Skip to main content

સ્ટાર્ટ-અપ ઝુંબેશને મળી રહેલી સારી સફળતા

71મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં અપેક્ષા મુજબ જ સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજનાને ગૌરવવંતુ સ્થાન મળ્યું હતું. સમગ્ર ભારતમાં વીસરી ચૂકેલા 26 હજારથી વધુ સ્ટાર્ટ અપ સાહસોએ ખૂબ ટૂકા સમયગાળામાં ત્રણ લાખથી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે. સરકાર દ્વારા સાનુકૂળ વાતાવરણ ઊભું થવાના કારણે સ્ટાર્ટ અપમાં ભારે મૂડીરોકાણનો માર્ગ ખુલ્લો થયો છે. અત્યાર સુધીમાં ભારતમાં સ્ટાર્ટ અપમાં થયેલા રોકાણનું મૂલ્ય 35 અબજ ડોલરથી પણ વધારે થઈ ચૂક્યું છે.

આજે દેશની ટોચની ટેકનિકલ અને મેનેજમેન્ટ સંસ્થાઓમાંથી બહાર આવતાં સ્નાતકો જે રીતે નોકરીના બદલે સ્ટાર્ટ અપને પસંદગી આપી રહ્યા છે તે દેશમાં ઉદ્યોગ સાહસિકતાની પ્રદર્શિત કરે છે તેમાં બે મત નથી.

પ્રજાસત્તાકની પરેડમાં સ્ટાર્ટ અપનો ટેબ્લો દર્શકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સ્ટાર્ટ અપ માટેનું જે રીતે વાતાવરણ સર્જાઇ રહ્યું છે તે પણ આ ટેબ્લોમાં ઉત્કૃષ્ટ રીતે પ્રદર્શિત થયું હતું. સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે સરકાર તરફથી અપાતી સરળ મૂડી સહાય અને કરવેરામાં રાહતો દ્વારા તેને અનુકૂળ વાતાવરણ ઊભુ થયું હોવાથી મોટી કંપનીઓ દ્વારા પણ વિવિધ સ્ટાર્ટ અપ સાહસોનું વટવૃક્ષ તેમાં પ્રદર્શિત કરાયું હતું.

આમ તો સ્ટાર્ટ અપની શરૂઆત વર્ષ 2016માં જ થઈ હોવાથી આ યોજના હજી તો પાપા પગલી ભરી રહી છે. પરંતુ તેની સફળતા અદભૂત છે. તેના હેઠળ ઊભા થઈ રહેલા નવા સાહસોનું મૂલ્ય અબજ ડોલરના આંકને ક્યારનુંય પાર કરી ગયું છે. આ સાહસોએ દેશની સીમાઓ પણ વટાવી છે અને અન્ય દેશોમાં તેની હાજરી વર્તાવા લાગી છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન માટેના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા ખરેખર ખૂબ પ્રોત્સાહક છે. દેશના 28 રાજ્યો અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશોના 551 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 26 હજારથી વધુ સ્ટાર્ટ અપ સાહસોની નોંધણી થઈ છે. આ સાહસોમાં કેવળ ટેકનોલોજી અને ખાદ્ય ચીજો પહોંચાડવાના એકમો જ શરૂ થયા છે એવું નથી પરંતુ સંખ્યાબંધ સાહસો હવે દેશના ગ્રામ વિસ્તારોમાં પણ કામ કરી રહ્યા છે અને એ રીતે ગ્રામજનો, અને ખેડૂતોના જીવનમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. અને આમ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણીના કરવાના સરકારના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પણ સ્ટાર્ટ અપ એકમો નવું બળ પુરૂં પાડી રહ્યા છે.

રોકાણકારોએ ભારતીય સ્ટાર્ટ અપને આવકાર્યું છે. માત્ર 2019માં જ ભારતીય સ્ટાર્ટ અપ ક્ષેત્રમાં લગભગ 14 અબજ ડોલરનું રોકાણ થયું છે. તેમાં જાપાન,ચીન અને અમેરિકાના મૂડીપતિઓ સારા વળતરની અપેક્ષાએ રોકાણ વળતરની કરવા આકર્ષાઈ રહ્યા છે. મોટા ભારતીય ઉદ્યોગપતિઓ પણ તેમાં આશીર્વાદરૂપ રોકાણ કરી રહ્યા છે. પરિણામે આવા સ્ટાર્ટ અપ તેમની કામગીરી ઝડપથી વધારવા અનુભવી પ્રબંધકો તથા અદ્યતન ટેકનિકલ જાણકારી મેળવવા સક્ષમ બની રહ્યા છે.

છતા સમીક્ષકોના મતે વિશાળ વિદેશી રોકાણોને પગલે કેટલાંક સ્ટાર્ટ અપ બિન ટકાઉ અવ્યવહારું વ્યવસાયમાં ફસાયા છે. જેમાં તેમનું નુકસાન સતત વધી રહ્યું છે. ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે આ બાબત પડકારરૂપ છે. ઉદ્યોગ સાહસિકો માટે મુખ્ય આવશ્યકત મજબૂત ધ્યેય સાથેનો સાચો વેપાર છે. આ ઉપરાંત, કેટલાક સ્ટાર્ટ-અપ્સ ગ્રાહક સેવાને લગતી લોકોની લાલચી માંગણીએઑ સંતોષી ર્રહયા છે. દેશમાં સ્ટાર્ટ અપની ભીડ થવાની સંભાવના નકારી કાઢી શકાય નહીં. આ સ્ટાર્ટ અપ હવે પ્રયોગશાળા અને વિવિધ વિદ્યાપીઠોમાં સંશોધન કેળવવા તરફ ધ્યાન આપે તેવી અપેક્ષા છે. અમેરિકી અર્થતંત્રની સફળતા પાછળનું એ સૌથી મોટું પરિબળ છે. ટેકનિકલ વિદ્યાપીઠોમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા સરકાર કેટલીક યોજનાઓ ચલાવી રહી છે. પ્રયોગશાળાથી ઉદ્યોગો સુધીનો આ રસ્તો, ભારતીય સ્ટાર્ટ અપ અપનાવે તેવી ઇચ્છા છે. દેશની આટલી મોટી વસ્તી મોટા ઉત્પાદન ક્ષેત્રના વિકાસમાં અને વિદેશી માર્કેટ શોધવામાં સ્ટાર્ટ અપ મહત્વની ભૂમિકા ભજવશે તેવી ખાતરી આપે છે. સ્ટાર્ટ અપ્સ માટે આ આગળનો લક્ષ્યાંક હોવો જોઈએ.

ભારતીય સ્ટાર્ટ અપ ઝુંબેશને મળેલી સફળતા ખરેખર પ્રશંસનીય છે. ભારતીય સ્ટાર્ટ અપસે હવે અમેરિકા અને ઈંગ્લેન્ડ ને પાછળ છોડી દીધું છે. સરકાર દ્વારા ઉદ્યોગ વેરામાં અપાયેલી રાહત એ સ્ટાર્ટ અપ માટે પ્રોત્સાહક બાબ છે. વ્યવહારુ વ્યવસાયિક વિચારો ધરાવતા યુવાનોને સહાય આપવા મોટી સંખ્યામાં રોકાણકારો આગળ આવી રહ્યા છે. બેંકિંગ ક્ષેત્રને પણ હવે ખુલા મનથી સ્ટાર્ટ અપ્સને આવકારયું છે. હવે સરકાર તરફથી અપેક્ષા છે કે આગામી સમયમાં દરેક શહેરમાં સ્ટાર્ટ અપ્સના હિતોને સંતોષવા એક સ્વતંત્ર વિભાગ શરૂ કરે.

લેખક – મનીશ આનંદ

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...