Skip to main content

ભારત અને લેટીવીયા દેશોના સંબંધો વધુ ગતિશીલ અને સઘન બન્યા – એ અંગે સમીક્ષા

લેટીવીયાના વિદેશ મંત્રી એડગર રીન્કેવીકસની ભારતની તાજેતરની મુલાકાતે બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બન્યા છે. ગત ર૦૧૬ ના સપ્ટેમ્બર માસમાં ભારતના માહિતી અને ટેકનોલોજી મંત્રી રવીશંકર પ્રસાદે લેટીવીયાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ નવેમ્બબર ર૦૧૭માં લેટીવીયાના પ્રધાનમંત્રીએ ભારતની પ્રથમ ઐતિહાસીક મુલાકાત લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુ પણ ઓગષ્ટ ર૦૧૯માં લેટીવીયાની મુલાકાતે ગયા હતા. ભારત અને લેટીવીયાના સંબંધો, સો વર્ષ જુના છે. રરમી સપ્ટેમ્બર ૧૯ર૧ માં લેટીવીયા લીગ ઓફ નેશન્સ જુથનું સ્વતંત્ર સભ્યદેશ બન્યો હતો. ૧૦ જાન્યુઆરી ૧૯ર૦ માં લીગ ઓફ નેશન્સ સંઘટનના સ્થાપક સભ્ય તરીકે ભારતે લેટીવીયાને સભ્યપદ આપવાની હંમેશા તરફેણ કરી હતી. બંને દેશોએ પ્રથમ શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના સંબંધે મજબુત બનાવ્યા. લેટીવીયાની રીગા યુનિવર્સીટીમાં વર્ષ ૧૯ર૩ માં બૌધ્ધિક સહકાર માટેની રાષ્ટ્રીય લેટીવીયા સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિમાં ભારતના તે વખતના પ્રતિનિધિ તરીકે ડોકટર સર્વેપલ્લી રાધાકૃષ્ણન જોડાયા હતા. આ સમિતિએ વર્ષ ૧૯૪૬માં સંયુકત રાષ્ટ્રસંઘની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનીક સંસ્થા – યુનેસ્કોની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

૧૩મી જાન્યુઆરી ર૦૧૯ ના રોજ લેટીવીયાના વિદેશ મંત્રીએ જેએનડીના પ્રોફેસર સાધના નૈથાનીએ લખેલા ફોકલોટ ઓફ બાલ્ટીક હિસ્ટરી પુસ્તકનું દિલ્હીમાં વિમોચન કર્યું. આ પુસ્તકમાં બાલ્ટીક પ્રદેશના લોકગીતોએ સ્વાતંત્ર્ય ચળવળ ઉપર કરેલી અસર અંગે જાણકારી આપી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં ભારતે અહિંસાના બળે આઝાદી મેળવી, તે ઘટનાની મોટી અસર લેટીવીયાની આઝાદીની ચળવળ ઉપર થઇ. ભારતે પણ અહિંસાના માધ્યમથી વર્ષ ૧૯૯૧માં સ્વતંત્ર દેશ બનનાર લેટીવીયાને આવકાર્યો. લેટીવીયાના વિદેશ મંત્રી રિન્કેવીકસે રાજઘાટ ઉપર પુષ્પો ચઢાવીને ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરીને ભારતયાત્રાનો આરંભ કર્યો. આ બાબતે ભારત અને લેટીવીયા વચ્ચેના સંબંધો મજબુત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. રીંગાની યુનીવર્સીટીમાં આશરે પંદરસો જેટલા વિદ્યાર્થીઓ તબીબી તથા ટેકનીકલ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહયાં છે. આ યુનીવર્સીટીમાં ર૦૧૩ થી ભારતીય અભ્યાસ તથા સંસ્કૃતિનું ખાસ કેન્દ્ર શરૂ કરાયું છે. દિલ્હીની જેએનયુ તથા હરીદ્વારની દેવ સંસ્કૃતિ યુનીવર્સીટી સંયુકત રીતે ભારત – બાલ્ટીક સાંસ્કૃતિક અભ્યાસ અંગેનું સામયિક પ્રકાશિત કરે છે. લેટીવીયા દેશે તેના નાગરીકોને ડીજીટલ ટેકનોલોજીના માધ્યમથી સશકિતકરણ અને તે ધ્વારા સામાજીક આર્થિક વિકાસમાં સારી કામગીરી કરી છે.

આમ, ભારત અને લેટીવીયા વચ્ચે ડીજીટલ ક્ષેત્રે સહકાર વધારવાની સારી તક રહેલી છે.

જેમાં ડિજીટલ ટેકનોલોજીના માધ્યમથી ખાસ કરીને મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડવાની ઉજળી તકો રહેલી છે.

માર્ચ 2015 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દ મહાસાગરને કેન્દ્રમાં રાખતી તથા બધા જ વિસ્તારોના વિકાસને લગતી – સાગર નીતિ અમલમાં મૂકી છે.

લેટીવીયામાં રીગાબંદર અને તેના વ્યવસ્થાપનને ધ્યાનમાં લેતા દરિયાઈ લેતા, દરિયાઈ સહકાર ક્ષેત્રે લેટીવીયા, ભારતનો મહત્વનો ભાગીદાર દેશ બની શકે છે.

લેટીવીયા હિન્દ મહાસાગરની સલામતી તથા વિકાસમાં ભાગીદાર બની શકે છે, તો ભારત ઉત્તર – દક્ષિણ પરિવહન માર્ગની મદદથી લેટીવીયામાં તથા યુરોપિયન સંઘના દેશોના જોડવામાં મદદરૂપ બની શકે છે.

જૂન 2020 માં ભારત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં બિન કાયમી સભ્યદેશ તરીકે ચૂંટાય તેવી શક્યતા છે. જ્યારે લેટીવીયાએ વર્ષ 2026-2027 માટે રાષ્ટ્રસંઘની સલામતી પરિષદના બિન કાયમી સભ્યદેશની ચૂંટણીમાં ઊભા રહેવાનો નિર્ણય કર્યો છે.

ભારત અને લેટીવીયા, રાષ્ટ્રસંઘને બહુદેશીય અને સમાનતાના આધારે કામગીરી કરતી સંસ્થા બનાવવા પ્રતિબદ્ધ છે. આમ, ભારત અને લેટીવીયા વચ્ચે સહકાર વધારવાની ઘણી તકો છે, અને તેની શરૂઆત રાષ્ટ્ર સંઘની કામગીરી પારદર્શક, સમાનતાના ધોરણે બનાવવામાં યોગદાન સાથે થઈ શકે છે.

લેખક – અશોક મુખરજી, રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના ભુતપુર્વ કાયમી પ્રતિનિધિ.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...