અમેરિકાના મહત્વપૂર્ણ એવા 35 નિશાનો તારવી કાઢ્યા છે. સાથે સાથે ઇઝરાયેલ ઇસ્રાઇલ પણ ઇરાનની પહોંચમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. આનાથી ઉશ્કેરાઈને અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાએ પણ ઇરાનના 52 સ્થળો શોધી કાઢ્યા હોવાની જાહેરાત કરી જેમાં ઈરાન અને ઈરાની સંસ્કૃતિ માટે અત્યંત મહત્વ ધરાવતા સ્થળોનો પણ સમાવેશ થાય છે. જો ઈરાન અમેરિકાના નિશાનોને લક્ષ્ય બનાવશે, તો અમેરિકા તેનો ઝડપી અને અત્યંત કઠોર જવાબ આપશે તેવી ચીમકી પણ ટ્રમ્પે આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ અત્યાર સુધી ક્યારેય ના કર્યો હોય તેવો કઠોર હુમલો કરશે. સામે ઇરાને પણ દુનિયાને યાદ અપાવ્યું છે કે, કેટલાય આક્રમણો હુમલા અને લડાઈઓ પછી પણ તેમની સંસ્કૃતિ અકબંધ રહી છે.

જો સુલેમાનીની હત્યા ટ્રમ્પ વહીવટીતંત્ર માટે મોટી સફળતા હતી તો તે 1989માં સત્તા સભાળનારા ઇરાનના સર્વોચ્ચ નેતા માટે પણ આજ સુધીનો સૌથી ગંભીર પડકાર છે. ઇરાને અમેરિકા અને આ પ્રદેશમાંના તેના પરોક્ષ સાથીઓને ખાતરી કરાવવા પણ વળતો જવાબ આપવો પડશે. આવો વળતો જવાબ સુલેમાનીના દફનવિધિ પછી કરાય તેવી શક્યતા હતી. જે આજે સવારે સાચી પડી છે. ઘણા બધા દેશોની જેમ ભારતે પણ પરિસ્થિતિની ગંભીરતાને પારખી છે અને ઝડપથી બહાર પાડેલા એક નિવેદનમાં ભારતે પરશિયાના અખાતમાં શાંતિ, સ્થિરતા અને સલામતિના મહત્વની યાદ અપાઈ છે. અને આશા વ્યક્ત કરી છે કે, સ્થિતિ વધુ વણસવા દેવામાં નહીં આવે. મહત્વપૂર્ણ પ્રસ્ન એ છે કે, હવે ઇરાન ક્યારે અને કેવી રીતે અને કેવો પ્રતિભાવ આપશે આ એક કોયડારૂપ વ્યૂહાત્મક સમુદાય છે.

અમેરિકી હિતો કે અમેરિકી ધરતી પર સીધો હુમલો ઇરાન માટે મોંઘો સાબિત થઈ શકે. કારણ કે, તેનાથી અમેરિકા તરફથી તીખા પ્રતિભાવની સંભાવના છે. માટે ઇરાન, ઇઝરાયેલ, ઇરાક કે સાઉદી અરેબિયા જેવા મધ્યપૂર્વ વિસ્તારના અમેરિકાના સાથી દેશો પર ધ્યાન કેન્દ્રીત કરે તેવી શક્યતા છે.

ભારત આ બધા દેશો સાથે નજીકના જોડાણો ધરાવે છે. ઇરાનના પ્રતિભાવોની કલ્પના કરવી અઘરી છે. પણ ઇરાનના કોઈપણ પ્રતિભાવથી ભારત માટે મહત્વપૂર્ણ પાર્સિઅન અખાત વિસ્તારમાં અશાંતિ ઊભી થશે.

ભારત, ઇરાન સાથે ઉર્જા સુરક્ષા, ચાબહાર બંદર અને મધ્ય એશિયા માટે પરિવહન રૂટ જેવા મહત્વપૂર્ણ હિતોથી જોડાયેલું છે. આ સાથે ભારત, ઇરાનના નેતૃત્વને એક મોઘમ સંદેશો પણ પાઠવી રહ્યું છે. કે, તે એકલું નથી. ભારત તેની મુશ્કેલી સાંભળી અને સમજી રહ્યું છે.

ભારત જેવા દેશો દ્વારા ઇરાનની દુવિધાને અપાયેલું પ્રોત્સાહન, ઇરાનને સુલેમાનીની હત્યાનો બદલો લેવા કરવામાં આવનાર પ્રયાસો અને તેના પરિણામો અંગે વધુ વાસ્તવિક બની મૂલ્યાંકન કરવાની તક પૂરી પાડશે. ઇરાનને મળી રહેલા આંતરરાષ્ટ્રીય સમર્થનના વ્યાપક સંદર્ભોને જોતાં ઇરાનને તેની પ્રતિક્રિયાઓની પ્રાથમિકતા નક્કી કરવામાં ભારતનું મૂક સમર્થન છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...