Skip to main content

WTOની દિલ્હીમાં યોજાયેલી મંત્રીસ્તરની બેઠક અંગે સમીક્ષા

નવી દિલ્હીમાં યોજાયેલી વિશ્વ વેપાર સંસ્થા WTOની મંત્રીસ્તરની બેઠકમાં ગરીબ તથા વિકાસશીલ દેશો માટે ખાસ અને જુદા જુદા પ્રકારની વ્યવસ્થા – એસ એન્ડ ડી.ટી. ફરીથી લાગુ કરવાની તરફેણ કરવામાં આવી છે. આ બેઠકમાં વિવિધ વિકાસ શીલ દેશોને સમગ્ર વિશ્વમાં વેપાર ક્ષેત્રે થયેલા સમજૂતી કરારોમાં મળતી વિવિધ રાહતોનો વધુમાં વધુ ઉપયોગ કરવા તથા WTOના નેજા હેઠળની બહુસ્તરીય વેપાર વ્યવસ્થાની પુનઃ રચના કરવાનો અનુરોધ કરાયો હતો. નવી દિલ્હીમાં યોજાયેલી WTOની મંત્રીસ્તરની બેઠકમાં ૨૨ દેશોના પ્રતિનિધિઓએ WTOમાં તાજેતરમાં થયેલા બનાવો અંગે ચર્ચા વિચારણા કરી હતી તથા WTO ઉપલબ્ધ બહુસ્તરીય વેપાર વ્યવસ્થાને ટકાવી રાખવા પણ ચર્ચા કરાઈ હતી. અમેરિકાના વહિવટી તંત્ર દ્વારા WTOની ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટેની એપેલેટ સંસ્થામાં કરવા પાત્ર નિમણૂકોનો વિરોધ કરવામાં આવ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર ક્ષેત્રના વિવાદમાં અમેરિકાના વિરોધમાં ચૂકાદો ન આવે તેવો અમેરિકાનો હેતુ હોવાથી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ઉપÂસ્થત પ્રતિનિધિઓએ અમેરિકાના આ વલણનો વિરોધ કર્યો હતો. આ બેઠકમાં WTOની ફરિયાદ નિવારણ સંસ્થામાં બાકી રહેલી નિમણૂકો શક્ય એટલી વહેલી તકે કરવા અને આ સમગ્ર વ્યવસ્થાની કામગીરી બાબતે ચર્ચા-વિચારણા કરવાનો પણ અનુરોધ કરાયો હતો.
ભારતના વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, વિશ્વના કેટલાંક મોટા દેશોએ વેપાર ક્ષેત્રે સંરક્ષણવાદની નીતી અપનાવી છે તથા વિવિધ દેશો વચ્ચેના વેપાર ક્ષેત્રના તનાવમાં થોડીક જ રાહત મળી છે તેવી પાર્શ્વભૂમિમાં નવી દિલ્હીમાં યોજાયેલી WTOની બેઠક આગવું મહત્વ ધારણ કરે છે.
વાણિજ્યમંત્રીએ આ બેઠકના ઉદ્‌ઘાટન સત્રમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસશીલ દેશોમાં રહેતાં ૭.૩ અબજ લોકોને વેપાર ક્ષેત્રે સહન કરવું ન પડે તે જરૂરી છે. અને WTO સંસ્થા આ બાબતોનું ધ્યાન રાખે છે. વિકાસશીલ દેશોનો વિકાસ સહાય દ્વારા નહીં પણ વેપાર દ્વારા થવો જાઈએ.
WTOના મહાનિદેશક રોબર્ટો અઝેવેદોએ પણ આ જ બાબત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, WTO સંસ્થાએ તમારી સંસ્થા છે અને તમારો મત WTOમાં સુધારા હાથ ધરતી વખતે સંભળાય તે માટે પ્રયાસો કરવા જાઈએ.
તેમણે WTOના દેખરેખ, વિવાદ નીવારણ અને ચર્ચા આ ત્રણ આધારસ્તંભો બાબતે સભ્ય દેશોએ કરેલી ચર્ચા વિચારણા અંગે માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, વિકાસશીલ અને ઓછા વિકસીત દેશોને બહુસ્તરીય વેપાર નિયમોના અમલીકરણમાં વધુ સમય આપતી એસ એન્ડ ડી.ટી. સંધિની વ્યવસ્થા વધુ ઇનોવેટીવ અને બે દેશો વચ્ચેની ખાઈ દૂર કરનાર હોવી જાઈએ.
શ્રી અઝેવેદોએ વિકાસશીલ દેશોને લાભ થાય તે માટે વેપારને સાનુકૂળ મોડલ વિકસાવવાની તરફેણ કરી હતી. જ્યાં સંબંધિત દેશો પોતાના બેન્ચમાર્ક નક્કી કરી શકે. ભારત અને ચીને એસ.એન્ડ ડી.ટી. સંધિને યોગ્ય ગણાવીને તેને જાળવી રાખવા ભાર પૂર્વક અનુરોધ કર્યો હતો. બંને દેશોએ WTOની ભવિષ્યકાળની સમજૂતીઓમાં ઓછા વિકસિત દેશોના પડતર પ્રશ્નો ઉપર ધ્યાન આપવાને ટોચની અગ્રતા મળવી જાઈએ.
કઝકસ્તાન, તુર્કી, અર્જેન્ટીના, બ્રાઝિલ અને ગ્વાટેમાલા આ પાંચ દેશોએ સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર કર્યા ન હતા.ભારતના WTO ખાતેના કાયમી પ્રતિનિધિ જે.એસ.દિપકે જણાવ્યું હતું કે, ભારતની એસ એન્ડ ડીટી અંગેનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે. ભારત માને છે કે, આ પદ્ધતિ WTOની વ્યવસ્થાનો આવશ્યક ભાગ છે. જાકે, ભારત સભ્યો દેશોના વધુ વર્ગીકરણમાં માનતો નથી.  સમગ્ર રીતે જાતાં એકઠા થયેલા ૨૨ પૈકી ૧૭ સભ્ય દેશોએ WTOની વિકાસશીલ દેશોની લગતી ખાસ અને જુદા દેશો અંગેની જાગવાઈઓ મજબૂત બનાવવા ભારપૂર્વક તરફેણ કરી હતી.
દિલ્હીની બેઠક બાદ જાહેર થયેલા મંત્રી સ્તરના ઘોષણા પત્રમાં ભારતની સહભાગીતા વિના WTOના ૭૫ દેશો દ્વારા ઇલેક્ટ્રોનિક – કોમર્સ બાબતે બહુસ્તરીય વ્યવસ્થા અંગે ચર્ચા થઈ રહી છે તેનો ઉલ્લેખ કરાયો નથી. ઘોષણા પત્રમાં જણાવ્યું છે કે, સર્વસંમતિ આધારિત બહુસ્તરીય વેપાર વ્યવસ્થા એ સર્વગ્રાહી વિકાસ માટે મદદરૂપ થતી હોવાથી તેને WTOના નિયમો હેઠળ જાળવી રાખવી જાઈએ.
લેખક – જી.શ્રીનિવાસન,વરિષ્ઠ પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...