સજ્જનોની રમત ગણાતી ક્રિકેટ ઇંગ્લેન્ડ અને વેલ્સના યજમાન પદે છે. ૩૦ મેથી ૧૪ જુલાઈ ૨૦૧૯ દરમિયાન યોજાઈ રહેલા ૧૨મા વિશ્વ કપમાં નવો ગૌરવ પ્રાપ્ત કરશે.
દોઢ મહિના સુધી ચાલનાર આ વિશ્વકપનું આયોજન આંતરાષ્ટ્રીય ક્રિકેટ મંડળ આઈસીસી દ્વારા કરવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પાંચમી વાર ક્રિકેટ વિશ્વ કપનું આયોજન થઈ રહ્યું છે. આ અગાઉ, ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં ઇંગ્લેન્ડ અને વેલ્સ વિશ્વ કપના યજમાન હતા.
ક્રિકેટ થોડાંક જ દેશોમાં એમાં પણ બ્રિટિશ વસાહતોમાં જ રમાનારી રમત હોવા છતાં પણ તેની લોકપ્રિયતા ખૂબ છે. દર્શકો અને સમર્થકોની સંખ્યા જાતા ફૂટબોલ અને લોન ટેનિસ બાદ ક્રિકેટ ત્રીજા સ્થાને છે. ભારતીય ઉપખંડમાં આ રમત ધર્મ તરીકે પૂજનીય છે અને ક્રિકેટવીરોને ભગવાન સમાન ગણાવામાં આવે છે. ઉપખંડના દેશોના ટીમો વચ્ચેની હરિફાઈ ક્યારેક ધર્માંધતાના સીમાએ પહોંચી જાય છે.
ઉપખંડના ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાએ મળીને ચાર વિશ્વકપ જીત્યા છે જે પ્રશંસનીય છે. ઉપખંડમાં એક દેશમાં એક ભૂતપૂર્વ ક્રિકેટરને પ્રધાનમંત્રી તરીકે ચુંટાયા છે. જ્યારે મોટાભાગના દક્ષિણ એશિયાઇ દેશોમાં ક્રિકેટર મંત્રી, સાંસદો તરીકે નિમાયા છે એ સાબિત કરે છે આ દેશોમાં ક્રિકેટના સમર્થકોની સંખ્યા નોંધપાત્ર છે.
આ વિશ્વકપની પહેલી રમત લંડનમાં ઓવલ ખાતે યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગઇકાલે રમાઈ ગઈ. જ્યારે ફાઈનલ મેચ ક્રિકેટની મક્કમ ગણાતા લોર્ડ પર રમાશે.
વિશ્વકપમાં કુલ ૧૦ ટીમો ભાગ લઈ રહી છે. જે પહેલાં રાઉન્ડમાં બાકીની નવ ટીમો સાથે રમશે. જેમાંથી પહેલી ચાર ટીમો સેમી ફાઈનલમાં પ્રવેશ કરશે. આ ૧૦ ટીમોમાં કોઈ પણ અસોસિએટ ટીમ ન હોવાના કારણે આ પ્રકારની રચના પર ટીકા થઈ હતી. આર્ચલેવ અને અફઘાનિસ્તાનના પ્રવેશ બાદ ૨૦૧૭માં વિશ્વના ટેસ્ટ ક્રિકેટ રમતા દેશોની સંખ્યા ૧૦થી વધીને ૧૨ થઈ હતી. પણ આ પહેલું વિશ્વ કપ હશે જેમાં તમામ ટેસ્ટ ક્રિકેટ રમતી ટીમો વિશ્વકપમાં ભાગ લેશે નહીં. અને બધી અસોસિએટ ટીમો ચાલતા રાઉન્ડમાં જ બહાર પડી છે.
ક્રિકેટનો જ્યાં જન્મ થયો છે તે ઇંગ્લેન્ડએ આજ સુધી વિશ્વ કપ જીત્યો નથી. ઘર આંગણે રમાઈ રહેલા વિશ્વ કપ જીતવા ઇંગ્લેન્ડ તત્પર છે. પરંતુ ટીમ ઇÂન્ડયા વિશ્વ કપ જીતવા પ્રથમ દાવેદાર છે. ભારતે ૧૯૮૩ અને ૨૦૧૧ એમ બે વાર વિશ્વ કપ જીત્યો છે. ૨૦૦૩માં તે રનર-અપ રહ્યું હતું. ૨૦૧૫માં તે વિશ્વ કપની સેમિફાઈનલ સુધી પહોંચ્યું હતું. જીત માટેના અન્ય દાવેદારોમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇÂન્ડઝનો સમાવેશ થાય છે. જાકે, વિશ્વ કપમાં કોઈ પણ ટીમને હળવાશથી ન લઈ શકાય.
ભારતીય ટીમની કપ્તાની વિરાટ કોહલી કર રહ્યા છે. જે પ્રેરણાદાયી નેતૃત્વ અને જબરજસ્ત લડત આપવા પ્રખ્યાત છે. ભારત બોલિંગ, બેટિંગ, ફીલ્ડિંગ તમામ ક્ષેત્રે મજબૂત છે.
૨૦૧૧ અને ૨૦૧૫ વિશ્વકપમાં કપ્તાની કરી ચૂકેલા અનુભવી ખેલાડી મહેન્દ્રસિંહ ધોની વિકેટ કિપીંગ કરશે. તેમનું માર્ગદર્શન ભારતીય ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ બની રહેશે. ૨૦૧૧માં મુંબઈના વાનખેડ સ્ટેડિયમ ખાતે ધોનીએ મારેલો જીતનો છક્કો આજ દિન સુધી સૌને યાદ છે. ધોનીની એ વિનિંગ સિક્સ, સચિન તેંડુલકરને વિશ્વ કપ ભેટરૂપ આપ્યો હતો.
વિશ્વ કપમાં ભારતીય ટીમના મુકાબલાની શરૂઆત પાંચમી જૂને દક્ષિણ આફ્રિકા સામે થશે. ભારત નવમી જૂને ઓસ્ટ્રેલિયા અને ૧૩ જૂને ન્યૂઝીલેન્ડ સામે રનર્સ. ૧૬ જૂને ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે.
માન્ચેસ્ટર ખાતે રમાનારી ભારત –પાકિસ્તાન મેચની તમામ ટિકિટો અત્યાર થી જ વેચાઈ ગઈ છે. વિશ્વ કપ મેચોમાં ભારત – પાકિસ્તાન સામે ક્યારેય હાર્યું નથી. આ વખતે પણ આ રેકોર્ડ યથાવત્ રહે તેવ સંભાવના છે. આ ઉપરાંત ભારત, અફઘાનિસ્તાન, વેસ્ટ ઇÂન્ડઝ, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે પણ રમશે.
નવમી જુલાઈએ પહેલાઅને ચોથ નંબરના ક્વોલીફાયર વચ્ચે માન્ચેસ્ટર ખાતે પ્રથમ સેમીફાઈનલ રમાશે. બીજા અને ત્રીજા ક્વોલિફાયર વચ્ચે બીજી સેમિફાઈનલ ૧૧ જુલાઈએ રમાશે. વિજેતા ટીમને ટ્રોફી અને ચાર મીલીયન ડોલરનો પુરસ્કાર અપાશે. ક્રિકેટ ચાહકો માટે આ વિશ્વ કપ અત્યંત રસપ્રદ બની રહેશે.
Comments
Post a Comment