Skip to main content

પાકિસ્તાની સેનાના વડાના કાર્યકાળને વધારવાનો નિર્ણય, સરકાર માટે બંધનકર્તા બન્યો

પાકિસ્તાની સેનાના વડા જનરલ કમાર બાજવા ગત નવેમ્બર 2019માં સેવા નિવૃત્ત થવાના હતા. જો કે, પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગત ઓગસ્ટ 2019માં એક જાહેરનામું બહાર પાડીને જનરલ કમાર બાજવાનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ સુધી લંબાવ્યો હતો.

પાકિસ્તાન સરકારે બાલાકોટમાં ભારતીય હવાઈ દળની કાર્યવાહી તથા પુલવામાની ઘટના બાદ પાકિસ્તાનની સલામતી સામે અસાધરણ જોખમ ઉભું થયાનો દાવો કરીને કમાર બાજવાના કાર્યકાળને વધારવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે ઈમરાન સરકારના આ નિર્ણયને સસ્પેન્ડ કરતો ચૂકાદો, 26મી નવેમ્બરે આપીને ઈમરાન સરકારને મોટો ઝટકો આપ્યો. સર્વોચ્ચ અદાલતે પાક સરકારના આ નિર્ણયની તાર્કિકતા સામે પ્રશ્નચિહન ઉભુ કર્યું. સાથે સાથે જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયામાં થયેલી ગેરરિતી તથા ત્રુટિઓ સામે પણ ધ્યાન દોર્યું.

સર્વોચ્ચ અદાલતે એવું અવલોકન કર્યું હતું કે, કલમ – 243 ત્રણ હેઠળની સેના ધારાની જોગવાઈમાં મુદ્દત તથા કાર્યકાળમાં વધારા અંગેના ધારા – ધોરણો સ્પષ્ટ નથી. અદાલતે વરિષ્ઠ કર્મચારીઓનો કાર્યકાળ વધારવા અંગેના ધારા ધોરણો ઘડવા ઈમરાન ખાનના વડપણ હેઠળની પી.ટી.આઈ સરકારને આદેશ આપ્યો છે.

અદાલતે જણાવ્યું છે કે, જો સરકાર આ ધારાધોરણો ઘડશે નહીં તો બાજવા આગામી છ મહિના પછી નિવૃત્ત ગણાશે. સર્વોચ્ચ અદાલતના આ આદેશ બાદ પાકિસ્તાન સરકાર ભીંસમાં મૂકાઈ હતી. કારણ કે, પાકિસ્તાન સરકારને ખબર છે કે, સંસદમાં નવા ધારા ધોરણો ઘડવા, તેમને વિપક્ષના સમર્થનની જરૂર છે.

સરકારને કાર્યકાળ વધારવા માટે બંધારણમાં સુધારા કરવા પડશે જે બાબત વિપક્ષના સમર્થન વગર શક્ય નથી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં અગાઉના વર્ષોમાં સેનાના વડાઓનો કાર્યકાળ કોઈપણ ધારાની જોગવાઈ વગર વધારવામાં આવ્યો હતો. સેનાની સલાહ મુજબ ઈમરાન ખાન સરકારે વિપક્ષ પ્રત્યે કુણું વલણ ધારણ કર્યું છે અને વિપક્ષ સાથે ચર્ચા હાથ ધરવાના પ્રયાસો શરૂ કર્યા છે. આના ભાગરૂપે જ થતી કાર્યવાહીમાં કેફી પદાર્થો અંગેના કેસમાં સંડોવણી હોવાનો આરોપ ધરાવતા પી.એમ.એલ – એન પક્ષના રાણા સનાઉલ્લાહના જામીન મંજૂર થયા છે તથા ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ અસીફ અલી ઝરદારીના જામીન તબીબી કારણસર મંજૂર કરાયા છે.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ લંડનથી ક્યારે પાછા ફરશે તે અંગે સરકાર સ્પષ્ટતા કરતી નથી. આ બધા જ પગલાંના લીધે માત્ર લશ્કરના નહીં પણ સેનાના બધા જ વડાઓનો કાર્યકાળ વધારવા કે નિયંત્રીત કરવા અંગેનો ધારા ઘડવાનો મુસદ્દો મંજૂર કરાવવાનો માર્ગ મોકળો થઈ રહ્યો છે.

સેનાને લગતા ત્રણ ધારાઓમાં સુધારાની જોગવાઈ ધરાવતું વિધેયક પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં મંજૂર કરાયું છે. જો કે, સર્વિસ ચીફના વિધેયકનો મુસદ્દો ઘડતી વખતે વિવાદ ઉભો થયો છે. નિવૃત્ત લશ્કરી વડાઓને વધુ સમય આપવો તથા તેમનો કાર્યકાળ વધારવાને લગતુ વિધેયક રાષ્ટ્ર પ્રમુખને નિર્ણયમાં વધુ સ્વતંત્રતા આપે છે, તેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે.

બીજુ એક તરફ પાકિસ્તાન સરકારે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે બાજવાના કાર્યકાળને લગતા કેસમાં આપેલા ચૂકાદાની ફેર વિચારણા કરવાની અરજી અદાલતમાં દાખલ કરી છે, ત્યારે પાકિસ્તાન સરકાર સંસદમાં આ બાબતને લગતું વિધેયક શા માટે લાવી છે – તેવા પ્રશ્નો પણ ઉભા થયા છે.

આ બાબત દર્શાવે છે કે, પાકિસ્તાનનો કાયદા વિભાગ આ મુદ્દે મૂંઝવણમાં છે. જો સર્વોચ્ચ અદાલત આ અરજી સ્વીકારે અથવા કાઢી નાખે, તો શું કરવું જોઈએ તેવી વિચારણા શરૂ થઈ છે. સર્વિસ ચીફના કાર્યકાળને લગતું વિધેયક ઘણી રીતે તર્કસંગત નથી. ઉપરાંત તેમાં સેનાના વડાનો કાર્યકાળ 64 વર્ષ પછી પણ વધારવાની જોગવાઈ છે, તથા આ નિર્ણયને પડકારી શકાશે નહીં. ઉપરાંત પ્રધાનમંત્રી ઈચ્છે તો કોઈપણ સેના પ્રમુખનો કાર્યકાળ ટૂંકાવી શકશે. – શું આ બધુ શક્ય બનશે ખરું. વાસ્તવમાં એ બાબત ભૂલવી જોઈએ નહીં કે, ભૂતકાળમાં પ્રધાનમંત્રી નવાઝ શરીફ સરકારે આવો પ્રયાસ કર્યો હતો, ત્યારે પાકિસ્તાની સેનાએ, શાસન પોતાના હસ્તક લીધું હતું. સામે પક્ષે વિપક્ષ પણ સરકાર પાસેથી વધુ લાભોની માગણી કરશે. આના લીધે ભ્રષ્ટાચાર મુક્ત નયા પાકિસ્તાનનું શમણું સાકાર થવામાં વિઘ્નો આવશે.




લેખક– ડૉક્ટર ઝૈનાબ અખ્તર, પાક. બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક
શ્રીરંગ, (મયુર)

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...