Skip to main content

ભારતે ગીલગીટ અને બાલ્ટિસ્તાનમાં પરિવર્તન કરવાના પાકિસ્તાનના પ્રયાસોને મક્કમતાથી ફગાવી દીધા એ અંગે સમીક્ષા

પહેલી નવેમ્બર 2020 ના રોજ પાકિસ્તાને બાલ્ટિસ્તાનને પ્રાંતીય દરજ્જો આપવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી આ વિસ્તાર ઉત્તરીય વિસ્તાર તરીકે જાણીતો હતો. પાકિસ્તાને ગેરકાયદેસર રીતે અને બળજબરીપૂર્વક કબજો મેળવેલા કાશ્મીરનો આ એક ભાગ છે. ભારતે પાકિસ્તાને સંબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કબજો કર્યો હોવાનું જણાવીને આ બાબતનો વિરોધ કર્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પાકિસ્તાન હસ્તકના ભારતના પ્રદેશમાં કોઈપણ પ્રકારના ફેરફારનો ભારત વિરોધ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દરજ્જાના ફેરફાર કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી અને આ ક્ષેત્રમાં તેના દ્વારા કરાયેલા માનવ અધિકાર ભંગના કિસ્સાઓને છૂપાવવા માટે પાકિસ્તાને આ પગલું લીધું છે. પ્રવક્તાએ ભારપૂર્વક કહ્યું કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને કહેવાતા ગીલગીટ – બાલ્ટિસ્તાન આ બધો જ પ્રદેશ ભારતનું અભિભાજ્ય અંગ છે.

ગીલગીટ અને બાલ્ટિસ્તાન આ જમ્મુ અને કાશ્મીરનો ઊંચાઈવાળો વિસ્તાર છે અને પાકિસ્તાન અને ચીનને જોડતો તે એક માત્ર પ્રદેશ છે. ગીલગીટ અને બાલ્ટિસ્તાન ધારાસભાની ચૂંટણી 15મી નવેમ્બરે યોજાવાની છે તે પહેલાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇનરાન ખાને ગત પહેલી નવેમ્બરે આ વિસ્તારની મુલાકાત લીધી હતી.

આ અગાઉ ગીલગીટ અને બાલ્ટિસ્તાન ધારાસભાની ચૂંટણી 2015 માં યોજાઈ હતી. જોકે આ વિસ્તારને પાકિસ્તાનના સંઘીય રાજકીય માળખામાં કોઈ સ્થાન મળતું નથી. આથી જ ગીલગીટ અને બાલ્ટિસ્તાનને પાકિસ્તાનનો પ્રાંત તરીકે જાહેર કરતાં પહેલાં પાકિસ્તાનના બંધારણમાં ફેરફાર કરવો જરૂરી છે.

ગીલગીટ બાસ્ટિસ્તાનની ચૂંટણી અગાઉ 18મી ઓગસ્ટે યોજાવાની હતી. કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. વ્યૂહાત્મક રીતે મહત્વના ગીલગીટ બાલ્ટિસ્તાનની લોક વસતી 12 લાખની છે.

ચીન અને પાકિસ્તાનના આર્થિક કોરિડોરની 65 અબજ ડોલરની યોજનામાં આ પ્રદેશ કેન્દ્રમાં છે. ચીને આ પ્રદેશમાં માળખાકીય સુવિધા માટે મોટું રોકાણ કર્યું છે. ચીન આ પ્રદેશમાં તેના પ્રમુખ જીનપિંગનો મહત્વાકાંક્ષી બેલ્ટ રોડ પ્રોજેક્ટ આગળ ધપાવવા માંગે છે. આ પ્રોજેક્ટમાં પાકિસ્તાનના ગ્વાદર બંદરને ચીનના શીનજીયાંગ પ્રાંત સાથે સીધું જોડાણ આપવામાં આવશે.

ગીલગીટ અને બાલ્ટિસ્તાનને પાકિસ્તાનનો પ્રાંત તરીકે ગણાવીને પાકિસ્તાન ચીનના રોકાણને સુરક્ષિત બનાવવા માંગે છે. પાકિસ્તાનની સેનાના સમર્થનથી ઇમરાન ખાનનો તેહરીક – એ – ઇન્સાફ પક્ષ ગીલગીટ બાલ્ટિસ્તાનની ચૂંટણીમાં વિજય મેળવવા ઇચ્છે છે. ભારતે શરૂઆતથી જ આ પ્રદેશ ભારતનો હોવાનો દાવો મક્કમતાથી કર્યો છે. પાકિસ્તાનમાં અને પાકિસ્તાન હસ્તક કાશ્મીરમાં ઘણા લોકોએ ગીલગીટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...