ભારતના વિદેશી ચલણ ભંડોળમાં વધારો થયો છે અને તે અત્યાર સુધીની સૌથી ઉંચાઇએ પહોચ્યું છે. ર૦મી ડિસેમ્બર ર૦૧૯ ના રોજ ભારત વિદેશી ભંડોળ ૪પપ બિલિયન અમેરીકી ડોલર જેટલુ થયું હતું જે માર્ચ ર૦૧૯માં ૪૧ર બિલીયન અમેરીકી ડોલરથી પણ વધારે છે. વિદેશી ચલણ ભંડોળમાં અમેરીકી ડોલર, યુરો, પાઉંડ, જાપાની યેન જેવી અલગ અલગ દેશોના ચલણ અનામત રાખવામાં આવે છે. જેનુ મુલ્ય અમેરીકી ડોલરના મુલ્યના આધારે નિર્ધારીત કરવામાં આવે છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા – આરબીઆઇના અહેવાલ મુજબ વિદેશી ચલણમાં વધઘટ મુખ્યત્વે આરબીઆઇ ધ્વારા કરાયેલી વિદેશી ચલણોની ખરીદી અને વેચાણ વિદેશી ચલણોની જમાવટ થકી થતી આવક, કેન્દ્ર સરકારને મળતી વિદેશી સહાય અને પુનમુલ્યાંકનના લીધે ચલણના મુલ્યમાં થતાં ફેરફારના કારણે થાય છે. વિદેશી હુંડીયામણમાં ચલણ ઉપરાંત સોનુ, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટસ એટલે કે આઇએમએફ ધ્વારા અપાતા ઉપાડવા માટેના અધિકાર અને રીઝર્વ ફ્રેંચ પોઝીશનનો સમાવેશ થાય છે. ગત ર૦મી ડિસેમ્બરના રોજ ભારતના વિદેશી હુંડીયામણમાં વિદેશી ચલણ ૯ર ટકા, સોનુ છ ટકા, એસડીઆર ૦.૩ર ટકા, જયારે આઇએમએફની રીઝર્વ પોઝીશન ૦.૮૦ ટકા હિસ્સો ધરાવે છે.
વિદેશી ભંડોળની માંગણી એ દેશના કુલ ઘરેલુ ઉત્પાદનનું કદ, અર્થતંત્રનું ખુલ્લાપણુ અને રોકડની જરૂરીયાત ઉપર નકકી થાય છે. ૧૯૩૮ ના આરબીઆઇ કાયદાના આધારે વિદેશ ભંડોળનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. વિદેશ ભંડોળમાં થતા ફેરફારો સમજવા, વેપાર ખાદ્ય તેમજ મુડી ખાતાનું લેણદેણનું સરવૈયુ આ બે ઘટકોને ધ્યાનમાં લેવુ જરૂરી છે. મુડી ખાતામાં બે મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે. એક છે એફડીઆઇ એટલે કે સીધી વિદેશી રોકાણ અને બીજુ એફપીઆઇ એટલે કે શેર માર્કેટમાં થતી વિદેશી મુડી રોકાણ જેમાં વિદેશી બેંકોમાં રોકાણકારો ધ્વારા કરેલી રોકાણ, પ્રવાસી ભારતીયો બેંકો, વિદેશી રોકાણ અને વિદેશી બેંકો ધ્વારા અપાતા ધિરાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિકાસમાં થતી વધઘટ, ભારતની વિદેશી રોકાણ, એસડીઆર ફાળવણી અને અન્ય મુડી સહાય જેવા ઘટકોનો સમાવેશ થાય છે. વિદેશી હુંડીયામણમાં તાજેતરમાં થયેલો વધારાના કારણે એ મુખ્યત્વે વેપારી ખાદ્યમાં થયેલો સુધારો અને એફડીઆઇ અને એફઆઇઆઇમાં થયેલ વધારો એ છે.
વિદેશી હુંડીયામણ ભંડોળની પુર્તતા તેની આયાતો આવરી લેવાની ક્ષમતા પર અવલંબે છે. ર૦૧૯-ર૦ ના આ વર્ષ દરમિયાન વિદેશી હુંડીયામણ ભંડોળ માર્ચ ર૦૧૯માં ૯.૬ મહિનાની આયાતોને આવરી શકે તેટલુ હતુ તે જુન ર૦૧૯માં વધીને ૧૦ મહિનાની આયાતો જેટલુ થયું હતું. ચકાસવા જેવુ બીજુ મહત્વનું પાસુ આપણુ વધી રહેલુ વિદેશી હુંડીયામણ ભંડોળ સ્થિર છે કે નાજુક છે તે જોવાનુ છે. આ બાબત વિદેશી હુંડીયામણના બંધારણ પર અવલંબે છે. તેમાં જો અસ્થિર મુડી પ્રવાહ, એટલે કે વિદેશી પોર્ટફોલીઓ રોકાણ અને ટુંકા ગાળાનું વિદેશી દેવુ જેવા ઘટકો વધારે હોય તો તે વિદેશી હુંડીયામણ ભંડોળ સ્થિર નથી. કારણ કે શેરબજારમાં વિદેશી મુડીરોકાણ મુખ્યત્વે પ્રવાહી નાણુ છે અને આવુ નાણુ વ્યાજદર પ્રમાણે વધઘટ થાય છે. એટલે કે જો વિશ્વમાં વ્યાજનો દર આપણા દેશના વ્યાજ દર કરતા વધારે હશે તો વિદેશી મુડી બજાર ખેંચાઇ જશે.
વિદેશી હુંડીયામણ ભંડોળના વ્યવસ્થાપન અંગેના રીઝર્વ બેંકના તાજેતરના અહેવાલ અનુસાર શેર બજારમાં વિદેશી મુડીરોકાણ અને ટુંકાગાળાના વિદેશી દેવા જેવી નાજુક મુડીનો પ્રવાહનું પ્રમાણ કુલ ભંડોળમાં માર્ચ ર૦૧૯ ના અંતે ૮૮.૭ ટકા હતુ તે જુન ર૦૧૯ ના અંતે ઘટીને ૮૬.૭ ટકા થયું છે.
આમ ભારતના સ્થાનિક બજારમાં મુડી પુરતો પ્રવાહ હોય અને વિશ્વના અર્થતંત્રમાં મંદી પ્રવર્તતી હોય ત્યારે વધી રહેલા વિદેશી હુંડીયામણ ભંડોળમાં બ્રુહદ આર્થિક નિશ્ચિતતા જોવી તે પણ એક કરૂણા જ છે. વિશ્વમાં પ્રવર્તતી આર્થિક મંદીનો હવાલો આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુનરૂચ્ચાર કરેલો છે કે તેમની સરકાર માત્ર વિદેશી હુંડીયામણ ભંડોળમાં વધારા પર ધ્યાન આપવાના બદલે નાણાં અને નાણાં ક્ષેત્રના લાંબાગાળાના આયોજનને ધ્યાનમાં રાખીને માળખાકીય સુધારા પર વધુ ધ્યાન આપશે. ર૦ર૦ નું કેન્દ્રિય અંદાજપત્ર નજીકમાં જ છે. તેથી દરેક જણ એવી અપેક્ષા રાખે છે કે ભારતીય અર્થતંત્ર ફરી ચેતનવંતુ થાય તેવા ઉપાયો સરકાર કરશે.
અપર્ણા ખૂંટ, ભરત રાજગોર - મુકેશ
Comments
Post a Comment