Skip to main content

ભારતની આગામી સમયમાં આર્થિક પ્રવૃત્તિની રૂપરેખા અંગે સમીક્ષા.

ભારતે તેનું અર્થતંત્ર પાંચ ટ્રીલીયન અમેરીકી ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે. આ ધ્યેય ઘરઆંગણે વેપાર અને મુડી રોકાણ બાબતે મજબુત અને યોગ્ય વાતાવરણ ઉભુ કરવુ અને બીજી તરફ વૈશ્વિક અર્થતંત્ર સાથેના જોડાણો વધુ મજબુત તથા જોમવંતા બનાવવા એ બંને પાયા ઉપર આધારી છે. આ ધ્યેયને સાકાર કરવા ભારતે વસ્તુ અને સેવા કર – જીએસટી તથા નાધરીને લગતો કાયદો – આઇબીસી કોડ જેવા શ્રેણીબધ્ધ સુધારાઓ હાથ ધર્યા છે. ભારતે પોતાના બજારના હિતોને ધ્યાનમાં લઇને વૈશ્વિક સ્તરે ભારતીય વેપાર ઉદ્યોગને મદદરૂપ થાય તેવી પુરક ભાગીદારી વધારવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.

રચનાત્મક અને પરસ્પર લાભદાયક આર્થિક સંબંધો સુદૃઢ બનાવવા ભારતે ઘર આંગણે વધુ મુકત વેપાર વ્યવસ્થા ઉભી કરવા તથા દ્વિપક્ષીય આર્થિક સંબંધો મજબુત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ બાબતે વૈશ્વિક સ્તરે ભારત બંધ બારણાની સંરક્ષણાત્મક આર્થિક નીતીઓમાં માને છે, તેવી જો કોઇ ખોટી માન્યતા હોય તો તેને દુર કરવા ભારતે હાથ ધરેલી આર્થિક ચર્ચા અને વ્યવહારની નીતી ઉપયોગી નીવડશે. કેટલાક વર્ષો પહેલા ભારતે યુરોપીયન સંઘ, ચુરેશિયન આર્થિક સંઘ, મોરીશીયસ, ઇઝરાયેલ સહિત ઘણા દેશો તથા સંગઠનો સાથે મુકત વેપાર સમજુતી – એફટીએ સાધવા મંત્રણાઓ કરી હતી. ભારતે યુરોપીયન સંઘ સાથે વર્ષ ર૦૦૭ થી આ મુદેૃ મંત્રણા કરી હતી. આ મંત્રણાઓ સરકારી ખરદી, શ્રમિકો માટેના કાયદા, ઓટો મોબાઇલ જેવા મુદૃાઓ અંગે ઘણીવાર સ્થગીત થતી જોવા મળી.

ભારતના વેપાર ક્ષૈત્રના સૌથી મોટા ભાગીદાર એવા યુરોપીયન સંઘ સાથે વ્યાપક આધાર ધરાવતી વેપાર અને મુડી રોકાણ સંધિ – બીઆઇટીએ આ કારણે જડ – જવેરાત, કાપડ જેવા ક્ષેત્રે ઘણી મદદ મળી હતી. યુરોપીયન સંઘ તેની નિકાસના હિતોને ધ્યાનમાં લઇ કરવેરામાં વધુ છુટની માંગણી કરી શકે છે. બ્રેકઝીટ બાદ, યુરોપીયન સંઘથી અલગ પડેલા ઇગ્લેન્ડ સાથે ભારત અલગથી વેપાર – મુડીરોકાણ બાબતે ચર્ચા કરી શકે છે.

યુરોપના દેશોમાં વસતા ભારતીય લોકો તથા આ દેશો સાથેના ભારતના ઐતિહાસીક સંબંધો – આર્થિક પ્રવૃત્તિ સઘન બનાવવામાં મદદરૂપ બની શકે છે. ભારત અને અમેરીકા મુકત વેપાર સમજુતી – એફટીએ જેવી મંત્રણામાં કયારેય જોડાયા નથી. જો કે ભારત અને અમેરીકા વેપાર ક્ષેત્રે ટુંક સમયમાં સમજુતી સાધી શકે છે. અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ફેબ્રુઆરી માસમાં ભારતની મુલાકાત લેવાના છે. ત્યારે આર્થિક સમજુતી ઉપર હસ્તાક્ષર થવાની સંભાવના છે. જો કે અ મંત્રણામાં વેપાર ક્ષેત્રે અમેરીકા ધ્વારા સાથી દેશોને કરવેરામાં છુટ આપતી જીએસટી વ્યવસ્થાના લાભોથી ભારતને દુર કરવાના નિર્ણય બાબતે ભારત અને અમેરીકા ચર્ચા કરે તેવી સંભાવના છે.

એવી જ રીતે ભારતે પણ અમેરીકાની ચીજવસ્તુઓ પરના વધારેલા દરો અંગે ચર્ચા થવાની પણ સંભાવના છે. ભારતે આરસીઇપી સમજુતીમાંથી ખસી જવાના કરેલા નિર્ણયના લીધે ભારતને એક તરફ એફટીએ જેવી સમજુતી ઉપર આધાર રાખવો પડશે તો બીજી તરફ ભારતના ઘર આંગણાના ઉદ્યોગોને ગેરલાભ થવાની શકયતા છે. સંવેદનશીલ ક્ષેત્રો વેપાર માટે મુકત કરવા તથા નિયંત્રણ વિના સેવા ક્ષેત્રને ખુલ્લુ મુકવા જેવા નિર્ણયો ભારતના હિતમાં નહી હોય. આરસીઇપી અંગેના નિર્ણય બાદ ભારતે આસીયાન સંગઠન તથા જાપાન, કોરીયા દેશો સાથે નવેસરથી વેપાર ઉદ્યોગ ક્ષેત્રે વાતચીત શરૂ કરી છે.

દક્ષિણ કોરીયા, જાપાન તથા આસીયાન દેશો સાથેના એફટીએ સમજુતીનો પુરેપુરો લાભ ભારત લઇ શકયો નથી. એવી જ રીતે ઇઝરાયેલ, ઓસ્ટ્રેલીયા જેવા દેશો સાથે પણ મંત્રણાઓ ટુંક સમયમાં શરૂ થશે. જો કે આ મંત્રણાઓ વસ્તુ, સેવા તથા મુડીરોકાણ ક્ષેત્રની બાબતોને સર્વગ્રાહી રીતે આવરી લેતી હોવી જરૂરી છે. અન્ય દેશો સાથેની એફટીએ સમજુતીઓના પગલે નિયમનકારી પધ્ધતિમાં તથા વેરામાં થનાર ફેરફાર સાથે તાલ મીલાવવા લાગતા વળગતાઓને પુરતો સમય પણ મળવો જોઇએ. આમ સમગ્ર રીતે જોતા ભારત આગામી સમયમાં આર્થિક ક્ષેત્રને લગતી ચર્ચા, સમજુતીઓ જેવી પ્રવૃતિઓમાં કાર્યરત બનશે.

લેખક – સત્યજીત મોહંતી, આર્થિક બાબતોના વરિષ્ઠ વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...