Skip to main content

ઓમાનમાં એક યુગનો અંત

ઓમાન પર પાંચ દાયકાઓ સુધી શાસન કરનાર સુલતાન કાબૂસ બીન સૈયદ અલ સૈયદનું 10 જાન્યુઆરીએ નિધન થયું. આ સાથે એક યુગનો અંત થયો છે. લાંબી બીમારી બાદ તેમનું નિધન થતાં અખાતના મુખ્ય રાષ્ટ્રમાં હવે રક્ષક બદલવાનો માર્ગ મોકળો થયો છે.

સુલ્તાન કાબૂસ નિયમોના પાકા અને વૈશ્વિક સ્તરે સન્માનનિય હતા. સાઉદી અરેબિયા અને ઇરાન જેવા રાષ્ટ્રોની સામે ઓમાનમાં આ 79 વર્ષના સુલતાને સ્થિરતા અને સ્વતંત્ર વિદેશ નીતી સ્થાપી હતી. તેમના રૂઢિચુસ્ત પિતા સૈયદ બીન તૈમુહના 1970ના બળવા પછી ઘોફર બળવા ખોરોને ડામી દીધા હતા. અને ગુલામી પ્રથા નાબૂદ કરી ઓમાનને આધુનિકાતાના માર્ગે લઈ ગયા હતા. તેમણે 1997માં લેખિત બંધારણ રજૂ કરી રાજનીતિ ,ઉદ્યોગ અને રમત-ગમતમાં મહિલાઓનો સમાવેશ કરી મહિલા સશક્તિ કરણને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ આધુનિક ઓમાનના પિતા તરીકે જાણીતા થયેલા સુલતાન કાબૂસે 2015 ઇરાક પરમાણુ સંધિમાં હસ્તાક્ષર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે યમનમાં લડી રહેલા પક્ષોને સાથે કરવામાં પણ મધ્યસ્થી તરીકે ભાગ ભજવ્યો હતો.

સુલતાનના પોતાના વારસદાર ન હોવાથી તેમના ઉત્તરાધિકારી વિશે વિવિધ અટકળો થઈ રહી હતી. પિતરાઈ ભાઈ હૈથમ બીન તારીક અલ સૈયદની તેમના ઉત્તરાધિકારી તરીકે સુલતાને કરેલી પસંદગીથી તમામ અટકળોનો અંત આવ્યો છે. હૈથમ બીન તારીક અલ સૈયદ ઓક્સફોર્ડમાં અભ્યાસ કર્યો છે. નવા સુલતાનને એવો દેશ વારસામાં મળ્યો છે જ્યાં કાબૂસે એકલે હાથે પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી અને કેન્દ્રીય બેન્કના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જોકે, નવા સુલતાન માટે કબૂસ જેમ હકુમત ચલાવવી કે, સન્માન મેળવવું સરળ નહીં હોય. નવા સુલતાન સામે તણાવપૂર્ણ નાણાંકીય સ્થિતિ અને બેરોજગારી જેવા સ્થાનિક પ્રશ્નો તો પ્રાદેશિક દુશ્મનાવમાં પોતાનો પક્ષ નક્કી કરવા અંગેના બાહ્ય દબાણો સાથે તટસ્થ વિદેશ નીતી જાળવી રાખવા જેવા પડકારો છે.

જોકે,ઓમાનના નવા સુલતાન તરીકે શપથ લીધા બાદ હૈથમ બીન તારીકે, પૂર્વ સુલતાનની તમામ દેશો સાથેની મૈત્રીપૂર્ણ સંબંધોની નીતી ચાલુ રાખવાની ખાતરી આપી હતી.

કબૂસ બીન સૈયદના નિધન બાદ મસ્કતે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો અને 40 દિવસ સુધી ધ્વજ અડધી કાઠીએ ફકકાવવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા, લંડન, ઇરાન, સાઉદી અરેબિયા, કતાર, સંયુક્ત આરબ અમિરાત, તુર્કી, જોર્ડન, ઇજીપ્ત અને બહેરીન સહિતના દેશોએ સુલતાનના નિધન અંગે શોક વ્યક્ત કરી દિલસોજી પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવતાં સુલતાનને દેશ તથા આપણા વિસ્તારના શાંતિદૂત અને ભારતના સાચા મિત્ર ગણાવ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુલતાન કાબૂસને ભારતના મિત્ર ગણાવતાં નોંધ્યું કે, વિશ્વએ મહાન નેતા અને રાજપુરુષ ગુમાવ્યા છે. જેમણે આ ક્ષેત્રમાં અને વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે અથાગ મહેનત કરી છે.

નામદાર સુલતાન કાબૂસ બીન સઇદ અલ સઇદના નિધન પછી તેમના માનમાં ભારતના વિદેશ મંત્રાલયે ગઇ 13મી તારીખે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો અને દેશ વિદેશમાં સમગ્ર દિવસ દરમિયાન ભારતનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. ભારતના વિદેશ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ ગઇકાલે મસ્કત ગયું હતું. અને સરકાર તથા ભારતની જનતા વતી સદગતના પાર્થિવ શરીર પર અંજલિ અર્પણ કરી હતી.

સુલતાન કાબૂસના નિધન પ્રત્યે શોક વ્યક્ત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને ઓમાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા માટે સદગત સુલતાને મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું હતું. શ્રી મોદીએ નવા સુલતાનને અભિનંદન પાઠવીને કહ્યું હતું કે, આ વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવા સુલતાન હેથમ સાથે ખભેખભો મેળવીને કામ કરવા ભારત આશાવાદી છે. ભારત અને ઓમાન છેક પ્રાચીન સમયથી વેપારમાં સંકળાયેલા પ્રાકૃતિક ભાગીદાર દેશો છે. અને બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક તથા સૌહાર્દપૂર્ણ સંબંધો જળવાઈ રહ્યા છે. ઓમાનમાં આઠ લાખથી વધુ ભારતીયો વસવાટ કરી રહ્યા છે. અને દર વર્ષે કરોડો રૂપિયા પોતાના માદરે વતન મોકલે છે. ઓમાનના એકંદર વિકાસમાં ભારતના કામદારોનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. ભારત નવા સુલતાનની રાહબરી હેઠળના ઓમાન સાથે અગાઉની જેમ જ ગાઢ સંબંધો જાળવી રાખવા કામ કરવા આતુર છે.

લેખક – ડોકટર લક્ષ્મી પ્રિયા, રીસર્ચ એનાલીસ્ટ, આઇડીએસએ

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...