Skip to main content

ભારતની વિદેશનીતીમાં યુરોપના પરિમાણને મજબૂત બનાવવા અંગે સમીક્ષા

ભારતની યુરોપના જે દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારી છે, તેવા જર્મની, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની મુલાકાત વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ તાજેતરમાં લીધી હતી. કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિ તથા સરહદે ભારત-ચીન વચ્ચે ઊભા થયેલા તણાવને ધ્યાનમાં લેતા, શ્રી શ્રૃંગલાએ 29મી ઓક્ટોબરથી 4થી નવેમ્બર દરમિયાન ત્રણ યુરોપીયન દેશોની લીધેલીમુલાકાત મહત્વ ધારણ કરે છે. આ મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાની સાથે સાથે વેપાર અને મૂડીરોકાણમાં વધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. આ મુલાકાતમાં ભારતની સંરક્ષણ વ્યવસ્થા વધુ આધુનિક બનાવીને તેના આધુનિકીકરણમાં મદદ કરનાર ફ્રાન્સને અગ્રતા આપવામાં આવી.

ચીન સાથેનો તણાવ વધ્યો છે. એ વખતે ફ્રાન્સે ભારતને અદ્યતન યુદ્ધવિમાન રફેલ આપતા ભારતની પ્રહાર શક્તિમાં વધારો થયો છે. પેરીસ ખાતે IFRI માં બૌદ્ધિકોની બેઠકમાં શ્રી શ્રૃંગલાએ કોવિડ પછીની પરિસ્થિતિમાં ભારતની વિદેશનીતી અંગે જાણકારી આપી હતી. એવી જ રીતે કોવિડ રોગચાળો ફેલાતા સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થતાં વાજબી ભાવે ગુણવત્તાવાળા તબીબી ઉપકરણો અનેદવા ઉદ્યોગને કેવી રીતે બળ મળ્યું તેની વિગતો શ્રી શ્રૃંગલાએ આપી હતી. ભારતની દૃષ્ટિએ જોતાભારતે અગાઉથી નિયમ આધારિત જાગતિક વ્યવસ્થા અને બહુસ્તરીય આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની હંમેશા તરફેણ કરી છે. શ્રી શ્રૃંગલાની ફ્રાન્સની મુલાકાત પહેલા ત્યાં આતંકવાદી હુમલો થયો હતો.

ભારતે આ હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. યુરોપ મુલાકાતના બીજા તબક્કામાં શ્રી શ્રૃંગલાએ જર્મનીની મુલાકાત લીધી હતી. તેમણે જર્મનીના ચાન્સેલર માર્કેલના સલામતી સલાહકાર જેનહેકરને મળીને, જર્મનીએ તાજેતરમાં જાહેર કરેલી હિન્દ-પ્રશાંત વ્યૂહરચના અને ભારતના અભિગમ સાથે તેમાં જોવા મળતી સમાનતા અંગે શ્રી શ્રૃંગલાએ ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે બહુસ્તરીય સંસ્થાઓમાં સુધારા અંગે પણ ચર્ચા કરી હતી. જર્મની દર બે વર્ષે સરકારના સ્તરે સીધી વાતચીત હાથ ધરે છે તેવા જુજ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત જર્મની ભારતનો યુરોપીય સંઘનો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે. જર્મનીનીહિન્દપ્રશાંત વ્યૂહરચનામાં તેની વિદેશનીતીમાં સલામતીનું પાસું ઉમેરાયું છે. ભારત અને જર્મની જી-4 દેશોના સભ્યો તરીકે રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં સુધારા હાથ ધરવા સઘન પ્રયાસો કરી રહ્યા છે.

આવતા વર્ષે ભારત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદનું સભ્ય બનવાનું છે ત્યારે ભારત અને જર્મની વચ્ચે યોજાયેલી આ મંત્રણા આગવું મહત્વ ધારણ કરે છે. વિદેશ યાત્રાના છેલ્લા તબક્કામાં શ્રી શ્રૃંગલાએ ઇંગ્લેન્ડની મુલાકાત લીધી હતી. ઇંગ્લેન્ડ યુરોપીય સંઘમાંથી બહાર નિકળ્યું હોવાથી ભારત તેની સાથેના દ્વિપક્ષીય અને આર્થિક ક્ષેત્રના સંબંધો વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. શ્રી શ્રૃંગલાએ ઇંગ્લેન્ડના રાજદ્વારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા ઉપરાંત બૌદ્ધિકોની પરિષદોમાં ભારતના હિન્દપ્રશાંત અભિગમ બાબતે જાણકારી આપી હતી. તેમણે ચાર મુદ્દાઓને સંબોધનમાં મહત્વ આપ્યું હતું.

આ મુદ્દાઓ આ મુજબ છે. 1) હિન્દ પ્રશાંત વિસ્તારનુંમહત્વ અને ભારતે વિદેશ મંત્રાલય અંતર્ગત હિન્દ પ્રશાંત વિસ્તાર માટે શરૂ કરેલું એકમ. 2) આ ક્ષેત્રમાં હિત ધરાવતાં બધા જ લાગતા વળગતાઓ માટે નિયમ આધારિત વ્યવસ્થા 3) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં જાહેર કરેલ સાગર સિદ્ધાંત અને એ અંતર્ગત સંબંધિત વિસ્તારના બધા જ દેશોનો સર્વગ્રાહી વિકાસ થાય તેવો ભારતનો અભિગમ.4) ભારતે તેના મિત્ર દેશોને સંરક્ષણ અથવા આપત્તિના સમયે માનવતાના ધોરણે સહાય આપવાની કરેલી કામગીરી. કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં મોટાભાગની બેઠકો વીડિયો કોન્ફરન્સીંગની માધ્યમથી યોજાઈ રહી છે ત્યારેશ્રી શ્રૃંગલાએ યુરોપના ત્રણ દેશોની લીધેલી પ્રત્યક્ષ મુલાકાતે ફ્રાન્સ, જર્મનીઅને ઇંગ્લેન્ડ સાથેના વ્યૂહાત્મક સંબંધો અને સમીકરણોને નવું બળ મળ્યું છે..

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...