Skip to main content

ભારતનું બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો

દેશની બંધારણ સભાએ સતત 3 વર્ષ સુધી પરિશ્રમ કરીને ભારતનું બંધારણ ઘડ્યું હતું. ઘણાં વિશ્લેષકોએ, એ સમયે એવો મત વ્યક્ત કર્યો હતો કે, આ પ્રકારે તૈયાર કરાયેલ ભારતના બંધારણની આવરદા લાંબી રહેશે નહીં. ઈતિહાસ સાક્ષી છે કે, બંધારણના ઘડવૈયાએ જ્ઞાન અને શાણપણ તેમજ દૂરંદર્શી ભર્યા દૃષ્ટિથી ઘડેલું ભારતનું બંધારણ સાત દાયકા પછી આજે પણ અડીખમ છે અને તેના પાયા ઉપર જ દેશની સંસદીય લોકશાહી વ્યવસ્થા ટકી રહી છે.

ભારતનું બંધારણ કાયદાના ઘડવૈયાઓ તથા અદના નાગરિક બંને માટે પથદર્શક છે. સાત દાયકાઓ પછી પણ તેનું મૂળ માળખું અકબંધ રહ્યું છે. બંધારણમાં અત્યાર સુધીના વર્ષોમાં ઘણાં સુધારાઓ થયા છે. આમ છતાં તેના અમુખમાં દર્શાવેલા સિદ્ધાંતો આજે પણ લોકોને પ્રેરણારૂપ બને છે.

બંધારણના આમુખમાં અમે ભારતના નાગરિકો એમ શરૂઆત કરવામાં આવી છે. બંધારણે કલ્પેલા સાર્વભૌમ, બિન સાંપ્રદાયિક, લોકશાહી દેશ – ન્યાય, સ્વાતંત્ર્ય, સમાનતા અને ભાઈચારા જેવા સિદ્ધાંતોનું સમર્થન કરે છે. આમ બીજી રીતે કહીએ તો તે માત્ર કાયદેસર દસ્તાવેજ બનવા કરતા નાગરિકોના અધિકારો, સ્વાતંત્ર્ય વગેરેનું સમર્થન કરે છે. વર્ષ 1950માં 26મી જાન્યુઆરીએ અસ્તિત્વમાં આવેલું પ્રજાસત્તાક ભારત, સાત દાયકાના સફર બાદ વધુ મજબૂત બની રહ્યું છે. આ સફળતાનું રહસ્ય છે, દરેક ભારતીયનો બંધારણમાં રહેલો દૃઢ વિશ્વાસ.

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીયકક્ષાની ભવ્ય ઉજવણી વખતે યોજાતી પરેડમાં ભારતે વિવિધ ક્ષેત્રમાં કરેલી પ્રગતિ અને તેના વાસ્તવિક સમર્થ્યનો પરિચય અપાય છે. પણ બીજી રીતે મૂલવતા પ્રજાસત્તાક પર્વની કરાતી ઉજવણી એ ભારતીયો દ્વારા બંધારણને અપાતી અંજલિ પણ ગણાવી શકાય.

બંધારણ જ દરેક ભારતીય નાગરિકનું સ્વાતંત્ર્ય તથા તેના અધિકારીઓની બાંયેધરી આપે છે. એવી જ રીતે પ્રજાસત્તાક દિને દરેક ભારતીય પોતાની ફરજ અને જવાબદારીઓ નિભાવવાના શપથ પણ લે છે. બંધારણની આવી આગવી ભાવના જ દરેક ભારતીયને તેના પ્રત્યે આદર સન્માનની લાગણી ઉભી કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં ભારતીયોએ આઝાદીની ચળવળ ચાલુ રાખી, તેના પગલે જ બ્રિટનના સામ્રાજ્યમાંથી સ્વંતત્ર ભારત ઉભો થઈ શક્યો છે. ગાંધીજીના આદર્શો – વિચારોથી પ્રેરાઈને જ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણની રચના વખતે સમાજના દબાયેલા, ઉપેક્ષિત વર્ગ માટે સમાનતા અને ન્યાયની ખાતરી આપી છે. ભારતીય બંધારણના કારણે ભારતના રાજ્યોની રચના સાથે સમવાય સરકારનું માળખું રચાયું છે. આ વિચારોમાં થયેલી પ્રગતિ અને સંધીય માળખાની મજબૂતીના કારણે જ ઘણા પશ્ચિમી દેશોમાં બન્યું છે, તેમ ભારતમાં સત્તાનું કેન્દ્રિકરણ થયું નથી.

ભારતની લોકશાહી વ્યવસ્થાનું ગૌરવ લઈ શકાય તેવા નાગરિકોના અધિકારો તથા મૂળભૂત અધિકારો અને ફરજો – ભારતીય લોકશાહીના મૂળ તત્ત્વો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ બાબતને ઘણીવાર પુષ્ટિ આપી છે. આના લીધે જ અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય, ખાનગી જીવનનો અધિકાર, સ્વાતંત્ર્ય, માહિતીનો અધિકાર – ધરાવાતા જીવનના અધિકારની સંકલ્પના સાકાર થઈ છે. સમગ્ર વિશ્વમાં રહેલી લોકશાહી વ્યવસ્થાની સરખામણીએ ભારતીય લોકશાહી ઘણી વિકસીત વ્યવસ્થા છે.

ભવિષ્યમાં પણ ભારતનું બંધારણ ભારતીય લોકશાહી તથા પ્રજાસત્તાક દેશ માટે માર્ગદર્શક તથા આધાર બની રહેવાનું છે. આવનાર સમયમાં દરેક ભારતીય નાગરિકે પોતાની ફરજો પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાની જરૂર રહેશે.


લેખક- પ્રોફેસર બલવીર અરોર, મલ્ટીલેવલ ફેડરાલીઝમ કેન્દ્રના અધ્યક્ષ
શ્રીરંગ, (મયુર)

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...