Skip to main content

ભારતે જીસેટ ત્રીસ ઉપગ્રહને સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂક્યો – એ અંગે સમીક્ષા

ભારતે તેનો 41મો સંદેશાવ્યવહાર ઉપગ્રહ જીસેટ – 30ને ગત 17મી જાન્યુઆરી 2020ના રોજ સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂકયો છે.

ભારતનો 14 વર્ષ જૂનો ઇનસેટ ચાર એ ઉપગ્રહ ટૂંક સમયમાં કામ કરતો બંધ થવાનો છે. એ બાબત ધ્યાનમાં લેતા જીસેટ 30 ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવાની ઘટના સંદેશાવ્યવહારની સેવા સતત ચાલુ રાખવાની રીતે મૂલવતા મહત્વની ગણાવી શકાય.

હાલ દેશના કેબલ ઓપરેટરો તેમના કાર્યક્રમના પ્રસારણ માટે ઇન્સેટ ચાર એ ઉપગ્રહનો ઉપયોગ કરી રહ્યા છે. નવો જીસેટ 30 ઉપગ્રહ આ સેના વધુ પંદર વર્ષ સુધી ચાલુ રાખવાની સુવિધા કેબલ ઓપરેટરોને આપશે.

ફ્રાંસના ગયાના ખાતેથી એરીયન પાંચ રોકેટની મદદથી જીસેટ 30ને અવકાશમાં તરતો મુકાયો છે.

ફ્રાંસની એરીયનસ્પેસ એજન્સીએ વર્ષ 1981માં ભારતના પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહ એપલને અવકાશમાં તરતો મૂકયો.

ત્યારથી આજદિન સુધીમાં એરીયનસ્પેસે ભારતના 23 ઉપગ્રહો તરતા મૂકયા છે. એરીયન પાંચ રોકેટે યુરોપ અને આફ્રિકાના ઇ.યુ. ટેલસેટ તથા કોનેકટ ઉપગ્રહો પણ અવકાશમાં તરતા મુકયા છે.

જીસેટ ત્રીસ, 15 વર્ષની આવરદા ધરાવે છે અને ઇસરો દ્વારા છોડાયેલો તે શક્તિશાળી ઉપગ્રહ છે.

જીસેટ ત્રીસ ઉપગ્રહ 12 સી અને 12 કે.યુ.બેન્ડ ટ્રાન્સપોન્ડર્સથી યુક્ત છે. કે.યુ. બેન્ડની મદદથી જીસેટ 30 ઉપગ્રહ ભારતની મુખ્ય ભૂમિ અને તેના ટાપુઓમાં સંદેશા વ્યવહાર સેવા મજબૂત બનાવશે. જયારે કે.યુ. બેન્ડ ટેલીવીઝન બ્રોડકાસ્ટરોને તેમના કાર્યક્રમો ભારત, અખાતી દેશો તથા ઘણા એશિયાઇ દેશોમાં ટેલિવીઝનના કાર્યક્રમો દર્શાવવા ઉપયોગી નીવડશે.

ઇસરોના જણાવ્યા મુજબ ઉપગ્રહની ઉપર ટ્રાન્સપોન્ડર્સની સંખ્યા વધારી શકાય તેવી રીતે ઉપગ્રહની ડિઝાઈન કરવામાં આવી છે. આના પરિણામે સારી પ્રસારણ સેવા અને તેનું વિસ્તરણ શક્ય બનશે.

ઇસરોના જણાવ્યા મુજબ આ શક્તિશાળી ઉપગ્રહના કારણે વી-સેટ, ટેલિવિઝન અપલિંકીંગ, ટેલિફોન સેવા, ડીટીએચ ટેલિવીઝન સેવા તથા ઉપગ્રહ આધારીત અન્ય સેવાની ગુણવત્તામાં વધારો થશે. આ ઉપગ્રહ ડિજીટલ સેટેલાઇટ સમાચાર એકત્રીત કરવામાં મદદરૂપ બનશે.

ઇસરોના જણાવ્યા મુજબ નવા અને અદ્યતન ટેકનોલોજીની મદદથી જીસેટ ત્રીસ ઉપગ્રહ 2030થી વધુ વર્ષો સુધી કામગીરી સરળતાથી કરી શકશે.

વિવિધ ઉપગ્રહો તથા રોકેટો ચોક્કસ સમયમર્યાદામાં છોડવાની કામગીરી સતત ચાલુ રાખવા ઇસરો, મધ્યમ કદના ઉદ્યોગોની મદદ લઇ રહ્યું છે. આના ભાગરૂપે જીસેટ – ત્રીસ ઉપગ્રહોના વિવિધ ભાગ જોડવાની કામગીરી અલ્ફા ડિઝાઇન ટેકનોલોજી લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવી છે. જીસેટ – ત્રીસ સંદેશાવ્યવહાર ઉપગ્રહને વિદેશી રોકેટ તથા અવકાશ મથકેથી છોડવાનો ઇસરોએ કરેલો નિર્ણય વ્યવહારૂ ગણાવી શકાય.

કારણ કે, ઉપગ્રહ આધારીત સંદેશાવ્યવહાર પ્રણાલીનો ઉપયોગ કરતા ભારતીય વપરાશકારોને કોઇ મુશ્કેલી ન પડે તે હેતુથી ઇસરોએ આ નિર્ણય લીધો હતો.

ઇસરોના અધ્યક્ષ ડોકટર શીવાનના જણાવ્યા મુજબ ભવિષ્યમાં ઉપગ્રહો છોડવા માટેના રોકેટોના નિર્માણની જવાબદારી અન્ય સંસ્થાને સોંપવા ઇસરો વિચારી રહી છે. પ્રથમ તબક્કામાં હિંદુસ્તાન એરોનોટીક્સ લિમિટેડ અને લાર્સન અને ટુબ્રોનાં સંયુક્ત સાહસને પી.એસ.એલ.વી. રોકેટના નિર્માણની કામગીરી સોંપાશે. અત્યાર સુધી ઇસરો સંસ્થા જાતે જ પી.એસ.એલ.વી. બનાવતી હતી.

ઇસરોના સૂત્રોના જણાવ્યા મુજબ અવકાશને લગતા વિવિધ કાર્યક્રમો માટે સરકારે ગગનયાન પ્રોજેક્ટ માટે 100 અબજ રૂપિયા સહિત કુલ 300 અબજ રૂપિયા ફાળવ્યા છે.

સમગ્ર રીતે જોતા ભારતીય અંતરીક્ષયાત્રીને અવકાશમાં મોકલવાના ગગનયાન પ્રોજેક્ટની લગભગ 80 ટકા કામગીરી ખાનગી ક્ષેત્રની સોંપાશે.

વર્ષ 2022માં ભારત, આઝાદીના 75 વર્ષની ઉજવણી કરશે તે પહેલા ભારતીય અવકાશયાત્રીને અવકાશમાં મોકલવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.

ભૂતકાળની સારી સિધ્ધિઓ ધ્યાનમાં લેતા ઇસરો આ પ્રોજેક્ટમાં સફળતા મેળવવા ચોક્કસ હકદાર ગણાવી શકાય.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...