Skip to main content

પુલવામા હૂમલામાં પોતાની ભૂમિકાનો પાકિસ્તાને કરેલા સ્વીકાર અંગે સમીક્ષા



ગત 29મી ઓક્ટોબરે પાકિસ્તાન નેશનલ એસેમ્બ્લીના ભૂતપૂર્વ સ્પીકર અયાઝ સાદિકે સંસદમાં કબુલ કર્યું હતું કે, ભારત હુમલો કરશે તેવા ભયના કારણે પાકિસ્તાનની ઇમરાન સરકારે ગત પહેલી માર્ચ 2019ના રોજ ભારતીય હવાઈદળના ધરપકડ કરાયેલા અધિકારી અભિનંદનને મુક્ત કર્યો હતો.

આ બનાવ પહેલાં વિપક્ષો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેલા પાકિસ્તાની સેનાના વડા જનરલ બાજવાએ કપાળ ઉપર પરસેવા સાથે અને ધ્રૂજતા અવાજે વિપક્ષી નેતાઓને વિનંતી કરી હતી કે, પાકિસ્તાન સરકારના આ નિર્ણયનો તેઓ વિરોધ ન કરે.

શ્રી ઐયાઝ વરિષ્ઠ રાજકારણી છે અને પોતાના શબ્દો સમજી વિચારીને બોલે છે. આમ છતાં સરકાર સામે પડેલા વિપક્ષી નેતા તરીકે સંસદમાં તેમણે કરેલા વિધાનોનો હેતુ સરકાર તથા પાક. સેનાની પ્રતિષ્ઠા ઉપર હુમલો કરવાનો હતો.

આ બધી જ બાબતો પાકિસ્તાનના રાજકીય ક્ષિતીજ ઉપર ધેરાઈ રહેલા વાદળોનો સંકેત કરે છે. શ્રી ઐયાઝના નિવેદનથી ભારતની મોદી સરકારના વલણ અને વિચારને નવું બળ મળ્યું છે, એ વાત નક્કી છે.

પાકિસ્તાન સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતોના મંત્રી ફવાદ ચૌધરીએ પોતાની સરકાર દ્વારા ભારત સામે લેવાયેલા પગલાંઓની વિગતો આપતાં અજાણતા જ કાશ્મીરના પુલવામામાં થયેલો હુમલો આપણા સરકાર દ્વારા અપાયેલો જવાબ તરીકે ઓળખાવ્યો હતો.

બીજા શબ્દોમાં કહીએ તો ઐયાઝે કરેલા આ નિવેદનથી પાકિસ્તાન સરકાર આતંકનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે, તેવા આક્ષેપને સત્ય ઠરાવ્યો છે. આના લીધે આ નિવેદનને ભારતના પ્રસાર માધ્યમોએ તેને બહોળી પ્રસિધ્ધિ આપતા મોદી સરકારની રાજકીય વિશ્વસનિયતામાં વધારો કર્યો છે, તથા પાકિસ્તાન આતંકવાદને પોષે છે તેવા દાવાને સમર્થન મળ્યું છે.

બીજા દિવસે પોતાના નિવેદન અંગે સ્પષ્ટીકરણ આપતા શ્રી ઐયાઝે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની મુલકી સરકારે અભિનંદનને શા માટે મુક્ત કરવામાં આવ્યો તે બાબતે વિપક્ષને જાણ કરી ન હતી.

તેમણે પોતાના નિવેદન અંગે બચાવ કરવા એમ પણ ઉમેર્યું હતું કે, બાલાકોટના બનાવના પ્રતિભાવમાં પાકિસ્તાન સરકારે આપેલા પ્રતિભાવની તેઓ જાણ કરી રહ્યા હતા અને તેમણે ભારતમાં થતી આતંકી ઘટનાઓ પાછળ પાકિસ્તાન સરકારનો હાથ હોવાની બાબત નકારી કાઢી હતી.

દરમિયાન પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું છે કે, અભિનંદનને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકારે જવાબદારીપૂર્વક લીધેલો અને પરિપકવ નિર્ણય હતો. પાકિસ્તાનના સમૂહ પ્રસાર માધ્યમોમાં પણ આ સમગ્ર ઘટનાનું રસપ્રદ રીતે અહેવાલ લેખન થયું હતું.

ટોક શો માં ઐયાઝે પાકિસ્તાનના શત્રૂ દેશને તેમની આક્રમક વ્યૂહરચના અંગે હર્ષ વ્યક્ત કરવા માટે આપેલી તકના મુદ્દે તેમની કડક શબ્દોમાં ટીકા કરાઈ હતી. ભારત વિરોધી લાગણીને પાકિસ્તાનમાં રાષ્ટ્રવાદ તરીકે ઓળખાવવામાં આવે છે, તેથી પાકિસ્તાનના પ્રસાર માધ્યમોના મોટાભાગના એન્કરોએ પાકિસ્તાનના આ નિર્ણયને ખોટી રીતે રજુ કરવાનો આક્ષેપ ઐયાઝ સામે કર્યો હતો. ઘણાં એન્કરોએ ફવાદના નિવેદનને બેજવાબદાર અને કમનસીબ નિવેદન ગણાવીને તેને ખાસ મહત્વ આપ્યું નહતું.

પાકિસ્તાનમાં હાલ રાજકીય વિવાદ સર્જાયો છે અને વર્તમાન પાકિસ્તાન સરકાર તેની લોકપ્રિયતા ગુમાવી ચૂકી છે. અત્યાર સુધી વેરવિખેર વિપક્ષ હવે સંગઠીત થતો જણાય છે. અત્યાર સુધી પાકિસ્તાનની સેના ઇમરાન ખાન સરકારને સમર્થન આપતી હતી તે હવે સરકારની નીતિની ટીકા કરવા લાગી છે. અત્યાર સુધી સેના અને પાકિસ્તાન સરકાર વચ્ચે સધાયેલું સંતુલન દબાણ હેઠળ છે.

પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ સુધરશે તેવા કોઈ સંકેત મળી રહ્યા નથી. પાકિસ્તાની નાગરિકોને ઇમરાન સરકારમાં વિશ્વાસ રહ્યો નથી. પાકિસ્તાની પ્રસાર માધ્યમોને સંકેત ગણાવીએ તો અત્યાર સુધી પાકિસ્તાનની ઇમરાન સરકારના સમર્થક એવા એન્કરો સરકારની ટીકા કરવા લાગ્યા છે.અત્યારની પરિસ્થિતિમાં જો ચૂંટણી યોજાય તો નવાઝ શરીફનો પક્ષ સરળતાથી ચૂંટણી જીતી શકે છે. જાહેર જીવનમાં એવી વાત ચાલી રહી છે કે, પાકિસ્તાનની સેના, પાકિસ્તાનના રાજકીય ક્ષિતીજે લોકોના વિચારોમાં થઈ રહેલા પરિવર્તનથી અજાણ છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...