અમેરિકાને અમારો સંદેશ મળ્યો છે!! બગદાદમાં ગ્રીન ઝોનમાં આવેલી અમેરિકાની એલચી કચેરી નજીક થયેલી અથડામણનું વર્ણન, ઈરાનના તરફેણમાં કાર્યકરોએ આ મુજબ કર્યું હતું. ઈરાનની તરફેણના નાગરિક લશ્કરી દળોએ કરેલા હુમલામાં અમેરિકા કોન્ટ્રેકટરની થયેલી હત્યા અને કેટલાંક અમેરિકન સૈનિકો ઈજાગ્રસ્ત થયા બાદ, અમેરિકી વહીવટીતંત્ર અને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન વચ્ચે શાબ્દિક સંઘર્ષ વધુ વણસ્યો છે.
આ ઘટનાના પગલે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનાં અર્ધલશ્કરી દળોનાં પાંચ સ્થળો પર હુમલાનાં આદેશ આપ્યા હતા. જેમાં ઓછામાં ઓછા 25 લોકો મૃત્યું પામ્યા હતા. આ ઘટનાથી ઉશ્કેરેલા ઈરાનની તરફેણના તત્વોએ બગદાદ ખાતેની અમેરિકા એલચી કચેરી પર હુમલો કર્યો હતો. જેના વળતાં જવાબંમા કચેરીમાં તૈનાત અમેરિકી દળોએ ગોળીબાર કરવો પડયો હતો.
ઈરાન-સીરીયા સરહદ પર આવેલી અમેરિકી સેનાની ચોકીઓ પર અગાઉ થયેલા હુમલાઓ કાતેબ હેમુબોલાદ નામના શિયા અર્ધલશ્કરી જૂથ દ્રારા કરવામાં આવ્યા હતા. માર્ચ 2003માં અમેરિકાની આગેવાની હેઠળ ઈરાક પર કરાયેલા હુમલા બાદ શરૂ થયેલા ઈરાકી નાગરિક યુદ્ધમાં કાતેબ હેઝાબોલાદ સંગઠન સક્રિય હતું. અને તે હવે ઈરાની રાષ્ટ્રપતિ બશર અલ અસાદના સમર્થનમાં સિરિયાના નાગરિક યુદ્ધમાં સક્રિય બન્યું છે.
દરમિયાન, પ્રમુખ ટ્રમ્પે 29મી ડિસેમ્બરે અર્ધલશ્કરી દળોનાં પાંચ સ્થળો પરના હુમલાની ઘટના અંગે ટ્વિટ કરતાં કહ્યું છે કે, અમે મજબૂત જવાબ આપ્યો છે, અને હંમેશાં આપતા રહીશું. ઈરાન હવે ઇરાકમાં રહેલા અમેરિકન દૂતાવાસ પર હુમલો કરવા ગોઠવણ કરી રહ્યું છે.
ઇરાકમાં રહેલા અમેરિકન કર્મચારીઓની સલામતી માટે ઇરાકી સરકારે આપેલા ઝડપી પ્રતિભાવ અંગે પ્રમુખ ટ્રમ્પે ઇરાકી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથોસાથ તેમણે એમ પણ જણાવ્યું કે, ઇરાકમાં અમારાં કોઈ પણ સ્થળો પર જાનહાનિ કે નુકસાન માટે ઈરાન જવાબદાર ગણાશે. ઈરાનને બહુ ભારે કિંમત ચૂકવવી પડશે. આ કોઈ ચેતવણી નથી, પરંતુ ધમકી છે.
દરમ્યાન ઈરાની કુવાદ દળના કંમાડર મેજર જનરલ કાસેમ સુલેમાની અને ઈરાકી લશ્કરી વડા અબુ માહદી-અલ-મોહમદી, અમેરિકા દ્રારા બગદાદ પર કરાયેલા હવાઈ હુમલામાં માર્યા ગયા છે. અમેરિકાનાં સંરક્ષણ સચિવ માર્ક ટી એસ્પરે આને નિર્ણાયક રક્ષણાત્મક પગલું ગણાવ્યું છે.
ગત વર્ષ મે મહિનામાં ટ્રમ્પ વહીવટીતંત્ર, પરમાણું સંધિમાંથી ખસી ગયા બાદ તથા ઈરાનના ઉર્જા ઉદ્યોગ પર ફરીથી પ્રતિબંધો મુકાયા બાદ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવમાં વધારો થયો છે. તાજેતરમાં ઈરાનમાં પ્રતિબંધોના લીધે અને સ્થાનિક નાણાકિય અવ્યવસ્થાના કારણે આમ આદમીને પડી રહેલી આર્થિક મુશ્કેલીઓના પગલે ઈરાનમાં વ્યાપક દેખાવો થયા છે.
અત્યારસુધી, બન્ને પક્ષો દ્રારા સીધી લડાઈ ખાળવામાં આવી છે. પરંતુ અહેવાલો મુજબ ઈરાનના નજીકના તત્વો અમેરિકી તાનાશાહો વિરુદ્ધ વિદ્રોહ રૂપે અમેરિકાના મિત્રો પર હુમલો કરે તેવી સંભાવના છે.
વિરોધ પાછો ખેચાયા બાદ પણ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મોટી કિંમત ચુકવવાની ચેતવણી આપી છે.
હાલની પરિસ્થિતિને ટ્રમ્પની સ્થાનિક મુશ્કેલીઓ સાથે પણ જોડી શકાય, ગત મહિને, અમેરિકી કોંગ્રેસે રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ મહાભિયોગને મંજૂરી આપી છે. ક્રિસમસની રજાઓ બાદ અમેરિકી ગૃહના અધ્યક્ષ નેન્સી પેલોસી આ મુદ્દો સંસદને સોંપશે. ટ્રમ્પ આ મુદ્દાથી ધ્યાન હટાવવા માગતા હતા..અને તે માટે દૂર દેશમા આવી ઉગ્ર સ્થિતિથી વધુ શું હોઈ શકે ?. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બીલ કિલન્ટને પણ મહાભિયોગ પ્રકિયાથી ધ્યાન હટાવવા અફઘાનિસ્તાનમાં અલ-કાયદા પર હુમલાઓ કર્યા હતા.
પંરતુ બંન્ને પક્ષો માટે એક સીમા રેખા છે જે તેમણે ન ઓળંગવી જોઈએ. ચૂંટણીના આ વર્ષમાં અમેરિકી રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિની ગરીમાને ઝંખવતી 1980 જેવી વધુ એક કટોકટી નહી ઈચ્છે. તે વખતના 444 દિવસના સમયગાળામાં જ અમેરિકા અને તહેરાન વચ્ચે વેરના બીજ રોપાયા હતા. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ કે ઈરાનના પ્રમુખ અલી ખામેની બંન્નેમાંથી કોઈ પણ આ ઈતિહાસનું પુનરાવર્તન થાય તેવું નહીં ઈચ્છે.
ઊર્જા-સલામતી, દેશ બહાર રહેતી વિપુલ ભારતીય વસ્તી અને મોકલાતાં નાણાના કારણે (હૂંડિયામણના કારણે) ભારત આ પ્રાંતમાં ઊંચો હિસ્સો ધરાવે છે. વાસ્તવમાં ઈરાકે 2017-18માં સાઉદી અરેબિયાનું સ્થાન લીધું અને ભારતને ક્રૂડ ઓઇલની નિકાસ કરનાર સૌથી મોટા સપ્લાયર તરીકે તે ઊભરી આવ્યું.
અમેરિકાના પ્રતિબંધોથી ભારત-ઈરાન ઊર્જા-વ્યાપાર પર નબળી અસર પડી છે. તેથી, પર્શિયન ખાડી પ્રાંતમાં ભારતનાં હિતો માટે બગદાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ ખૂબ જ નિર્ણાયક બની રહેશે.

Comments
Post a Comment