Skip to main content

પાકિસ્તાનમાં ફરી એકવાર સર્જાયેલી ખરાબ પરિસ્થિતિ

ગત શુક્રવારે શીખ વિરોધી સૂત્રોચ્ચાર કરતા ઓછામાં ઓછા 400 લોકોના ટોળાએ શીખોનું પવિત્ર સ્થળ ગુરૂદ્વારા નાનકાના સાહિબ ઉપર હુમલો કર્યો હતો. તેમણે ગુરૂદ્વારાને ઘેરાવ કરી પથ્થરમારો પણ કર્યો હતો. ટોળાનું નેતૃત્વ મહંમદ હસનના પરિવારજનોએ કર્યું હતું. જેનું કથિત અપહરણ થયું હતું અને તેનું બળજબરીથી ધર્માંતર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના ગુરૂદ્વારાના ધર્મગુરૂની છોકરી જગજીત કૌર સાથે લગ્ન કરાયા હતા. શીખ સમુદાયના વિરોધમાં આ હિંસા સર્જાઇ હતી.

એક વિડિયોમાં આંદોલનકર્તાએ તે જગ્યા પર ગુરૂદ્વારા હોવનો વિરોધ કરતા એ જગ્યાનું નામ નાનકાના સાહિબથી ગુલામાન – એ – મુસ્તફા કરવાની ચીમકી આપી હતી.

ગુરૂદ્વારામાં મોટી સંખ્યામાં ફસાયેલ શીખ શ્રદ્ધાળુઓ માટે પરિસ્થિતિ વધુ ખરાબ બની હતી. પાકિસ્તાની સરકારે સંપૂર્ણ બેદરકારી અને મગરૂર અભિગમ સાથે આપેલા જવાબના લીધે પાકિસ્તાનમાં રહેતા શીખ લોકોની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નાનકાના સાહિબ વર્ષ 1469માં પાકિસ્તાનમાં આવેલો એક જિલ્લો છે જયાં શીખ સમુદાયના પ્રથમ ગુરૂ – ગુરૂ નાનકદેવજીનો જન્મ થયો હતો.

વિશ્વભરના શીખ સમુદાયના લોકો ગયા વર્ષે જ ગુરૂનાનક દેવની 550મી જન્મજયંતી ઉજવણી કરી. શીખ સમુદાયના દસમા ગુરૂ ગોવિંદ સિંહની જન્મદિવસની ઉજવણીના એક દિવસ બાદ જ નાનકાના સાહિબ ગુરૂદ્વારા પર થયેલ આ બનાવ એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.

ભારતે તુરંત જ હિંસા અને તોડફોડના આ પૂર્વનિયોજિત કાવતરાની આકરી નિંદા કરી હતી. ભારતે જણાવ્યું હતું કે, ગયા વર્ષના ઓગસ્ટમાં નાનકાના સાહિબમાં તેના ઘરેથી અપહરણ કરાયેલ જગજીત કૌરના અપહરણ અને બળજબરીપૂર્વક ધર્માંતરણના પગલે આ નિંદનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતે પવિત્ર સ્થળના વિનાશ અને અપમાનના આ અવિચારી કૃત્યની નિંદા કરી હતી. પાકિસ્તાનને શીખ સમુદાયના સભ્યોની સલામતી, સુરક્ષા અને કલ્યાણની ખાતરી આપવા તાત્કાલિક પગલાં ભરવા હાકલ કરી છે. જેમાં પાકિસ્તાન સરકારને પવિત્ર ગુરૂદ્વારાના અપમાન કરવામાં અને લઘુમતી શીખ સમુદાયના સભ્યો પર હુમલો કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાનને પવિત્ર નાનકાના સાહિબ ગુરૂદ્વારા અને તેની આસપાસના સ્થળની પવિત્રતાની સુરક્ષા અને સલામતીની જાળવણીના તમામ પગલાં લેવાં આદેશ આપ્યો છે.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નાનકાના સાહેબ પર હુમલાની ખબર મળતા તરત જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનને અપીલ કરી કે, તેઓ ગુરૂદ્વારામાં ફસાયેલા શ્રદ્ધાળુઓને બચાવવા હસ્તક્ષેપ કરે તેમજ ઐતિહાસિક ગુરૂદ્વારાને પણ રોષે ભરાયેલા ટોળાથી બચાવે.

કેન્દ્રિયમંત્રી હરસિમતકૌર બાદલે ટોળાના હુમલાની નિંદા કરી હતી અને કહ્યું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓ પર સતામણી એક વાસ્તવિકતા છે. તેમણે એમ પણ કહ્યું કે, ગુરૂદ્વારા પર થયેલ હુમલામાં પાકિસ્તાનનો અસલી ચહેરો જોવાયો છે.

શિરોમણી અકાલી દળના અધ્યક્ષ અને અન્ય રાજકીય નેતાઓ તેમજ ભારત અને વિદેશોમાં વસતા શીખ સમુદાયના સભ્યોએ પણ આ ઘટનાની કડક નિંદા કરી ઘટનાના વિરોધમાં નવી દિલ્હીમાં સ્થિત પાકિસ્તાન દૂતાવાસની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાને ઘટનાની નિંદા કરવા માટે બે દિવસ રાહ જોઇ હતી તેમણે કહ્યું કે, આ ઘટના તેમના વિચારોની વિરૂદ્ધમાં છે અને સરકાર તેમાં સંડોવાયેલા લોકોને છોડશે નહિં.

જો કે તેમણે તેમ પણ જણાવ્યું કે, નાનકાના સાહેબની ઘટના અને ભારતીય લઘુમતીઓની સ્થિતિમાં અંતર છે એ ખૂબ જ અવિવેકી અને નિંદનીય છે.

એ સ્પષ્ટ છે કે, પાકિસ્તાની નેતૃત્વ શાંતિ અને સમાનતાને વિક્ષેપિત કરી રહેલા ટોળાને કાબુમાં લેવા અસમર્થ છે.

ઇમરાનખાનની ટિપ્પણી પૂર્વે પાકિસ્તાન વિદેશ કચેરીએ જણાવ્યું હતું કે, નાનકાના સાહેબની ઘટનાના અહેવાલો ખોટા છે અને તે ચા ના સ્ટોલ પરની એક નાની ઘટનામાં બે જૂથો વચ્ચે તયેલો માત્ર એક ઝઘડો છે.

આ ઘટનાથી પાકિસ્તાનનું દંભ બહાર આવ્યું છે જે તેણે નવેમ્બર 2019માં કરતારપુર કોરિડોર ખોલીને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો.

ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાન પર દબાણ રાખવાની જરૂરિયાત છે જેથી દેશમાં લઘુમતીઓ સલામત અને સુરક્ષિત રહી શકે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...